મંગળ દર્શન - 6
મંગળ દર્શન - 6


આ પૂરો પત્ર રામે ફક્ત 5 લીટી માં વિશેષ ભાષામાં લખ્યો હતો. રહીમ ને પોતાના દોસ્ત રામ પર પ્રાઉડ થાય છે. ને તે તરત જ રામ ના દેહની રખવાળી કરવા નીકળે છે. રસ્તા માં જ તે વિજ્ઞાનિકો ને ફોન કરીને રામ ના ઘરે બોલાવે છે. તેના શરીર ને જોઈને વિજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. નિશ્ચેતન થયેલ હોવા છતાં તે દેહની આભા કંઇક જુદી જ હોય છે. રામના રૂમ ને ખોલ્યો ત્યારે તેમાંથી અલગ પ્રકારની સુગંધ આવતી હતી. ને હવાની લહરમાં સૂક્ષ્મ મંત્રની ધ્વનિ સંભળાતી હતી. આ પરિસ્થિતિ વિજ્ઞાનથી પર હતી તેથી તેઓ નતમસ્તક થઇ ગયા. રહીમ ને કહ્યું કે રામ પરત આવે તો અમારો સંપર્ક કરાવજો.
હવે, રહીમ જ્યારે રામનો સંપર્ક કરે છે ત્યારે રામ એક વિશેષ સાધના શીખી ગયો હોય છે અને તે વિજ્ઞાનિકો ને પોતાના રૂમમાં બોલાવે છે. પોતાના દેહની સામે એક પડદો મુકાવી તેના પર પોતાની આંખ વડે જ દરેક વ્યક્તિ અને વસ્તુનો પરિચય આપે છે. એ જ રીતે કે જેમ કોઈ વિડિઓનું પ્રેઝન્ટેશન થતું હોય. જ્યાં સુધી વાત થતી રહી ત્યાં સુધી રામ ના દેહનો શીખા નો ભાગ ચમકતો રહ્યો. આ બધું જોયાં બાદ વિજ્ઞાનિકો ને માનવું પડ્યું કે અધ્યાત્મ અને વિજ્ઞાન બંને પૂરક છે વિરોધી નથી અને આધ્યાત્મ એ વિજ્ઞાનથી આગળ છે. કોમન વર્ડ રિસર્ચ ને પણ સમજીએ તો મતલબ શું થાય? કે જે સર્ચ થયેલ છે તેનું પુનઃશોધીકરણ. આજ રીતે રામ-રહીમ તેના ધ્યેય સુધી પહોંચી ગયાં. રહીમ પૃથ્વી પર રહીને તો રામ મંગળ પર પહોંચી જઈ પોતાની સફળતાના પુરાવા આપે છે.
ત્યારબાદ રામ પોતાના દેહમાં આવવા માંગે છે. મંગળ ના દરેક ઋષિઓ ને પ્રણામ કરી ને પાછો ફરે છે. તે ઋષિઓ પણ રામ ને અમુક મંત્ર આપે છે જે તેને શોધ ક્ષેત્ર માં સહાયક થશે. રામ નું પરત આવવાનું મન તો નહતું પરંતુ, પૃથ્વી અને મંગળના સંબંધ વધારવા માટે તે પરત આવે છે. અને સ્થૂળ દેહમાં આવી પોતાના સ્વજનોને મળે છે. વડીલો, વિજ્ઞાનિકો તથા ખાસ પોતાના મિત્ર રહીમ નો આભાર માને છે.
હવે, રામના રસ્તા પર ચાલનારા ઘણાં જ શિષ્યો રામ ને મળી જાય છે. ને તેઓ ૐ કાર, સ્વસ્તિક, બંસરી, મૃદંગ નાદ તથા પુષ્પની સુગંધથી આગળ વધવાનો પ્રયત્ન કરી મંગળ તથા આગળના ગ્રહોની જાણ કરે છે. અને વિશ્વમાં ભારતીય પરંપરા ને વિજ્ઞાનીક રીતે પણ સર્વશ્રેષ્ઠ સાબિત કરે છે. ત્યારબાદ રીસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા રામ -રહીમ નું સન્માન કરવામાં આવે છે.