Jaydip Bharoliya

Drama

3  

Jaydip Bharoliya

Drama

પારેવડું (દીકરી વહાલનો દરિયો)

પારેવડું (દીકરી વહાલનો દરિયો)

5 mins
8.4K


કહેવાય છે કે સો કુળ તારે એ દીકરો..પરંતુ એ સો કુળ તારનાર ને જન્મ આપે એ છે એક દીકરી, એક માં. તમે આ સ્ટોરી વાંચવાની શરૂઆત કરો એ પૂર્વે જણાવૂં છું કે કદાચ અધવચ્ચે વાંચતા વાંચતા આ સ્ટોરી નિરસ બની જાય પરંતુ આ સ્ટોરી વાંચવા માટે તમારો રસ જણવાય રહે તેનો પુરે પુરો પ્રયત્ન કરીશ અને વધુમાં વધુ પ્રયત્ન કરીશ કે આ સ્ટોરી તમારી નજર સમક્ષ એક જીવંત ચિત્ર ઉભુ કરે જેથી સ્ટોરીમાં આવતાં દરેક ભાવને, લાગણીઓને તમે દિલથી સ્પર્શ કરી શકો અને સ્ટોરીમાં આવતાં પ્રસંગોને તમારાં માતા-પિતા, ભાઈ-બહેન, દીકરી અને પરિવાર સાથે વહેંચી શકો........

લગભગ સવારના સાત વાગ્યા હશે! કુકડો કુકડે કુ....કરી ચુક્યો હતો. લીલા અને ઘનઘોર વૃક્ષોમાં ચકલીઓનું ચી....ચી.... કાગડાઓનું...કા....કા.......અને તેનાથી પણ વિશેષ એક સુંદર મજાનો અવાજ આવી રહ્યો હતો ત્યાં આજુબાજુમાં રહેલાં લોકોનાં દિલને આ અવાજ સ્પર્શ કરી અને એક આનંદની લાગણી ફેલાવી રહ્યો હતો. આ અવાજ હતો કોયલનો જે વૃક્ષની સૌથી ઉંચી ડાળી પર બેસીને લોકોના મન મોહી રહી હતી.આ વૃક્ષ હતું વડનું. વડ પર ટેટાં પણ હતાં અને વૃક્ષની પાછળ ખળખળ વહેતી નદી હતી. જ્યારે આ વૃક્ષની બાજુમાં થોડેજ દુર આ વૃક્ષ અને નદીની શોભા વધારનારું દેવોના દેવ મહાદેવનું મંદિર પણ હતું. મંદિરની ટોચ પર લાલ ધજા ફરકતી હતી અને મંદિરનાં પગથિયાં ચડવાનાં પુરાં થાય ત્યાં મહાદેવનાં વાહન પોઠીયાંની સ્થાપ્ના કરવામાં આવી હતી. જેનાં લલાટ પર એક લાલ તીલક હતું મંદિરમાં બીલકુલ વચ્ચે ઉપરની બાજુએ શંકુકાર ઘુમ્મટ હતું. જેમાં ચાર ખુણે ચાર મોટાં ઘંટ અને ચાર ઘંટની મધ્યમાં એક નાની ઘંટડી રહેલી હતી અને મંદીરની અંદર ભગવાન મહાદેવની મૂર્તિ અને શિવલીંગ સ્થાપિત હતાં.

જય મહાદેવ.....એમ બોલીને ભાવનાબહેન મંદિરના પ્રથમ પગથિયાંને મહાદેવના ચરણ માની સ્પર્શ કરે છે અને એક પછી એક પગથિયાં ચડી ઉપર આવે છે અને પોતાના જમણાં હાથ વડે મંદીરમાં મધ્યમાં રહેલી ઘંટડી વગાડે છે ઘંટડી વાગતાની સાથે જ મંદિરના દરેક ખુણામાં એક મધુર સંગીત ફેલાય જાય છે. ભાવનાબહેનના ડાબા હથની હથેળીમાં પુજાની થાળી હોય છે તેઓ ભગવાન મહાદેવની પુજા કરી કેટલાંય વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે મહાદેવની સામે પોતાનો ડાબો અને જમણો બંને હાથ ભેગા કરીને મહાદેવ પાસે આશિર્વાદની માંગણી કરે છે.

હે મહાદેવ...મારા દીકરાની ધર્મપત્ની માં બનવાની છે અને હું દાદી, આર્શીવાદ આપો કે હૂં એક પૌત્રની દાદી બનું.

અચાનક તેમની બાજુમાં શંકરલાલ પણ પ્રગટ થઈ જાય છે. ( ભાવનાબહેનના પતિ)

હે મહાદેવ.....થોડાં સમયમાં હૂં દાદા બનવાનો છું દીકરાનો જન્મ થાય કે દીકરીનો અવતાર આપવો એ તમારાં હાથમાં છે. હે ઈશ્ર્વર બસ એટલાં આર્શીવાદ આપો કે મારાં ઘરમાં હંમેશા સૂખ, શાંતી અને રોનક ફેલાતી રહે.

***

ભાવનાબહેન અને શંકરલાલ પટેલ પરીવારના આદર્શ અને વડીલ. સૂરત શહેરમાં આવેલૂં એક નાનકડું ત્રણ માળનું ઘર. જે માત્ર ઈંટો અને સીમેન્ટ થી બનાવવામાં આવેલૂં હોય તેને મકાન કહેવાય પરંતુ જ્યાં આ બંનેની સાથે વડીલોનું માન સન્માન, આદર્શ વીચારો, પ્રેમની લાગણી, મર્યાદા, સુખ સમૃદ્ધી અને એકબીજાના વીચારોને સમજવાની લાગણીનું સીંચન થયેલૂં હોય તેને ઘર કહેવાય. આ ઘરની બહાર દરવાજાની ઉપરની બાજુએ મોટાં અક્ષરોમાં લખાવવામાં આવ્યું હતું. " વહાલનો દરીયો ". જ્યારે શંકરલાલ પોતાના ધર્મપત્ની ભાવનાબહૈનની સાથે સુરતમાં પહેલીવાર રહેવા માટે આવ્યાં ત્યારે તેમનો દીકરો જયેશ લગભગ દોઢવર્ષનો હતો અને જયેશ પ્રત્યેના પ્રેમને કારણે આ ઘરના દરવાજા પર વહાલનો દરીયો લખાવવામાં આવ્યું હતું.

***

ભાવનાબહેન અને શંકરલાલ મહાદેવના મંદિરેથી ઘરે પાછા ફરે છે તેમના દીકરા જયેશને સુરતમાં ઈલેટ્રોનીક્સ વસ્તુઓનો શોરુમ હતો. જેનાથી તેમના ઘર રૂપિયાની કોઈ કમી ન હતી અને શોરુમ પણ માતા-પિતાના આશીર્વાદથી ચાલ્યા કરે.

પટેલ પરીવારમાં માત્ર ચાર સદસ્ય ભાવનાબહેન, શંકરલાલ, જયેશભાઈ અને વૈશાલીબહેન. વૈશાલીબહેન એટલે જયેશભાઈના ધર્મપત્ની. જેમના ગર્ભમાં એક નાનકડાં બાળનું પોષણ થઈ રહ્યૂં હતું. અંદાજીત રાત્રીના સાડા અગીયાર વાગ્યા હશે અને વૈશાલીબહેનને પ્રસુતિની પીડા ચાલૂ થાય છે. રાત્રીના સાડા અગીયાર વાગ્યા હતા એટલે ઘરનાં દરેક લોકો સુઈ ગયા હતાં. વૈશાલીબહેનનો અવાજ સાંભળીને બાજુમાં જ સુતેલાં જયેશભાઈ જાગી જાય છે

શું થયૂં વૈશાલી.....? મમ્મી પપ્પા જલ્દી આવો જયેશભાઈએ જોરથી બુમ પાડી.

જયેશભાઈનો અવાજ સાંભળી ભાવનાબહેન અને શંકરલાલ તરત જાગી જાય છે અને જયેશભાઈના રૂમમાં પહોંચે છે.

શું થયું દીકરા....? કેમ મોડી રાત્રે જગાડ્યા......? ભાવનાબહેને કહ્યૂં.

મમ્મી વૈશાલીને પીડા થાય છે આપણે જલ્દી હોસ્પીટલ જવું પડશે........જયેશભાઈએ કહ્યૂં.

હા દીકરા આપણે અત્યારે જ હોસ્પીટલ જઈએ તું ડ્રાઈવરને ગાડી તૈયાર રાખવા માટે કહે.

જયેશભાઈ ડ્રાઈવરને ફોન કરી ગાડી તૈયાર રાખવા માટે કહે છે અને તરત જ જયેશભાઈ વૈશાલીબહેનને ગાડી પાસે લઈ આવે છે પરંતુ ગાડી હજી તૈયાર ન હતી.

અરે યાર ગાડી ચાલુ કર......જયેશભાઈએ કહ્યૂં.

સર ગાડીમાં પંચર છે ટાયર બદલતાં પણ ઓછામાં ઓછી પંદર મિનીટ થશે.......ડ્રાઈવરે કહ્યૂં.

અરે તો બહારથી બીજા કોઈ વાહનની વ્યવસ્થા કર જલ્દી.........જયેશભાઈએ કહ્યું.

ઓકે સર. એમ કહી ડ્રાઈવર બહારથી બીજું વાહન શોધી લાવવા માટે જાય છે........

મમ્મી તમે વૈશાલીનું ધ્યાન રાખજો હું જલ્દી કોઈ વાહન શોધી લાવું છું........જયેશભાઈએ કહ્યું.

જયેશભાઈના ઘરથી થોડેજ દુર એક રીક્ષાવાળો ઉભો હતો તેને બોલાવી લાવે છે.

મમ્મી હું વૈશાલીને લઈને હોસ્પીટલ પહોંચુ છું ડ્રાઈવર આવે એટલે તમે પણ હોસ્પીટલ આવી જજો.

જયેશભાઈ વૈશાલીબહેનને લઇને હોસ્પીટલ પહોંચે છે તેમણે રસ્તામાં ફોન પર જ પોતાની એપોઈન્મેન્ટ બુક કરાવી હતી એટલે હોસ્પિટલની બહાર પેશન્ટને વાહનથી ઓપરેશન રૂમ સુધી લઈ જવાની સંપુર્ણ તૈયારી થઈ ચુકી હતી. વૈશાલીબહેનને બેડસાઈકલ પર સુવરાવી ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવે છે. જયેશભાઈએ આ કેસ વીશે અગાઉથી જ ડો.શીલ્પા પટેલને જાણ કરી દીધી હતી. જેવો એમ.બી.બી.એસ. ડી.જી.ઓ હતાં.( સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી અને સ્ર્તીરોગનાં નીષ્ણાંત હતાં. ).

ડો.શીલ્પા પટેલ જયેશભાઈને ધીરજ રાખવાનું આશ્ર્વાસન આપીને ઓપરેશન રૂમની અંદર દાખલ થાય છે તેમનાં ગયાં પછી ઓપરેશન રૂમનાં દરવાજાની ઉપર રહેલી લાલ લાઈટ ચાલું થાય છે. રૂમની બહાર આકુળવ્યાકુળ જયેશભાઈ આમ તેમ આટાં મારે છે અને ડોક્ટરના આવવાની રાહ જોવે છે.

ઓપરેશન રૂમની અંદર ડોક્ટરે પોતાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. એકબાજુ દિવાલ પર પ્રોજેક્ટરનો પડદો લગાવવામાં આવ્યો હતો. વૈશાલીબહેનના ગર્ભમાં રહેલાં બાળકની દરેક પ્રતીક્રીયા એ પડદાં પર આધુનીક મશીનોને કારણે જોઈ શકાતી હતી. ડોક્ટર બધાં રીપોર્ટ તૈયાર કરે છે અને થોડીવાર પછી ઓપરેશન રૂમનો દરવાજો ખુલે છે અને ડોક્ટર બહાર આવે છે એટલે તરત તેમની રાહ જોઈ રહેલાં જયેશભાઈ પુછે છે.

ડોક્ટર શું થયૂં વૈશાલી ઠીક તોછે ને...?

...


Rate this content
Log in

Similar gujarati story from Drama