STORYMIRROR

Zalak Bhatt

Fantasy Others

3  

Zalak Bhatt

Fantasy Others

ચાલો,આભ ના પ્રવાસે - 8

ચાલો,આભ ના પ્રવાસે - 8

1 min
127

એના જવાબ માં દિનકર ચતુર્વેદી કહે છે:ગ્રેજ્યુએશન સુધી અવની ને ખબર નહોતી કે તે પાઇલોટ બનવા માંગે છે

         10 અને 12 ની પરીક્ષામાં અવની એ સ્કૂલ માં ટોપ કર્યું હતું. એ પછી એનજીનીયરિંગના ભણતર માટે તેઓ વનસ્થલી ગયાં. 2003માં કલ્પના ચાવલાના જીવન થી અવની વધુ પ્રભાવિત થઈ. અવની એ તેમનાં વિશે વાંચ્યું ત્યારે પહેલીવાર તેણે મને અંતરીક્ષ માં ઉડાન ભરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અવકાશ યાત્રી કલ્પના ચાવલાના જીવનથી અવની સૌથી વધુ પ્રભાવિત છે. તેમનો ભાઈ સેના માં હોવાથી સૈનિક નું જીવન પણ તેમણે નજીક થી જોયું છે. દેશ ભક્તિ નો જુસ્સો તેમને તેના ભાઈ પાસેથી જ મળ્યો છે.

        એન્જીનીયર નું ભણતર પૂરું થયાં બાદ અવની એ એરફોર્સ ની ટેકનીકલ સર્વિસ ની પરીક્ષા આપી અને તેમાં પાસ પછી ફાઇટર પાઇલોટ બની ગઈ. આ રીતે ફાઇટર એરકરાફ્ટ ઉડાવનારી પહેલી ભારતીય મહિલા પાઇલોટ અવની ચતુર્વેદી એ ઇતિહાસ રચી દીધો. ફાઇટર પ્લેન ઉડાવવા નો મતલબ છે કે હવે યુદ્ધ જેવી સ્થિતિ માં પણ અવની સુખોઈ જેવા યુદ્ધ વિમાન ઉડાવી શકે છે.વર્ષ 2016 માં અવની સાથે જ ભાવના કાંત આ અને મોહના સિંહ ને આ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી ત્રણેય ને ફાઇટર પાઇલોટ ની તાલીમ આપવામાં આવી હતી. 2016 પહેલાં હવાઈદળ માં મહિલાઓ ને પ્લેન ઉડાવવા ની પરવાનગી ન હતી પરંતુ, પરવાનગી બાદ અવની એ પહેલી મહિલા ફાઇટર પાઇલોટ બન્યાં.

અત્યારે અવની એરફોર્સના જામનગર ના એરબેઝમાં છે.

(ક્રમશઃ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy