પડતી ના પડઘમ ભાગ ૧
પડતી ના પડઘમ ભાગ ૧
(કથા કાલ્પનિક છે જેનીનોંધ લેવી જરૂરી)
સમસ્યાનું બીજુંનામ પડતી. પડતી એ ઉપરાઉપરી જ આવે અને તબાહ કરીને જાય. પણ, કેમ ? પડતીના પડઘા એવા હોય છે, જેની ગુંજ સાત ભવ સુધી કાયમ રહે છે. જ્યાં સુધી સારું રહે ત્યાં સુધીને જેવા પડતીના પડતર દિવસ શરૂ થાય તે જ્યાં સુધી એની અસરના પતે ત્યાં સુધી રડાવે છે...
'સીધી વાત કર્મને આધીન જ ફળ મળે, કોઈ ઇચ્છિત ફળ જેવું હોતું નથી.... કર્મ કરોને ફળ મેળવો...
***
'શ્રી લક્ષ્મી તારી રોજ કરું છું અગરબત્તી મને મળે આજે કોઈનોટ કકળતી, તારી કૃપાને હેત બનાવી રાખજેને મારી જીવન ગાડી દોડતી રહે એવી અરજ કરતો હુંનાદાન અને તારો ભક્ત"- શેઠ વલ્લભ રેવતી નદીની પાસે વસેલું નાનું સરખું શહેર. એક અર્થમાં કહો તો એક ટાઉન જેવું. નામ તેનું"શ્રી પુર"... કારણ માત્ર અહીં શ્રી લક્ષ્મીનું મહત્વ વધારે છે અને શ્રીનો બીજો અર્થ સ્ત્રી, મહિલા, છોકરી થાય.....જેનું માન અહીં વધુ છે.
"જુઓને રાધાને સાસરે વળાવવાની છે માટે ચાર ગામ દૂર છકડામાં શેઠ તમારી દુકાને આવ્યો વ્યાજે રૂપિયા માંગવા. મને ખબર છે તમે આ ગરીબ, લાચારની મદદ કરશો ! હું સમયે ચૂકવી દઈશ બસ મને મદદ કરો. નહીંતર, રાધા જઈ નહીં શકે અને છેવટે એને દુઃખ સહન કરવું પડશે." એમ ગરીબ બાપ બોલે છે.
શેઠ વલ્લભ તેને પુરા ચાલીસ હજારની મદદ કરે છે અને વ્યાજે રૂપિયા આપે છે.
શેઠ કહે છે : "ભાઈ, દીકરીની વાત આવે ત્યારે હું ગમેતેમ કરીને પણ રૂપિયાની મદદ કરું. તારી દીકરી એ મારી, લે આ રૂપિયાને તેને સાસરે વળાવી દે ! શરત માત્ર 'દર મહિને તારે વ્યાજ આપવાનુંને મૂડી તો બાજુમાં જ... કારણ તે ગીરવે કઈ જ નથી આપ્યું માટે"
ગરીબ બાપ તો રૂપિયાની પોટલી જોઈ હરખમાં અને શેઠની વાત માનીને હા કહી દીધું. એણે વિચાર્યું નહિ કે મારે સામે કેટલા રૂપિયા આપવાના થશે. એ તો ઘેલો બની ગયો.
"જોયું, સવાર જ મસ્ત ગયી આજે. આ બકરા જોડ થી હું ધારું એટલા પાડી શકું તેમ છું. આ ગરીબ વધુ ગરીબ બનશે અને... હા હા હા, મોજ છે આજે તો ! - શેઠ મૂછે હસે છે. જોડે બેઠેલો તેમનો મોટો દીકરો પ્રતાપ તેને કહે છે.
"કેટલીય વાર આવું બન્યું હશે, પ્રતાપની સામે જ આવા ગરીબ, લાચાર આવ્યા હોયને શેઠ તેમને રમાડે. શેઠ ધારે એટલા રૂપિયા આપેને ધારે તેટલું લૂંટે. પણ, શેઠની આબરૂ બહુ જ. કોઈ ઊંચા અવાજે વાત જ ન કરે, શેઠનું એકહથ્થુ શાસન હતું. એમાં તો શેઠે ત્રણ હવેલી, ઘણી જમીન, ઝવેરાત, ગાડી, ઘોડાને કેટલુંય.
શેઠને ત્રણ દીકરી ને ત્રણ દીકરા, ત્રણેય સાસરે હતી ને સુખી હતી, જાજરમાન જેવી જિંદગી હતી બાકી કઈ હતું નહીં. ત્રણેય સારી રીતે ગોઠવાઈ ગઈ હતી ને તેના બાપથી પણ સારું હતું. શેઠના ત્રણ દીકરા મોટો પ્રતાપ, વચલો રાજનને છેલ્લો દેવ. પ્રતાપના લગ્ન થયેલા હતા મોટા ઘરની દીકરી એવી રેખા જોડે, રાજનના અને દેવના બાકી હતા.
"શેઠ મદદ કરો, મારી પત્ની દવાખાને છેને મારે કોડી પણ નથી માટે મદદ કરો",
શેઠ તેને પુરા પચાસ હજારની મદદ કરે છે અને તેને પણ અન્ય પહેલાના લોકોની જેમ છેતરે છે. ટૂંકમાં કહી શકાય તો શેઠનો આજ ધંધો હતો, લૂંટવાનો. વ્યાજના અને ગીરવેના બહાને કેટલું કાઢી લેતા, કેટલું બોલી જતા,ના પૈસા ભરે તો મારવા જતા, કહ્યા વગર દાગીના લઈ લેતા, ગરીબને વધુ ગરીબ બનાવતા, વ્યાજનું વ્યાજ ખાતા હતા.
ને પડતીના પડઘા વાગી ગયા.
"ભાઈ રાજન તો મારો ઘણું ભણ્યો છે, સારી નોકરી કરે છે ને મહિને પુરા લાખ કમાય છે. જુઓને કેટલો રૂપાળો છેને ઘણો ડાહ્યો છે, કોઈ વ્યસન નહિ, સ્ત્રીનું માન પણ એટલું જ જાળવે, થોડા સમયમાં તેના રૂપિયામાં મકાન લેશે એ પણ સારી જગ્યામાંને ભવિષ્યમાં વિદેશ પણ જાય" - એમ શેઠ વાતો કરે છે.
શુભ અવસર આગણે,
ઘડિયા લીધા લગ્ન આપણે,
પરણ્યો મારો કુંવર રાજન બારણે,
ને વહુ આવી કુંવરી મારે ઘરે.......
સારા દિવસોના ચોઘડિયામાં રાજનના લગ્ન સરળ ઘરની છોકરી એવી પૂનમ જોડે થયા. શેઠ તો હરખના લાડુ વેંચી કાઢ્યા, જમણવાર કરી નાખ્યો, ગામ આખુંય જમી ગયુંને નવો સંસારમાંડ્યો રાજને..
માંડ મહિનો વીત્યો હશેને શેઠાણી અકાળે અવસાન પામી. ખબર નહિ કેમના પણ એકાએક જ અવસાન પામી. શેઠને ભારે આઘાત લાગ્યોને શેઠે દુકાને જવાનું કામ બંધ કરીનાખ્યું. પ્રતાપ તો ભારે પ્રતાપી નીકળ્યો, બાપથી ઉપરવટ થયીને વધુ વ્યાજે રૂપિયા લડાવવા લાગ્યોને ઘણું કમાવવા લાગ્યો. શેઠ માત્ર શેઠાણીની યાદમાં અને પ્રતાપ તેની હરકતોમાં"
શેઠને કોઈ રસ હતો જ નહીં અને તેનો ફાયદો પ્રતાપે ઉઠાવ્યો. એવામાં તેમની મોટી દીકરી અકાળે વિધવા બની અને ઘરમાંથી છોકરા સમેત કાઢી મૂકી. કારણ વિના તે મોટી દીકરી પિયરે આવી ચઢી. શેઠને બીજો આઘાત લાગ્યો, એ બિચારા સાવ મૂંઝાઈ ગયા. ખબર નહીં કોઈની નજર લાગી હોય તેમ તેમની વચલી દીકરી નોકર સાથે ભાગી ગયી. એ પણ દસ વર્ષનાના જોડે. એમ એક પછી એક ઘટના બનવા લાગી. શેઠને રોજ કોઈ વિચિત્ર ઘટના સાંભળવા મળતી. શેઠનું તો જીવન નરકાગાર જેવું બની ગયું.
દેવ કોઈ છોકરીના કાંડમાં ફસાયી ગયો ને જેલમાં ગયો. મતલબ બધા જ સંતાન કોઈ મુશ્કેલીમાં હતા.
એવામાં રાજનની મોંઘી નોકરી છૂટી ગયીને રાજન બેઠો ઘર ભેગો.
ક્રમશ:
