STORYMIRROR

Tirth Shah

Fantasy

3  

Tirth Shah

Fantasy

પડછાયો

પડછાયો

2 mins
241

એક નાની વાત યાદ આવી. એક વખતે અમે વર્ષાઋતુના સમયે અમે ત્રણ મિત્રો એક વનમાં ફરવા ગયા હતા. એ વન પ્રાકૃતિક હતું તેમજ ગાઢ, અંધકાર ભરેલું અને શાંત હતું. એમાંય અમે વરસાદની ઋતુમાં ગયા એટલે જરા ભાર વધારે હતો.

થયું એવું અમે એક તળાવની પાળે બેઠા હતા. મસ્ત શાંત જળ હતું, વહેતુ પાણી, સુંદર દ્રશ્ય અને ગાઢ જંગલ. બીજા બે મિત્રો ફોટો પાડતા હતા અને હું તળાવની પાળે જઈ આડો પડ્યો. એ બે ફોટો પાડતા ઘણા આગળ નીકળી ગયા હતા અને મને એ કુદરતી ઠંડકમાં ક્યાં ઊંઘ આવી ગઈ એ જાણ રહી નહીં. 

મને એવામાં એક અહેસાસ થયો કોઈ મને બોલાવી રહ્યું છે તેમજ એ મને પ્રેમભર્યા સ્વરમાં બૂમ પાડે છે. મારુ નામ પ્રેમ અને લાગણીથી બોલે છે મને આવકાર આપે છે. મને લાચાર કરે તેવી મૃદુ ભાષામાં મને એની તરફ ખેંચે છે.

 હું કંઈ સમજુ એ પહેલાંજ મને એનો અહેસાસ થાય છે. મને થાય છે એવા મારી જોડે છે અથવા મારી નજીકમાં છે. મારી જોડે આવી રહી છે અને મને હમણાં બોલાવશે. એ વિચારી હું મારી આંખ ખોલું છું ત્યાં......

મારા મિત્રો ગાયબ, ભર રાત્રીનો ગાળો, વરસાદ વરસી ગયા પછીની ટાઢક, એ નીરવ શાંતિ, માત્ર અંધકાર અને શાંતિપૂર્ણ વાતાવરણ. એવામાં પેલી સ્ત્રીનો અવાજ વધુ ગાઢ બને છે અને જોતજોતામાં મારી નજર સામે પડછાયો આવે છે. એ પડછાયો વધુ નજીક આવે છે અને એકાએક એ મારી નજીક આવે છે. હું તેની નજીક જાઉં છું અને એ અંધારું મને ભાવવિભોર કરી નાંખે છે.

એ પડછાયો મારી સામે વિશાળ કાયા બનાવે છે અને હું મંત્રમુગ્ધ બની તેની પાછળ જાઉં છું. સમય જતાં એ આગળ અને હું પાછળ......

એ તળાવની પાળે મિત્ર કહે છે " ભાઈ ઊભો થા રાત થવાની તૈયારી છે "

હું ઝબકી જાઉં છું. મને એકદમ ફરી એજ અવાજ આવે છે. મારા મિત્રો આગળ ચાલે છે ત્યારે મને તેમની જોડે એજ પડછાયો દેખાય છે. 

એજ પડછાયો અને એજ અવાજ..............

તો એ હતું કોણ ? પડછાયો કે પછી એ નકારાત્મક શક્તિ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy