મંગળ દર્શન - 5
મંગળ દર્શન - 5


આમ, ભાવનાથી જ એ ઋષિ એ (હોઠ હલાવ્યા વિના) રામ સાથે વાત કરી પછી, સાધનામાં રહેલા અન્ય સાધકોનો પરિચય પણ આપ્યો. કે કોણ ક્યારેને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા છે. રામને આ પરિસ્થિતિ એક સ્વપ્ન જેવી જ લાગતી હતી. પછી, રામ આસનમાં બેસે છે અને પોતાના મિત્ર રહીમનો સંપર્ક કરવા માગે છે.ને રહીમ તેના સંકેતને સમજી શકતો નથી. તે ભ્રમ હશે તેમ માનીને પોતાના કાર્ય માં લાગે છે. મંગળ પર રામને પ્રકૃતિ, વાતાવરણ, પૃથ્વી કરતાં ઘણાં જ શુદ્ધ લાગતાં હતા. થોડાં વખત બાદ ફરીથી રામે રહીમને સંકેત કર્યો. અને આ વખતે રહીમને રામનો અનુભવ થયો કે આ રીતે તો રામ સિવાય મને કોઈ બોલાવતું નથી.
તે દિવસ પૂનમની રાત્રીનો હતો અને રહીમ બહાર આવી ચંદ્રને જોવા લાગ્યો. રામે, રહીમને સમજાવવા માટે આકાશમાં રહેલા વાદળ તથા તારાઓનો સહારો લીધો અને રહીમને કહ્યું કે તારા સૂર્ય અર્ધ્ય અને ધ્યાન સમયે આપણે મળીશું અને અહીંની વાતો કરીશું.
પોતાના મિત્રનો સંપર્ક થતાં રહીમ ખૂબ જ ખુશ થાય છે. ને પછી, સવારે સૂર્ય અર્ધ્ય આપવા અગાશી પર ચઢે છે. મંત્ર બોલીને અર્ધ્ય આપે છે. અને એ મંત્રના તરંગ મંગળ પર પહોંચે છે. ત્યારે રામ તુરંત એક ગીધ નું રૂપ તૈયાર કરી રહીમ પાસે સંદેશ મોકલે છે.
(સૂક્ષ્મ રૂપે આવેલા એ ગીધને રહીમ સિવાય કોઈ જોઈ શકતું નથી)
જે સંદેશમાં લખ્યું હોય છે કે રહીમ હું મંગળ પર સુરક્ષીત પહોંચી ગયો છું. અને અહીં પહોંચીને આપણા જેવાં જ વિચારવાળા ઘણા વિદ્વાનો મળ્યા છે. હા, રહીમ મંગળ પર જીવન છે. ને ખાસ રહીમ એ, કે મારા સ્થૂળ દેહને સાચવવાની જવાબદારી હું તને સોંપુ છું. મારા પરત આવવા સુધી મારા રૂમમાં કોઈ પ્રવેશ ના કરે. એ ધ્યાનમાં રાખજેને આ. પણ 5 દિવસ સુધી કોઈ મારા કક્ષમાં આવવું નહિ એમ કહીને જ હું ઉપર ચઢ્યો હતો. પૃથ્વી કરતાં અહીં રાત-દિવસ લાંબા છે. મંગળ પર જ નહીં દોસ્ત ભાવનાત્મક રીતે જુઓ તો હર ગ્રહ પર જીવન છે. ક્યાંક ફક્ત વૃક્ષ તો ક્યાંક ફક્ત પશુ -પંખીઓ અને બધાની ભાષા પણ અલગ અલગ છે પણ, ભાવનાત્મક રીતે તમે બધા સાથે વાત કરી શકો છો. રહીમ મારા સ્થૂળ શરીરને કોઈ પણ રીતે હલાવવાની કોશીશ કરીશ નહિ હું જે રીતે નીકળ્યો હતો તે જ રીતે પરત આવીશ. એમ મારું માનવું છે.
હા, જો વાત કરવી હોય તો આપણો કોડ ૐ રાખીશું. ૐ ના ઉચ્ચારણથી તું પૃથ્વીની બોર્ડર પર પહોંચી જશે પછી વાત કરીને પરત જતો રહેજે.
રહીમ મારા ઈશ્વરને તારા ખુદાની ખુદાઈ બહુ ન્યારી છે. અહીં પર્વતો પણ સજીવ જેવા ભાસે છે. વૃક્ષો તથા નદીઓની તો વાત જ શી કરવી ! સૂર્ય પ્રકાશ તો અહીં સવાર -સાંજ લાલ રંગ માં જ ડાર્ક અને લાઈટ થાય છે. વળી, જ્વાળામુખી પર્વત હોવાથી અગ્નિ ના અનેક કલર જોવા મળે છે. રહીમ અહીં, સૂર્ય મંડળ નું સૌથી મોટું શિખર આવેલું છે. એ પર્વત હિમાચ્છાદિત જ રહે છે અને આટલું સરળ છે અહીં આવવું છતાં લોકો રોકેટ ના ખર્ચા શા માટે કરે છે? આપણે તેને સમજાવવું પડશે. રહીમ અત્યારે બેઠેલા મારા શરીરનો પરિચય તું વિજ્ઞાનિકોને કરાવ તેનો શું નિર્ણય છે ?પણ, તેને હલવા દેતો નહિ કદાચ, મનની ગતિથી તેઓ આપણી વાતોને માની કે સમજી શકે બસ, હવે તેઓ શું કહે છે તે તું મને જણાવજે.
(ક્રમશઃ)