Leena Vachhrajani

Tragedy Inspirational Thriller

4  

Leena Vachhrajani

Tragedy Inspirational Thriller

પાપા સુપરમેન

પાપા સુપરમેન

1 min
329


છેલ્લી કિમોથેરેપી માટે દાખલ કરાયેલા રેહાનને દર વખતની જેમ વિશ્વાસ હતો કે પાપા સુપરમેન છે એટલે મને કાંઈ તકલીફ નહીં પડવા દે.

ડ્રીપ ચાલુ થઈ અને પંદર મિનિટમાં રેહાનને વધુ તકલીફ થવા માંડી. “પાપા પાપા..”એણે બૂમો પાડવા માંડી.

માનવ એનો હાથ પકડીને પંપાળતા રહ્યા અને કહેતા રહ્યા,“રેહુ, રેહુ હું છું ને ! તને કાંઈ નહીં થાય હોં !”

“પાપા મારે બાઈક પર બેસીને આંટો મારવો છે.”

“હા બેટા, હું તને લાંબો આંટો મારવા લઈ જઈશ. આપણે બે બીચ પર તને ભાવતી કુલ્ફી ખાઈશું. મજા કરીશું.”

અને નજર સામે અંધારું છવાતું જતું હતું એ અંધકારમાં રેહાન પાપા સાથે બાઈક પર રાઈડ પર જવાનાં સપનાં વાગોળતો શાંત થઈ ગયો.

બે દિવસ બાદ માનવ અસ્થિકળશને લઈને બાઈક પર નીકળ્યા. બીચ પર પહોંચીને સજળ નેત્રે વ્હાલસોયાના નામે ત્યાં બેઠેલા દરેક માંગણને કુલ્ફી વહેંચીને સાગરના ફીણવાળાં મોજાં સાથે રેહુને જરાય તકલીફ ન પડે એમ વહાવીને વિદાય આપી.

કિનારે બેસીને માનવ ભાંગી પડ્યા..“અરેરે ! હું સુપરમેન તો શું પાપા પણ સાબિત ન થયો..”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy