મંગળ દર્શન -4
મંગળ દર્શન -4
(આ પાર્ટના લખાણ માટે થોડો ગુગલનો સહારો લીધો છે)
આ બંને મિત્રોના કાર્ય જોઈ કોઈ તેના પર દયા ખાતાં તો કોઈ તેમની હાંસી ઉડાવતાં પણ “સંકલ્પનો કોઈ વિકલ્પ નથી” કહેવામાં આવે છે ને, એ જ રીતે ધ્યાનમાં બેઠેલાં બંને એક સાથે સૂક્ષ્મરૂપે પૃથ્વીથી બહાર, આકાશથી ઉપરની દુનિયામાં પહોંચી ગયાં. જ્યાંથી પૃથ્વી પણ એક ગોળાની માફક દેખાતી હતી. પરંતુ, સંકલ્પમાં સંશય હોવાથી રહીમ પરત સ્થૂળ દેહમાં આવી જાય છે. પણ,રામ દ્રઢતાથી આગળ વધે છે. ને મંગળના લાલ રંગ ને ભેદીને તેમાં પ્રવેશ કરે છે. મનમાં તેને પ્રાર્થના પણ કરે છે કે આપ તો પૃથ્વી પુત્ર છો અને તેમાં રહેલા ગુણ આપમાં હોય તે સમજી શકાય છે. વરાહ અવતારે જ્યારે પૃથ્વીને સમુદ્રમાંથી ઉગારી ત્યારે જ આપ તેમાંથી અલગ થયાં હતાં. હું ફક્ત લોકોને તેની પરંપરા કેટલી ઊંચી છે તે જ સમજાવવા અહીં આવ્યો છું. આમ કહી તે મંગળમાં પ્રવે
શ કરે છે અને જૂએ છે તો આ શું?
આટલા બધાં માનવ કે જે ઋષિ સમાન દેખાય છે! શું અહીં પણ જીવન સંભવ છે? અને ત્યાંના એક ઋષિએ રામને કહ્યું,
ઋષિ :બેટા, તારી જેમ જ એક પ્રયોગ કરી ને અમે અહીં સુધી પહોંચ્યાં છીએ. પણ,પછી પરત જવાનો રસ્તો ન હતો. કેમકે, ઉપર આવતાં જઈએ તેમ સમય પણ ઓછો થતો જાય છે. તને તો જાણ હશે ને કે બ્રહ્માનો એક દિવસ એ આપણી પૃથ્વીના એક વર્ષ સમાન છે. એજ રીતે અમે જ્યારે પરત ગયાં તો અમારા સ્થૂળ દેહને મૃત સમજીને અમારા લોકો એ અગ્નિદાહ આપી દીધો હતો. ભૂલ એ જ થઈ કે અમે અમારી આવી ગતિની તેમને જાણ કરી નહોતી અને વિજ્ઞાનનો પણ આધાર લીધો ન હતો. તેથી અમે સફળ થઈ ને પણ અસફળ જ રહ્યાં. પરંતુ,બેટા, તું ધન્ય છે કે તને વિજ્ઞાન અને આધ્યાત્મ ને મળાવવાનો મોકો મળ્યો. અહીં, તને પૃથ્વી કરતાં જરાં ભારે વાતાવરણ લાગશે. પણ,જો તપબળ હશે તો વાતાવરણ તને અનુકૂળ લાગશે.
(ક્રમશઃ)