Zalak Bhatt

Drama Fantasy

2  

Zalak Bhatt

Drama Fantasy

ચાલો,આભ ના પ્રવાસે - 8

ચાલો,આભ ના પ્રવાસે - 8

1 min
3.1K


  10 અને 12 ની પરીક્ષામાં અવની એ સ્કૂલ માં ટોપ કર્યું હતું. એ પછી એનજીનીયરિંગના ભણતર માટે તેઓ વનસ્થલી ગયાં. 2003માં કલ્પના ચાવલા ના જીવન થી અવની વધુ પ્રભાવિત થઈ.અવની એ તેમનાં વિશે વાંચ્યું ત્યારે પહેલીવાર તેણે મને અંતરીક્ષમાં ઉડાન ભરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અવકાશ યાત્રી કલ્પના ચાવલા ના જીવન થી અવની સૌથી વધુ પ્રભાવિત છે.તેમનો ભાઈ સેના માં હોવાથી સૈનિક નું જીવન પણ તેમણે નજીક થી જોયું છે.દેશ ભક્તિ નો જુસ્સો તેમને તેના ભાઈ પાસે થી જ મળ્યો છે.

        એન્જીનીયર નું ભણતર પૂરું થયાં બાદ અવની એ એરફોર્સ ની ટેકનીકલ સર્વિસ ની પરીક્ષા આપી અને તેમાં પાસ પછી ફાઇટર પાઇલોટ બની ગઈ.આ રીતે ફાઇટર એરકરાફ્ટ ઉડાવનારી પહેલી ભારતીય મહિલા પાઇલોટ અવની ચતુર્વેદી એ ઇતિહાસ રચી દીધો.ફાઇટર પ્લેન ઉડાવવા નો મતલબ છે કે હવે યુદ્ધ જેવી સ્થિતિ માં પણ અવની સુખોઈ જેવા યુદ્ધ વિમાન ઉડાવી શકે છે.વર્ષ 2016 માં અવની સાથે જ ભાવના કાંત આ અને મોહના સિંહ ને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી ત્રણેય ને ફાઇટર પાઇલોટ ની તાલીમ આપવામાં આવી હતી.2016 પહેલાં હવાઈદળ માં મહિલાઓ ને પ્લેન ઉડાવવા ની પરવાનગી ન હતી પરંતુ, પરવાનગી બાદ અવની એ પહેલી મહિલા ફાઇટર પાઇલોટ બન્યાં.

અત્યારે અવની એરફોર્સના જામનગર ના એરબેઝમાં છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama