ફિલ્મી કલાકાર
ફિલ્મી કલાકાર
"ચંદ્ર પર ઊડતાં પતંગિયાં જેવા માનવીઓને કોઈ તો સમજાવો કે આ એમનો પૃથ્વીનો ગોળો નથી કે જેમ મન ફાવે તેમ ફૂદકયા કરે છે આમથી તેમ !"
"પણ સાહેબ, આપણે એમને કેવી રીતે કશુંયે કહી શકીએ ?"
"કેમ નહીં, ચંદ્રને બચાવવાની જવાબદારી જ્યારે મને સોંપવામાં આવી હોય તો મારું કહ્યું માનવું જ રહ્યું સહુએ ! આફ્ટર ઓલ આઈ એમ અ કો-ઓર્ડિનેટર ઓફ ધીસ યુનિવર્સ !"
"બટ, સર જી, ચંદ્રની ખોજ તથા ચંદ્ર પર પ્રયાણ પણ એમણે જ સર્વપ્રથમ કર્યું હતું. એટલે કે તેઓ ચંદ્રનાં રચયિતા કહેવાય."
"ઓ, બુદ્ધિનો ઓથમીર ! જનરલ નૉલેજ સુધાર તારું. ચંદ્ર પર પહેલો ચંદ્રયાત્રી નિલ આર્મ્સટ્રોંગ હતો. અને એ ભારતીય નહોતો."
"હું ક્યાં ભારતીયોને મહત્ત્વ આપી રહ્યો છું સર જી! હું તો પૃથ્વીવાસી તરીકેની ઓળખ જ સ્પષ્ટ કરી રહ્યો છું ને! કેમ બરાબર ને !"
વડનાં વૃક્ષ નીચે ઊભો રહી એકસ માનવીને ઘુમરી લેતાં વમળ સાથે વાર્તાલાપ કરતો જોઈ પ્રો. સુગમ બત્રાને પહેલા તો ઘણું આશ્ચર્ય થયું. અને એનાં જ વિચારોમાં તેઓ રિસર્ચ સેન્ટર જવાને બદલે ભૂલથી ઘરે પહોંચી ગયા.
અડધા કલાકમાં પાછા ફરેલા પોતાનાં ભૂલકકડ પતિ મહાશયને ઘર આંગણે જોઈ મિસિસ સુગમ બત્રાને કોઈ આશ્ચર્ય ન થયું. પણ, એમની ઉલ્ટી દિશામાં આગળ વધી પાછા ફરવાની રીત જોઈ સમજાયું કે પ્રો. નક્કી કોઈ ગડમથલમાં હોવા જોઈએ.
"અરે ઓ સુગમ જી, ક્યા હુઆ? કોઈ ભૂત દેખ લિયા ક્યા ?
યા કોઈ ઔર ચુડૈલને રાસ્તા કાટ લિયા, ઔર આપ ઉસ પર ભી મેરી તરહા ફિદા હો ગયે ?"
ઠહાકા મારીને હસી રહેલ પોતાની પ્રિય પત્ની સરગમની વાતોથી હંમેશા જેનું મુખ મલકાતું રહેતું એ પ્રો. સુગમને આજે સરગમની મશ્કરી પણ કાળઝાળ બાળી રહી હતી. એક તો સૂઝકો નહોતો પડી રહ્યો કે એનાં બનાવેલાં ક્લોન આજે એની જ વિરુદ્ધમાં કોઈ સિક્રેટ મિશન ચલાવી રહ્યા હતાં. અને આજે તો હદ જ થઈ ગઈ. એક્સ માનવી ઘુમરી લઈ રહેલા વમળ સાથે વાટાઘાટો કરી રહ્યો હતો, અને એ પણ એટલા સાહજીકતાથી કે જાણે એની સામે એનો ભાઈ ઊભો હોય! કે પછી કોઈ મિત્ર !
"ક્યાં ખોવાઈ ગયા સુગમ જી! નક્કી કોઈ પ્રેતાત્મા ભટકાઈ હોવી જોઈએ."
"ડોન્ટ બી સ્ટુપીડ સરગમ જી. યુ આર અ જીનિયસ રોબોટિક્સ એન્જીનિયર. હાઉ કુડ યુ ટૉક લાઈક અ ઓર્ડિનરી વિમેન!?!"
"વો, વો, વો... હોલ્ડ ઇટ મિ. સુગમ બત્રા. હોલ્ડ યોર સેલ્ફ...
... ઉલ્ટી દિશામાં વિચરી તમે રહ્યા હતાં, હું નહીં. અને બાય ધ વે, વેમ્પાયર ક્લોનનું સર્જન કરતાં કરતાં તમે પણ ક્લોન જેવું જ બીહેવ કરી રહ્યા છો. માઈન્ડ વેલ, આઈ એમ યોર વાઈફ, નોટ અનધર ક્લોન." છણકો કરી સરગમ બત્રા ત્યાંથી જતાં રહ્યાં.
પ્રો. સુગમને 440 વોલ્ટનો ઝટકો વાગ્યો હોય એમ એ પગથી માથા સુધી કંપી ઊઠ્યાં. અને ઝડપથી એ ક્લોન એક્સ પાસે ઊડીને ગયા. પણ, ત્યાં હવે કોઈ નહોતું.
કંઈક બહુમૂલ્યવાન વસ્તુ ગુમાવ્યાનો અફસોસ સુગમને થયો. ત્યાં ધરા હાલક ડોલક થવા લાગી. અને એ પોતે ઊડવા લાગ્યાં. કંઈક બીજું સમજે એ પહેલાં તો પોતે ખુદને ધરતીથી પાંચસો ફૂટ ઊંચે ગગનમાં બાજ પક્ષીની જેમ પાંખો ફેલાવી ઊડી રહ્યા હતાં.
ઉપરથી નીચેની સૃષ્ટિ નયનરમ્ય હોવા બાદ પણ પ્રો. સુગમને અત્યારે માત્ર એક જ વિચાર પજવી રહ્યો હતો.
એ કોણ હતું અદૃશ્ય સ્વરૂપે કે જેની સાથે એક્સ માનવી વાતચીત કરી રહ્યો હતો?
"એ અદૃશ્ય સ્વરૂપ એટલે હું."
"હું કોણ ?"
"હું, મિ. ઇન્ડિયા !"
"તર્કહીન વાતોમાં મને કોઈ ઇંટ્રેસ્ટ નથી. સાબિત કર કે તું મિ. ઇન્ડિયા છે."
"પહેલાં તું પુરવાર કર કે તું જ પ્રો.સુગમ બત્રા છે, ધ વેમ્પાયર ક્લોન માસ્ટર."
લાંબી ચડસાચડસી બાદ પ્રો. સુગમે ઊડતાં ઊડતાં પવનચક્કી પરનાં લાલ ફિતાનો એક છેડો પોતાનાં રિસ્ટ પર બાંધ્યો અને બીજો છેડો પહોળો કરી મિ. ઇન્ડિયાને જોવાનો પ્રયાસ કર્યો.
જાદુઈ શક્તિનો ઉપયોગ કરી મિ. ઇન્ડિયા પણ લાલ ફિતાનાં છેડા પર વીંટળાઈ ગયો. ફરી એકવાર પડકાર ઝીલવાનો વારો સુગમનાં હસ્તક ચઢ્યો. અને એણે પોતે તૈયાર કરેલ સુપરમેનનાં ક્લોનને પોતાનાં કમરપટ્ટા પરનાં બટન ને પ્રેસ કરી તાબડતોબ અહીં હાજર થવાનો હુકમ ફરમાવ્યો.
સુપર એક્સ હાજર તો થયો પણ પ્રો. સુગમની ગુલામીમાંથી મુક્ત થવાનાં મિ. ઇન્ડિયાનાં પ્લાનને કામયાબ બનાવવા એની તરફેણમાં ઊભો રહ્યો અને પ્રો. સુગમની એકહથ્થી સંપૂર્ણ સત્તાને નસ્તેનાબૂદ કરવામાં એનો સહાયક બની ગયો.
મિ. ઇન્ડિયાએ પૃથ્વીની દુર્દશાનો ભોગ ચંદ્ર ગ્રહ પરનાં વાસીઓને ન બનવા દઈ સહુને પ્રો. સુગમ નામક ક્લોન માસ્ટરથી બચાવી લીધાં.
ફરી એકવાર મિ. ઇન્ડિયા સમગ્ર યુનિવર્સનાં ચાહીતા બની બેઠાં.
