Zalak Bhatt

Horror Crime

4  

Zalak Bhatt

Horror Crime

પડછાયો

પડછાયો

9 mins
571


પાત્ર

• નાયક – અંશુમન, અમન

• નાયિકા – રમોલા

• અંશુમન ફ્રેન્ડ -શ્રવણ,મનન,ચિંતન,મહેશ,રમણ

• ખલનાયક : મુનાફ ભાઈ

મારી પ્રાણપ્રિય પત્નિની લાશ જોઈને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યાં. મારું રુદન પોલીસ વેણની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નિ ની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નિને ખૂબ જ પ્રેમ કરતો હતો. કોલેજ સમયથી અમે એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં હતાં. અમે લવ મેરેજ કર્યા હતાં. મારી પ્રાણ પ્રિય રમોલાની હત્યા ? અને તે પણ મારા હાથે ? કલ્પનામાં પણ તે શક્ય નથી.લગ્ન જીવન દરમ્યાન મેં તેના પર કદિ હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું ! સામે મારી પત્નિ રમોલાની લાશ પડી હતી.આવા સંજોગો માં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે તો ?

આમ,વિચારી ઘર ના પાછલાં દરવાજેથી અંશુમન ભાગે છે. પોલીસ તેના ઘર સુધી પહોંચે તે પહેલાંજ નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચીને ચાલતીજ ગાડીમાં ચઢી જાય છે.પાછળ પોલીસ રમોલાની લાશ જોઈને આસ-પાસ ના લોકો ને પુછ-તાછ કરે છે.

અંશુમન (મનમાં જ)મારો ભાગી જવાનો મતલબ પોલીસનો ડર કે કેદમાં ન જાઉં તે નહોતો. પણ, મારી પત્નિનું ખુન કરનારા હત્યારાને શોધવાનો હતો. હું જે ટ્રેનમાં જતો હતો તે કઈ જગ્યાએ જતી હતી ? તેની પણ મને ખબર નહોતી. પત્નિના મૃત્યુના શોક કરતાં હવે, તેને મોત આપનારને પકડવા નું ઝનૂન મારા પર સવાર હતું.

સાંજનો સમય હોવાથી ગાડીમાં કોઈ ચા -નાસ્તો કરતાં હતાં ને કોઈ સુવાની તૈયારી, ક્યાંક ગીત-સંગીત ચાલતું હતું તો ક્યાંય બિઝનેસની વાતો થતી હતી. પણ,ગાડીમાં ચઢ્યા બાદ ગેટ પાસે ઊભા રહીને હું મારાથી દૂર ગયેલ, મારી રમોલાથી થઈ રહેલ દૂરીને જ નિહાળતો હતો. મારા ગયાં પછી રમોલાનું શું થશે ? એમ વિચારી મેં વીમો કરાવ્યો હતો. લોકર ભી રાખ્યું હતું. તેની જાણ હું ઘણીવાર તેને કરતો હતો. ને આજ, એ રમોલાને મૃત હાલમાં મૂકીને નીકળી ગયો ! તો એના સિવાય શું કરું ? અને હવે શું થશે ? નહિ,પણ એ શખ્સને તો હું પકડીનેજ રહીશ. પણ, શી રીતે ? આવા અનેક સવાલ, આશ્ચર્ય મારા મનમાં ઉદ્દભવતા હતાં. આવીજ વિટંબણા હું ગાડીના દરવાજા પાસે ઉભો હતો. ગાડી એક સ્ટેશન પર ઉભી રહી. ત્યાં જ કોઈએ મને કહ્યું “એક્સ્ક્યુઝ મી”ને હું ચોંકી ગયો.

મારા વિચારોમાંથી બહાર આવ્યો ને જોયું તો સામે પાંચ વર્ષની છોકરી હસતી-હસતી મને જરાં જગ્યા આપવાની વિનંતી કરી રહી હતી. એનું મુખ જોઈને મારામાં જાણે આશાની લહેર દોડી આવી. તેની પાછળ તેની મમ્મી આવી અને મેં છોકરીને ઉપર ચઢાવી. તેના મમ્મી ઉપર આવીને છોકરીને ખીજાયા અને એક ઝાપટ મારીને અંદર લઈ ગયા.

અજાણ્યો હોવાથી હું તેને કંઈ કહી ના શક્યો. પણ આવડી નાની છોકરીને આ રીતે મરાતું હશે ?અને પાછું મન ત્યાંજ પહોંચ્યું કે મારી રમોલાની વાત કરું તો કોને કરું ?હવે, આ સ્થિતિમાં ભરોરો કરું તો કોના પર ને વળી, મારા પર પણ ભરોસો કોણ કરશે ? ચિંતન, મનન, રમણ આ બધાં તો મારા ફ્રેન્ડ છે. પરંતુ,આવી બાબત તેને કહી શકાય ! ના- - - - -ના પણ, હા શ્રવણ એ બધી રીતે યોગ્ય લાગે છે. અને મારાં પર્સમાં એકસ્ટ્રા કાર્ડ પણ છે.(ફોન કરવામાં આવે છે) અને વાત થાય છે.

'હેલો, શ્રવણ હું અંશુમન બોલું છું.' ત્યાંજ શ્રવણ સામે થી રીપ્લાય કરે છે.

શ્રવણ: હેલો,અંશુમન... અંશુમન તું ક્યાં છે ?અહીં ભાભી... ખુન... પોલીસ... બધું તું ક્યાં છે ?

(શ્રવણ ફોનમાં જ એકદમ હાંફતો -હાંફતો બોલતો હતો અંશુમન જવાબ આપે છે.

અંશુમન : શ્રવણ શાંતિ, મારા નામને આ રીતે મોટેથી ના બોલ અને હું જે કહું છું તે તું શાંતિથી સાંભળ. મને બધીજ ખબર છે. રમોલાની આ સ્થિતિ હું ઘરમાં હતોને બની છે. પણ, પછી પોલીસ આવતી’તી એટલે હું છુપાવેશે નીકળી ગયો. કેમકે, હું તેના સાચા કાતિલને પકડવા માંગુ છું. અત્યારે હું એક ટ્રેનમાં છું. કોઈ મારા વિશે પૂછે તો કહેજે કોઈ કાર્ય માટે તે બહાર ગયાં છે. (આ બધીજ વાત સાંભળી ને શ્રવણ કહે છે.)

શ્રવણ ':અંશુમન હું માની જઈશ પણ,પોલીસ ?' છતાં તું તારું ધ્યાન રાખજે હું મારા ફ્રેન્ડ જે પોલીસ છે તેની સાથે વાત કરું છું. વધુમાં વધુ તે ભાભીને હોસ્પિટલની આઈસ કેબીનમાં રાખી શકે. પણ,અંતિમ વિધિ સુધી નહિ પહોંચાડે.'

અંશુમન : 'શ્રવણ, અત્યારે મારી સમજમાં કાંઈ નથી આવતું આવા આઘાતથી વિચાર પણ બંધ થઈ ગયાં છે. તે શખ્સને પકડવો તેજ અહમ થઈ ગયો છે. તું તો તેના ભાઈ સમાન છે. જે રીતે યોગ્ય લાગે તે જ અપનાવજે. બસ, હવે હું ફોન રાખું છું. ખબર નૈ કોણ આસ-પાસ હોય ને હા, આ નંબર પ્રોપર નથી હું તને ફરી વાર કોન્ટેક્ટ કરીશ.'

આમ કહીને અંશુમન ફોન બંધ કરી કાર્ડ બદલી નાખે છે. થોડીવાર જ્યાં ઉભો હોય છે ત્યાંજ બેસી જાય છે અને રડીને થોડો હળવો થાય છે. રાત હોવાને કારણે તે એ જ જગા પર ઢળી પડે છે. ટેન્શન, થાક અને બીકને કારણે જકડાયેલો અંશુમન થોડી ક્ષણોમાંજ બાળકની જેમ નિર્દોષ રૂપે સુઈ જાય છે. ગાડીનો વાગતો પાવો, છુક-છુક અને હવાનો મારો તેની નીંદમાં ખલેલ પહોંચાડવા માંગે છે પણ,તે બેશુદ્ધની જેમ ઊંઘી જાય છે.

જ્યારે સવાર થાય છે ત્યારે અંશુમન ચાય.... ચાય...ચાય...ના સાદથી ઉઠી જાય છે. અને પોતાની રમોલાને યાદ કરીને હસી પડે છે. કયું સ્ટેશન છે તે જાણ્યાં વગરજ નીચે ઉતરે છે અને જોવે છે તો તે બોમ્બે પહોંચી ગયો હોય છે. થોડા ચા-નાસ્તો કર્યા બાદ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે કોઈ રસ્તો બતાવે ને ત્યાંજ તેને બોમ્બેનું પ્રખ્યાત ગણેશ મંદિર યાદ આવે છે. અંશુમન મંદિરે પહોંચી દર્શન કર્યા બાદ બહાર આવે છે તો તેની મુલકાત એક ટેક્સીવાળા સાથે થાય છે. અને ટેક્સીવાળાને તે પોતાનું નામ અમન બતાવે છે. અને કહે છે.

અમન: 'ભાઈ હું કામ ની શોધમાં ઘર થી દૂર આવ્યો છું. બોમ્બે મારા માટે નવું શહેર છે. જો કોઈ કામ આપના ધ્યાન માં હોય તો બતાવો હું તેને જરૂર થી કરીશ.

ટેક્સી વાળાને અમનના વચનમાં સત્યતા લાગી તેથી તેણે અમન પણભી ટેક્સી ડ્નુંરાઇવરનું કામ અપાવ્યું. આ કામ મેળવી અમનનો જીવન નિર્વાહ ચાલવા લાગ્યો પણ ધ્યેય તો હજુ બાકીજ હતું. ટેક્સી દ્રીવારની એક ઝુંપડીમાં તેને આશરો મળ્યો. હવે,તેનું રૂટિન ગોઠવાઈ ગયું. અમન સવારે ઉઠી ફ્રેશ થઈને ગણેશજી ને યાદ કરી ટેક્સીમાં અગરબત્તી કરતો ગણેશ વંદન કરી પોતાનું કામ શરૂ કરતો. રાત્રે આવી ભોજન બાદ ઝુંપડીમાં જ સુઈ જતો. નાસ્તો ભોજન ક્યારેક ઘર પર થતાં તો ક્યારેક બહારજ પૂર્ણ કરી આવતો. નવા ગામ, નવા કામ ને નવા લોકો સાથે ભળી ગયો હતો છતાં, રમોલાની યાદ તેને હજુ પણ આવતી હતી. થોડાં દિવસ થયાં તે સેટલ થયો અને એક રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે અર્ધ જાગૃત અવસ્થામાં જ તેને રમોલા દેખાઈ જે સ્થિતિમાં તેને છોડી આવ્યો હતો તેજ ડ્રેસ પહેરેલી અને અંશુમન ને દિલાસો આપતી.

રમોલા : 'અંશુમન, હું સમજુ છું તું મને છોડીને શા માટે ભાગી નીકળ્યો ? પણ, આ રીતે કામ કરવાથી તને કોઈ દોષી મળી જશે ? શું તને ખબર છે તે કેવો છે ?કોણ છે અને આ રીતે મને મારવાનું કારણ શું હતું ? તારો ફ્રેન્ડ ખરેખર, શ્રવણ છે અને સારું કર્યું તે એનીજ સહાય લેવાનો વિચાર કર્યો.

બસ, આટલું બોલી ત્યાં તો અમનની આંખો ખુલી ગઈ. સામે આભ માં ટમટમતા તારા હતાં. અમન જાણીજ ના શક્યો કે તેની સાથે શું થઈ રહ્યું છે. શું તે સ્વપ્ન હતું કે પછી એક સત્ય ! પણ, ના મને તો નીંદર આવી જ નથી. કેમકે,પાસેથી પસાર થતી રેલગાડીનો અવાજ તો મેં સાંભળ્યો હતો. હશે,મારો વ્હેમ છે મારા દિમાગમાં રમોલાને મુકીને આવ્યો તેનો આઘાત ખૂબ ઊંડો છે. તેનુંજ આ પરીણામ હશે. ”જય સંકટ મોચન સવાર પાડજો”

આમ બોલીને સુવા જાય છે ત્યારે ફરીથી એજ અવસ્થામાં રમોલા દેખાય છે. અને કહે છે.

રમોલા : 'અંશુમન હું જ છું. તું કેમ સ્વીકારવા તૈયાર નથી ? કદાચ,શરીર નથી એટલે જ ને ?ખુલ્લી આંખે તું મને જોઈ શકશે નહીં. હા, સાંભળી શકશે, અનુભવી શકશે, ગર તું માને તો હું તને આરોપી સુધી પહોંચાડી શકું છું.

અમન હજુ રમોલાને સાંભળવા માંગતો હતો તેથી પૂછે છે 'હા,બોલ તે શખ્સ કોણ છે ?ક્યાંથી આવ્યો હતો અને તને શા માટે મારી?

રમોલા : 'મને માફ કરજે અંશુમન કેમકે, તને કહ્યા વગર જ મેં તારા મિત્ર મનનને આપણા લોકરની વાત કરી હતી. કેમકે, હું તને સરપ્રાઈઝમાં એ બંગલો દેવા માંગતી હતી. મેં મનન ને કહ્યું હતું કે આપણા આવનારા મેરેજ -ડેમાં મારે એ બાંગ્લાના દસ્તાવેજ તને ભેંટ આપવા છે. ઘરેણાંનુ તો શું છે ફરી, મળી જશે. પણ,તને એ બંગલો જોતાંજ ગમી ગયો હતો.આપણે તેની પાસે ઉભા રહી ફોટો પણ પડાવ્યો હતો. મને ખબર હતી અંશુ તું મારા ઘરેણાં એ રીતે વહેંચવા નહિ દે. તેથીજ તારા દોસ્ત મનન ને મેં એક દિવસ ફોન કર્યો.અને લોકરની ઘરેણાંની વાત કરી.કે આ બધાંને બદલે તે બંગલો ખરીદવો છે.'

અંશુમન : (ગુસ્સામાં)' પછી ?'

રમોલા : 'તેણે લોકર જોઈ લીધું બે-ત્રણ દિવસ વાત પણ સારી રીતે કરી અને પછી,એ દિવસે સાંજે આવ્યો કે,

મનન : 'ચાલો,ભાભી તમારું કામ કરી આવીએ. તમે ન આવો તો મને નંબર આપી દો હું જ કરી લઈશ.'

રમોલા : 'આપણે તો આજની વાત પણ નથી થઈ મેં કહ્યું હતું તમને ફોન કરીશ. આમ,અચાનક ! ભાઈ મને બંગલા ના માલીક સાથે મલાવો તો ખરાં !

મનન: 'ભાભી એમાં મળવાનું શું હતું ? હું કિંમત આપીશને એ દસ્તાવેજ.'

રમોલા: 'મને આ સમય યોગ્ય લાગતો નથી. કંઈક ગડબડ થશે તો આ મોટું કામ છે. આમ ઉતાવળે ના કરાય. ને કંઈ વધુ કહું તે પહેલાં તો...'

મનન : 'મને નંબર આપે છે કે નહીં ? મારા બધાં પગલાં ઉતાવળાજ હોય છે. આ તો શું અંશુમનની પત્નિ છો એટલે રાહ જોઈ.'

રમોલા : 'મનન તું એનો દોસ્ત થઈને આવો નીકળીશ તેવી મને કલ્પના પણ નહોતી ચાલ્યો જા અહીંથી હવે તો તને કંઈ નહીં મળે. મેં તમને ફોન પણ કર્યો.તે દિવસે તમે ઘરે જ હતાં. ખબર છે ને ?મને શું કહેતા હતાં ?મને ડિસ્ટર્બ ના કરતી આજે હું મારા ફેવરીટ સોન્ગ સાંભળવા ઉપર મારા રૂમમાં જાઉં છું. જમવાના સમયે જ આવીશ.'

અંશુમન: 'હા,મારી ભૂલ એ થઈ કે સોન્ગ સાંભળવા માટે હેડફોન લગાવ્યા હતાં. વોલિયમ પણ ફાસ્ટ હતો અને તારા માટે જ ગેમનું એક લેવલ આગળ વધવા હું માંગતો હતો. પણ,પછી જ્યારે જોરથી બારી નો અવાજ સંભળાયો ત્યારે થયું કે કંઈક અનિશ્ચિત બન્યું છે. ગોળીનો અવાજ પણ ન આવ્યો !'

રમોલા : 'કેમકે,હું ભી રસોડામાંથી થોડોવાર સોફા પર બેસી અને મનન જોર જબરદસ્તી કરવા લાગ્યો તો રૂમમાં જઈને હું દરવાજો બંધ કરવા ગઈ તો તેણે દરવાજાને ધક્કો માર્યો અને મને ગોળી મારી ભાગી ગયો. તે બોલતો પણ ગયો કે હવે,પોલીસને ફોન કરું તો અંશુમન પણ જાય જેલ માં. લે,જોયું ફક્ત નંબર ના આપવા નું પરીણામ ? ને નીકળી ગયો.'

અંશુમન: 'મનન, હું તમને છોડીશ નહીં.'

રમોલા: 'શાંત,અંશુમન શાંત, તે તને અહીં મુંબઈમાંજ મળી જશે.'

અંશુમન : 'પણ,તને કેમ ખબર ?'

રમોલા: 'અંશુ,દેહની ગતિમાં વાર લાગે છે આત્મા ની નહિ. તારા નીકળ્યા બાદ તેની શોધમાં હું પણ નીકળી અને કારમાં બેસીને તે બોલ્યો.

મનન: 'ચાલો,હવે મુંબઈ ચોર બજારમાં બોસને મળવાનું છે. તે અહીં ચોર બજારમાં કોઈ મુનાફભાઈને મળવા આવ્યો છે. કંઈક, ડીલ કરવાં.' આમ કહીને રમોલા જતી રહે છે.

હવે, અંશુમન શ્રવણને ફોન કરે છે અને રિપોર્ટમાં શું આવ્યું તે પૂછે છે. ત્યારે શ્રવણ કહે છે.

શ્રવણ : 'અંશુમન ગભરાવા ની કોઈ જરૂર નથી કેમકે, ગનમાં લાગેલ ખૂનનો રીપોર્ટ પણ આવ્યો છે જ્યારે તારું બ્લડ ગ્રુપ તો એ છે. ને ફિંગર પ્રિન્ટ કે રજ પણ તારા ઘર કે તારી સાથે મળતાં હોય તેમ નથી. તેથી તું બેફિકર રહેજે.

અંશુમન: 'ઓકે' કહીને વાત પૂરી કરે છે.

ત્યારબાદ અમન પોતાની ટેક્સી લઈને કામ પર ચઢે છે. ને આજે ટેક્સીનો રૂટ ચોરબજાર તરફનો રાખે છે. 3-4 ફેરા બાદ તે હસી-મજાકમાં જ મુનાફભાઈનો એરીયા ક્યાં છે તે જાણી લે છે અને રસ્તામાંજ પોલીસની હેલ્પ માંગે છે આમ મુનાફભાઈને ગિરફતાર કરવામાં આવે છે. તેની પાસેથી મનનની પણ જાણ થાય છે. મનન તેના સબૂત સહિત ગુનેહગાર સાબિત થાય છે. પછી,અંશુમન પરત ઘેર આવે છે. ને સૌથી પહેલાં રમોલાની લાશને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરે છે. અંતિમ વિધિ પુરી થતાં ફરી રમોલાના શબ્દ સંભળાય છે.

રમોલા: 'અંશુમન મને ગર્વ છે તારા પર અને જો આવતા જન્મે હું મનુષ્ય બનું તો તારા જેવો જ વર પામું. એજ ઈશ્વર પાસે આખરી ઈચ્છા છે.'

અંશુમન: 'રમોલા, તું પણ મારા અંત સુધી મારી સાથે જીવંતજ રહીશ. મૃત્યુ બાદ પણ મને આશા આપવાની તારી રીત તે ગુમાવી નહિ. આ જન્મ હું તારો ઋણી રહીશ.'

આમ કહીને અંશુમન રમોલાના રૂમમાંજ નિંદ્રાધીન થાય છે. ને બીજા દિવસે સવારે જ્યારે શ્રવણ તેને મળવા આવે છે ત્યારે અંશુમન પણ રમોલા પાસે જતો રહયો હોય છે. તેના હાથમાં કાગળ હતો જેમાં લખ્યું હતું કે શ્રવણ મારા વારસાના બધાંજ કાગળમાં મેં સહી કરી આપી છે. જેમાંથી 3 ભાગ થશે.

૧. એવા લોકો ને રહેવાની વ્યવસ્થા કરવી જેની પાસે રહેઠાણ નથી.

૨. આરોગ્ય તથા વિકલાંગ માટે

૩. હું જે જગ્યા એ બોમ્બેમાં રહેતો હતો તે લોકોને મદદ મળે.

બાકી,હું મારું ઘર તને સોંપીને જાઉં છું. મને ખબર છે અમારી યાદોને તું સાચવી શકે તેમ છે. અને શ્રવણના હાથે જ અંશુમનને વિદાય અપાય છે. આજે,તેની આપેલ મદદથી ઘણાં લોકોને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. એક “રમોલા નિવાસ“ બની ગયું છે આરોગ્ય વિભાગને નવા મશીનો મળ્યાં છે તથા ટેક્સી ડ્રાઈવર તો અંશુમનને દેવની જેમ પૂજે છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror