Manishaben Jadav

Tragedy Inspirational

4.6  

Manishaben Jadav

Tragedy Inspirational

પારકી જણી

પારકી જણી

1 min
132


રેખા અને ગીતા બંને બે વર્ષ પછી મળી હતી. બાળપણની મીઠી યાદો વાગોળતી. સુખ દુઃખની વાત કરતી હતી. રેખાના લગ્ન જીવનને બે વર્ષ પૂર્ણ થયા છે. ગીતાના લગ્ન નક્કી થયા છે. આજે બંને બાળપણની યાદોમાં દિવસ પસાર કરે છે.

તેના લગ્ન નક્કી થયા એ મોટા ઘરના માણસો હતા.

પછી તો બંને સખીઓ લગ્નની તૈયારીમાં લાગી ગઈ. ખરીદી કરી. મહેંદીની રસમ ને સંગીતની મહેફિલ જામી. સૌ સગાવ્હાલા આવી ગયા. ઘર સજાવટ કરી. આંગણાને ફૂલોથી શણગાર્યું.

 આવી મોટા ઘરની જાન રે

સખીઓ સૌ ફૂલડે વધાવો

ઘોડાપૂર સવાર થઈને વરરાજા

વધૂને લેવા આવ્યા રે...

 ગીતાના ધામધૂમથી લગ્ન પૂર્ણ થયા. વિદાયની રસમ પૂર્ણ થઈ. ગીતાના ઘરનું આંગણું આજ સૂનું રે થયું. ગીતાનું ધામધૂમથી સ્વાગત થયું. કંકુના પગલાં. કળશ વિધિ પૂર્ણ થઈ. સૌ ખુશ હતા.

બીજા દિવસની સવાર થઈ. સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ઘરમાં સૌ એકબીજાનો ખ્યાલ રાખતા. પણ ગીતા તો જાણે એકલી પડી ગઈ. ઘરમાં બે નણંદ અને સાસુ ગીતા સાથે પરાયા જેવું જ વર્તન કરે.

ક્યાંય જવું હોય તો તેને મૂકીને નીકળી જાય. ગીતા હંમેશા એકલી પડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy