મંગળ દર્શન -2
મંગળ દર્શન -2


હવે તો બંન્ને નો જીવન કર્મ પણ એક બીજા સાથે રહી ને એક જેવો જ બની જાય છે.
• સવારે સૂર્ય દર્શન
• પ્રાર્થના
• ચા – નાસ્તો
• ટ્યુશન માં ન સમજાતાં પોઇન્ટ
• ડાયરી લેખન
• ટ્યુશન્સ
• ચંદ્ર દર્શન
• આકાશનું ધ્યાન
• શયન
આ રીતે પૂરું રૂટિન ગોઠવાઈ ગયું. અને જો કોઈપણ ભૂલ થાય તો એક-બીજા ને સાવચેત કરતાં. બંનેનો ધ્યેય બ્રહ્માંડમાં પૃથ્વીની બહાર રહેતાં ગ્રહોને મળવાનો હતો. વિજ્ઞાનમાં તો તેઓ આગળ જ હતાં પણ હવે ભાવનાત્મક રીતે આગળ વધવા તેમણે આધ્યાત્મનો સહારો લીધો.અને અઠવાડિયામાં જ એક દિવસ અનશન રાખી તે સમયમાં પોતાના ઇષ્ટ દેવની ઉપાસના કરવાનો સંકલ્પ કર્યો. તે ઉપાસના પણ એક જગા ને એક આસન પર જ થતી હતી. વધુ ગાઈડન્સ માટે રામ ગીતા વાંચતો અને રહીમ કુરાનનો સહારો લેતો. આ રીતે લક્ષ્ય ને ધ્યાનમાં રાખી ને તેઓ આગળ વધ્યા છતાં તેમની આધ્યાત્મની વાત ને વિજ્ઞાનિકો એ હસી માં ઉડાવી દીધી. તેમણે વેદ-પુરાણમાંથી સાબિતી ભી આપી કે તે વખત માં ભારત પાસે પુષ્પક વિમાન હતું, કૌરવો ને ઉત્તપન્ન કરવા નો ફોર્મ્યુલા તથા કૃષ્ણ અને વિધાત્રીનો પ્રસંગ એટલે કે ટ્રાંસ્ફર બેબીની પદ્ધતિ કેટલી સરળ હતી ! વધુ જુઓ તો બાળક ના જન્મ પહેલાં તેના માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના મંત્ર આપેલા છે. પરંતુ, વિજ્ઞાન મત સ્વીકારનારા તેઓ એ ભગત અને ધાર્મિક કહીને તેમને દૂર કર્યા.
(ક્રમશઃ)