STORYMIRROR

Sangita Dattani

Tragedy Inspirational

4  

Sangita Dattani

Tragedy Inspirational

ફિલ્મીજગત

ફિલ્મીજગત

1 min
442

ફિલ્મી જગતની સ્વર કિન્નરી લતા મંગેશકરનું અવસાન થયું ત્યારે બધા હીરો હીરોઈનો તેમને માન દેવા એમના અગ્નિસંસ્કારમાં જોડાઈ ગયાં હતાં. અન્ય ગીતકારો અને સંગીતકારો પણ બધા કામ પડતા મૂકીને એક કુટુંબની જેમ જ સ્મશાન યાત્રામાં જોડાઈ ગયાં હતાં.

વીસ વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલી ભાવનાની નજર અચાનક જ ટીવીમાં પડતા આંખો છલકાઈ ઊઠી.

બધા કામો પડતા મૂકીને એ સ્વર કિન્નરીની સ્મશાનયાત્રામાં જોડાઈ ગઈ. કારણકે એ સ્વરકિન્નરીએ જ તેનું જીવન બદલી નાખ્યું હતું અને આજે તે જે ક્ષેત્રમાં છે તેનું કારણ પણ સ્વરકિન્નરી જ હતાં. 

જાણે ભાવના વીસ વર્ષ પહેલાની દુનિયામાં ધકેલાઈ ગઈ. પડોશમાં જ રહેતાં લતા મંગેશકરની એક એક વાતોને વાગોળતી રહી. ત્યાં તો ન્યૂઝીલેન્ડના લોકસાહિત્ય પર ફિલ્મ બનાવી રહેલા પ્રોડ્યુસરનો કોલ આવ્યો અને એમણે જણાવ્યું કે ફિલ્મની નાયિકા માટે તેમણે ભાવનાની પસંદગી કરી હતી. ભાવના મનોમન એમને વંદી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy