Zalak Bhatt

Drama

3  

Zalak Bhatt

Drama

ચાલો, આભના પ્રવાસે - 7

ચાલો, આભના પ્રવાસે - 7

1 min
166


     હા, એ જ અવની જેના નામની ચર્ચા આજ-કાલ થઈ રહી છે. અવની ચતુર્વેદી ફાઇટર જેટ ઉડાવનારી પહેલી ભારતીય મહિલા પાઇલોટ બની. એણે એકલા હાથે મિગ- 21 બાઇસન વિમાન ઉડાવી ને આ કીર્તિમામ સ્થાપિત કર્યો. અવની એ એના માટે ગુજરાત જામનગર એરબેઝથી ઉડાન ભરી અને પહેલીવારમાં જ તેઓ સફળ થયાં.

                   અવની નું બાળપણ મધ્યપ્રદેશ માં રિવા પાસે એક નાનકડા ગામમાં વીત્યું છે. શરૂઆતમાં ભણતર હિન્દી માધ્યમમાં થયું. અવનીના પિતા એન્જીનીયર છે તથા માતા ગૃહિણી છે. તેમના પિતા એ કહ્યું : નાનપણથી જ અવની શાંત સ્વભાવની હતી. તેને શિસ્તમાં રહેવું પસંદ હતું. મને ક્યારેય એવું નથી લાગ્યું કે તેને પાઇલોટ જ બનવું છે.

        તેનો મોટો ભાઈ સેનામાં છે. તો શું પાઇલોટ બનવાની પ્રેરણા તેને મોટા ભાઈ પાસે થી મળી? એના જવાબ માં દિનકર ચતુર્વેદી કહે છે: ગ્રેજ્યુએશન સુધી અવની ને ખબર નહોતી કે તે પાઇલોટ બનવા માંગે છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama