પડતીના પડઘમ - 2
પડતીના પડઘમ - 2
પાછળ જોયું તે મુજબ...
' શેઠ ને કોઈ ને કોઈ આફત આવે છે અને પડતીનો માર ચાલુ થાય છે '
રાજનની નોકરી છૂટી ગઈ હતી. રોજ ઘરમાં તેની માથાકૂટ રહેતી. ક્યારેક પિતા તો ક્યારેક પત્ની.
એક મોડી સાંજે તે ધાબે આંટા મારતો હતો, વિચારતો હતો કે આગળ શું કરવું ? એક પછી એક બનતી ઘટના ને તે ધ્યાનથી જોવા લાગ્યો. વિચાર્યું મારી માતાનું અવસાન, બહેન વિધવા બની, નાની બહેન ભાગી ગઈ, દેવ જેલમાં ગયો, હું બેરોજગાર બન્યો, મારી સારી નોકરી છૂટી ગઈ.
" અને આ દરેક ઘટના મારા લગ્ન પછી જ બની ", મતલબ મારા લગ્ન જ મેઈન છે બનતી ઘટના પાછળ જવાબદાર...... હું અથવા મારી પત્ની અપશુકનિયાળ છીએ, માટે જ આવી ઘટના બની અને પડતીની શરૂઆત થઈ.
" પ્રતાપ ભાઈ, તમે મને લાખ આપ્યા હતા અને વ્યાજની સાથે દસ હજાર વધારે થાય, મેં એ ચૂકવી દીધા તો પછી મારી જોડે હજુ પણ કેમ રૂપિયા માંગો છો ?, ક્યાંથી હું લાઉ એક તો ઉપરથી મોંઘો વ્યાજ દર છે અને તમે ડબલ વ્યાજ માંગો છો "
એક ગામ ની વ્યક્તિ એ કહ્યું.
પ્રતાપ : એ ભાઈ, તારું કામ કર !, મેં તને રૂપિયા આપ્યા છે. તારે સમયે ચૂકવવા પડે.. ઉપરથી મને ભાષણ આપે છે. નહીં રૂપિયા આપે તો...
એવા એક નહીં કેટલાય કિસ્સા બન્યા જેમાં પ્રતાપની ઈજ્જત પણ ગઈ. શેઠની જે હતી તેનાથી પણ નીચી ગઈ. બધા એજ સમજવા લાગ્યા આ વ્યાજના નામે ઘર અને ગાડી બનાવે છે.
રાજન અને તેની પત્ની પૂનમ ધાબે હોય છે અને વીતેલા સમયમાં બનતી ઘટના વિશે વિચારે છે.
સાંજનું ટાણું હોય છે, દૂર પંખી આકાશમાં ઉડતા હોય છે, ઘરમાંથી કૂકરની સીટી સંભળાય છે, પનિહારી એ દીવા ઝળહળે છે અને ધાબે યુગલ બેઠું હોય છે.
અને એક વાત શરૂ થાય છે... જે પડતીનું કારણ અને તેનો જવાબ બને છે. જુઓ સ્ત્રીની શક્તિ અને પુરુષની બેવકૂફી................... પડઘા એમ જ નથી વાગતા ક્યાંક રાડ નાખો છો ત્યારે જ પડઘા પડે છે અને એની રાડ છેક દૂર વાગે છે..
આવો જોઈએ ...
રાજન : ખોટું ના માનતી પણ........સીધી વાત કરવા માગું છું. મને લાગે છે આપણા લગ્ન પછી જ આ ઘટના બની છે. ઘરમાં બનતી વિચિત્ર ઘટના એ લગ્ન પછી જ થઈ.
પૂનમ : સીધું બોલો, મારા પગલાં જ ખરાબ છે. હું આ ઘર માટે અપશુકનિયાળ છું એમ જ ને..મારા લગ્ન ના મહિને જ તમારી માં નું અવસાન, પછી બનતી ઘટના..બરાબર ને.
મને નહતી ખબર કે ' મારો પતિ મારા માટે આવું વિચારે છે. એના માટે મોતની જવાબદાર હું છું. આટલું ભણ્યા પણ ગણ્યા નહિ. શું કામની મોટી નોકરી ?
રાજન : શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં હું માનું છું. પણ, તારા પછી જ ઘરની પડતી શરૂ થઈ. તારા પગ ઘર માટે સારા નથી. એ તારે માનવું રહ્યું.
પૂનમ : તો, શુ કરું?, એ ગુજરી ગયેલા ને પાછા બોલાવું ? શુ બકવાસ છે યાર..મને ખરેખર હવે બીક લાગે છે તમારાથી.
રાજન : પડતી તો તારા થી જ આવી. તું માને કે ના માને.. પણ, તારી હાજરી જ ઘર માટે સારી નથી.
પૂનમ : સારું હું વિચારું છું. કાલે કહું આ પડતી નો જવાબ આપીશ...બાય.
હવે જોઈએ, એવું શું કહે છે પૂનમ અને રાજન શું કરે છે ?
પડતી તો ચાલુ છે પણ પડઘા કેમ ના પડે છે એ જોઈએ આવતા છેલ્લા ભાગ માં..
ક્રમશ:
