પેન્શન
પેન્શન


કમરથી વળી ગયેલો એક વૃદ્ધ લાકડીના ટેકે ધીમે ધીમે સરકારી પેન્શન ઓફિસમાં દાખલ થયો. પેન્શન ક્લાર્કના ટેબલે હાંફતો હાંફતો આવ્યો અને
ધીમેથી બોલ્યો.,"સાહેબ....મા..રૂ ... પેન્શન....?."
ક્લાર્ક બોલ્યો," નામ.."
" અમરભાઇ જોઈતા રામ...."
આ સાંભળી ને ક્લાર્ક બોલ્યો," એક મહિના પહેલાં પેન્શન બંધ કર્યું છે. તેમના પુત્ર તેમનું મૃત્યુ પ્રમાણપત્ર આપી ગયા હતા."
આ સાંભળીને વૃદ્ધ ધીમેથી હસ્યો.. અને ધીમે ધીમે પેન્શન ઓફિસની બહાર જવા લાગ્યો અને બબડ્યો...હાશ. હવે પેન્શન બંધ થયું...સાત વર્ષથી જીવ અવગતે હતો... આજે ટાઢક થઈ.......!