પડતીના પડઘમ - 3
પડતીના પડઘમ - 3
આગળના ભાગમાં જોયું તે મુજબ.......
' શેઠના ઘરમાં પડતીના સારા પડઘા પડે છે અને રાજનને લાગે છે તેની પત્નીના પગ સારા નથી ઘર માટે અને તે એને કંઈક કહેવા માંગે છે '
રાતના બાર વાગ્યા છે, બધે સુનકાર છે. શેઠ ની હવેલીમાં એકદમ અંધારું છે. કોઈ અવાજ નહીં અને પૂનમ ધાબામાં આંટા મારે છે. જેની જાણ કોઈને નથી અને થાય છે અંતની શરૂઆત..
બીજી સવારે,
પૂનમ જોડે રાજન બેઠો છે અને રાહ જુએ છે, પૂનમ શું કહેશે ?
પૂનમ : હું માનું છું આ ઘરની પડતીમાં મારો હાથ છે.. મારા લગ્ન પછી થયું એટલે....... હું મારો જ ઘાત કાઢી નાખવા માંગુ છું. એટલે આ ઘરની પડતી દૂર થાય, મારા પગલાંની ચિંતા નહીં અને તમને શાંતિ.......
રાજન : એટલે તું....મરી જઈશ.
પૂનમ :ના, હું નહીં મરું, હું મારી નાંખીશ......પડતી ને !
રાજન : એટલે........
પૂનમ : એટલે, હું આ ઘરની પડતી 'વ્યાજ' ને મારી નાંખીશ.
રાજન : એટલે....
પૂનમ : આ ઘરમાં લોકોના નિઃસાસા, રોકકળ, પૈસાની મજબૂરી, મજબૂરીનો ફાયદો અને મુખ્ય વ્યાજની ખોટી રકમ.
રાજન : એતો આપણો ધંધો છે. તું ધંધા ને બંધ કરીશ. આપણો વ્યાજનો ધંધો છે.
પૂનમ :ના, ધંધો અને બે નંબરનો ધંધો ફરક છે.
એટલે જ ગાડી, ઘર, મકાન બન્યા... પણ માણસ ના બન્યા..
લોકોના રૂપિયા ચાઇ ને જીવન જીવવું સહેલું નથી. લોકોને દસ રૂપિયા પચતા નથી અને તમે લાખોમાં રમો છો. અને વાત કરો છો મારા પગલાંની... હલકી માનસિકતાના શિકાર છો.
કઈ રીતે ગરીબના રૂપિયા ખાઓ છો ? શેઠ છો ને તમે કોણ બોલે તમારી સામે ? મનફાવે રૂપિયા પડાવવા એ તમારો ધર્મ બની ગયો..શું સમજો છો.
રાજન : બસ, કોણ આજે સારી રીતે ધંધો કરે છે ? બધે ગોલમાલ છે અને ગોલમાલ રહેશે જ.......એનાથી આભ ના તૂટે.
પૂનમ : હા, એટલે જ તમારી બેન વિધવા બની, વચલી ભાગી ગઈ, દેવ જેલમાં, અને બીજું કેટલુંય......
રાજન : એ તો નસીબ, ભાગ્ય, લેખ....
પૂનમ : હા, એજ...સ્ત્રીના પગલાં, સ્ત્રીની લક્ષ્મી જવાબદાર નથી.
સમજી ગયા, આ પડતી એમ જ નહીં આવતી. એની પાછળ વર્ષોની કથા હોય છે અને જ્વાળામુખી ફાટે તેમ પડતીના પડઘા વાગે છે.
પડતી એ માણસના કર્મની સજા નહિ પણ, તેના જીવનની કસોટી છે... જે તેણે કર્યું છે એ ભોગવીને જશે..કોઈની પડતી માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી.
હું એમ પણ માનું છું, ક્યાંક હું આ ઘરની લક્ષ્મીમાં બેસી ના શકી.
રાજન : તો તું શું કરીશ ?
પૂનમ : હું ...મારા પગ કાપી નાંખીશ. પડતીનો વળતો જવાબ આ ઘર માટે.
બે મહિના બાદ..........
ઘરની પરિસ્થિતિ સુધરી ગઈ છે. રાજનની નોકરી મળી ગઈ છે, શેઠ સુધરી ગયા છે. દેવ આવી ગયો છે, અને બીજું થોડું થાળે પડ્યું છે.
પૂનમ એક વિલચેર પર બેઠી છે અને ઝરૂખે બેઠી જુએ છે. તેની હાજરીમાં પડતી ગઈ છે અને પડઘા શાંત પડ્યા છે.
પૂનમ, બેઠા વિચાર કરે છે.
" મારા પગ આ ઘર માટે જવાબદાર છે માટે મેં પગ કાપ્યા આ સારું, એનાથી સારું એ.......લોકો સુધરી ગયા "
બસ, મારા માટે આજ પડતીનો પડકાર અને વળતો જવાબ.......આ પડઘા તો શાંત પડ્યા પણ હું કાયમ માટે બેસી ગઈ.
આ છે મારું જીવન, કોઈના પડઘા ને શાંત કરવા માટે હું મારી પડતી કરી બેઠી.
મને નથી ખબર આ મેં સારું કર્યું, પણ.. હું સ્ત્રી છું અને..
પડતીના પડઘમ વાગ્યા, ખૂબ ગાજયા ને શાંત થયા. કોઈની નોકરીથી શાંત, કોઈની વાપસીથી શાંત, કોઈના બલિદાનથી શાંત...
પડઘા પછી ગુંજ ઊઠે છે પહાડોમાં,
પડતી પછી સ્વર ફેલાય છે સ્ત્રીની ચાહતોમાં..
છે એવો અવસર જે સત્ય છે ક્યાંક,
નહીં માને કોઈ એની ભણક છે ક્યાંક...
ચાલો પડતીના આજે પડઘા પૂર્ણ થયા....
કોના કારણે એ ખબર નહિ ? નસીબ, બલિદાન, કે..?
