મંગળ દર્શન - 4
મંગળ દર્શન - 4
હવે,રામ-રહિમે પોતાના વિચારો ને પ્રેક્ટિકલ રૂપ આપ્યું.એટલે કે
• પવન ચક્કી
• બોટ
• સ્મોલ રોકેટ
• પંખીના શેઈપમાં કેમેરો
• વનસ્પતિ પર પ્રયોગ
આ બધાં પર વિજ્ઞાન, ખગોળ અને આધ્યાત્મ ને એક કરી ને પ્રયોગ કરવામાં આવ્યો તો તેમણે જોયું કે જ્યાં પાઠ પૂજન કરવામાં આવતું હતું ત્યાંની પવનચક્કી ગતિમાન રહેતી હતી. એ બોટ પાણી માં સરળતાથી વહેતી હતી. રોકેટની સ્પીડની ગતિમાં પણ વધારો થયો તથા વૃક્ષ વનસ્પતિ માં કોઈ વિષેશ દવાના છંટકાવ વગર જ રંગ,રસ,સાઈઝ જરૂર કરતાં વધારે જોવા મળ્યા.આ બધાં પ્રયોગ બાદ તેમણે માન્યું કે આધ્યાત્મ એ વિજ્ઞાન કરતાં આગળનું સ્ટેપ છે. કેમકે, સામાન્ય બાબત થી જોઈએ તો
• મગજ ની ગોળી ખાવી તે પાગલ પનનું સ્ટેપ ગણાય છે પણ, ચંદનનું તિલક કરવાથી એક પ્રાઉડ અને સંતોષ ફીલ થાય છે.
• ઘર માં સવારે લાઈટ કરો તો એ ભાવ ઉત્તપન્ન નથી થતો કે જે એક દીવો કરવાથી થાય છે.
• રૂમ માં સ્પ્રે કરો અને અગરબત્તી કરો તેમાં ખાસ્સો ફેર જોવા મળે છે.
• જો નિત્ય ય
જ્ઞ કરતાં હો તો તો વાત જ શી કરવી?
પણ, આધુનિકરણની જકડમાં પકડાયેલ માનવ મન પરંપરા ને એક જાતનું બંધન માની બેઠો છે. પોતે સ્વતંત્ર છે તેવો દેખાવ કરવા જાય છે આજ ભલે તેણે અગ્નિદાહ માટે આધુનિક ચિતા બનાવી લીધી પણ,એ કેમ ભૂલી બેઠો છે કે તેમાંથી નીકળેલ રાખ એક માટી ના ઘડા માં જ ભરાસે અને એને વિસર્જિત કરવા કોઈ પવિત્ર જળ નો આશ્રય લેવો જ પડશે. એ વિસર્જન માટે પણ એક પરંપરા ને માનતા પંડિત નો આશ્રય લેવો પડશે !
આ રીતે પરંપરા અને પ્રણાલી ને ધ્યાન માં રાખી ને રામ-રહિમે યોગ તથા જ્યોતિષનો આશરો લીધો. દર પૂનમ અને બીજ ને દિવસે તેઓ ચંદ્ર નું ધ્યાન કરતાં. ને એ પણ યોગ્ય મુહૂર્ત માં જ. સૂર્ય નું પ્રથમ કિરણ પડે એટલે અમુક આહુતિ એક જ સ્થાનથી વિશેષ રીતે આપવામાં આવતી. બંનેની યોગ શક્તિ એટલી તો ગાઢ થઈ ગઈ કે હવે, ઘર પર બેઠાં-બેઠાં જ ટેલિફોન ન હોવા છતાં વાત કરી શકતાં હતા. ને પૃથ્વીની બહારની દુનિયા ને તેઓ સૂક્ષ્મ રીતે અનુભવી શકતાં હતાં.
(ક્રમશઃ)