Meghal Ben

Tragedy Inspirational

4.0  

Meghal Ben

Tragedy Inspirational

ફરી રંગ છવાયા

ફરી રંગ છવાયા

2 mins
197


નિમ્ન વર્ગનાં વિસ્તારમાં રહેતી ચંદાને આઠ મહિના પહેલાં કોરોનાને કારણે જુવાન ભાઈના મૃત્યુને કારણે ઘર ચલાવવાની​ જવાબદારી​ પોતા પર આવી પડેલ. પરંતુ પોતે સાવ અભણ હોવાથી અને આ મંદીમાં ક્યાંય મજૂરી કામ પણ ના મળતું હોવાથી કમને તેને પોતાનું શરીર વેંચવાનું કામ શરૂ કરવું પડ્યું હતું.

           તેના મા-બાપ પણ તેના આ કામ વિશે

જાણતા હતા. પરંતુ, પોતાની વૃધ્ધાવસ્થા અને પેટની ભૂખનાં કારણે એમણે પણ દીકરીનું આ કામ સ્વીકારી લીધું હતું.

     આજે ધૂળેટી હોવાથી વિસ્તારનાં લગભગ બધા લોકો રંગે રમવા નીકળ્યા હતાં.ચંદાને પણ આ રંગોનો તહેવાર ખૂબ જ ગમતો. માટે તે પણ બધાં જોડે રંગે રમવા આવી. તેને જોઈ વિસ્તારની ઘણી બાઈઓ બોલવા લાગી,"તું શું જોઈ અમારી જોડે રંગે રમવા આવી છો ?તારો તો પડછાયો પણ અમારે મન પાપ છે. અમે બધાં તું શું કાળા કામ કરે છે તે જાણીએ છીએ."

        આ સાંભળતા જ ચંદાનાં ચહેરાના બધા રંગો ઊડી ગયા. તે આંખમાં આંસુ સાથે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં જ તેને કોઈનો અવાજ સંભળાયો,"ઊભી રે' ચંદા." આ સાંભળતા જ ચંદાએ પાછળ ફરીને જોયું.

એ જ વિસ્તારમાં મા-બાપ સાથે રહી મિલમાં નાનકડી નોકરી કરતો નિરજ તેને બોલાવી રહ્યો હતો.

          નિરજ બધા લોકોને કહી રહ્યો હતો, "ચંદા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા જે કામ કરે છે એ માટે તમે તેને બધા સાથે રંગે રમવાની ના પાડો છો નેં ? પણ એમ કેમ નથી સમજતા કે આ કામ કરવું તેની મજબૂરી છે શોખ નહીં. તો પણ જો તમને ચંદા સામે રંગે રમવાનો વાંધો હોય તો ઊભાં રહો હમણાં તમે જ બધાં તેની સાથે રંગે રમશો."

       આમ કહી નિરજે ત્યાં કોઈની ભરેલી ગુલાલની થાળીમાંથી ગુલાલની ચપટી ચંદાની સેંથીમાં ભરી. આ સાથે જ ચંદાનાં જીવન પર છવાઈ ગયેલો કલંકનો કાળો રંગ દૂર થઈ ગયો અને નિરજે ચંદાનું જીવન વિવિધ રંગોથી ભરી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy