ચાલો, આભના પ્રવાસે - ૯
ચાલો, આભના પ્રવાસે - ૯
ઇતિહાસ રચ્યાં બાદ પિતા સાથે તેમની વાત નથી થઈ તો પછી અવનીના પિતાને દિકરીના પરાક્રમ વિશે જાણ કઈ રીતે થઈ ? આ સવાલ થતાં જ તેઓ હસતાં; હસતાં કહે છે કે “તમારી જેમ એક મીડિયા કર્મીનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી, જો કે એક દિવસ એ સફળ થશે તેવો મને વિશ્વાસ હતો”
વિચાર માં સંકલ્પને જીવનમાં સાહસ હોય તો આગળ વધનાર ને કોણ રોકી શકે ? અવની અને કલ્પના ફક્ત એકજ નથી તેઓ પ્રેરણા છે, એવી અનેક મહિલાઓ માટે જેઓ પરંપરાની પાઘડી નીચે પોતાના વિચારો તથા ભાવનાઓને જકડી ને બેઠા છે. ખુલ્લા પિંજરામાં પણ માયુસ બેઠેલા પંખીની જેમ આભન
ે બદલે જમીનને જ તાક્યા કરે છે !શું તેમની પાસે પાંખો નથી ?
શું તેમની પાસે આંખો નથી ? ગર, ધારે તો પિંજરા સહિત તેઓ આકાશને અડી શકે છે. જેમ ગામડામાં જન્મેલી અવની એ અડી બતાવ્યું. તેની સામે શું જીવનમાં કોઈ બાધા આવી જ નહીં હોય ? પણ, હર બાધા ને શોભા સમજી તેણે ગળે લગાવી ત્યારે જ એ શીખર પર પહોંચી શકી છે. આ સ્ટોરી વાંચનાર હર મહિલાને નિવેદન છે કે ખુદને ઓળખો અને પોતાનામાં રહેલ કલા, વિજ્ઞાન, વિચારણા,વૈભવને એક નવી દિશા આપો. આમ કરવાથી આપ પ્રથાનો ભંગ નથી કરતાં પરંતુ, તેને નવા રંગમાં રંગવાની કોશીશ કરી રહ્યાં છો.