Rita Macwan

Horror

3  

Rita Macwan

Horror

પાનખર માં ખીલી વસંત...

પાનખર માં ખીલી વસંત...

1 min
370


માનવ અને અમીના લગ્ન ને ૩૨ વરસ થયા. આજે એમની લગ્નતિથિ હતી. માનવે વહેલા ઊઠી ચા બનાવીને બે કપ ચા લઈ બેડરૂમમાં આવ્યો. ટીપોય પર ચા મૂકી. અમી પાસે જઈ તેના માંથે હાથ ફેરવ્યો ને કપાળ પર ચુંબન કરી કાનમાં કહ્યું, "હેપી મેરેજ એનીવર્સરી" બંધ આંખે જ અમી બોલી, 'સેમ ટુ યુ ડિયર.' કહી માનવને આલિંગન આપ્યું.


માનવે કહ્યું, 'મેડમ ચા રેડી છે, ઉઠો.' 'અરે માનવ, તે ચા બનાવી.' અને બન્ને જણા ચા પીને બહાર લોનમાં બેઠા.

માનવે કહ્યું, 'અમી, ચાલ આજના દિવસને ખાસ બનાવીએ.' અમી બોલી, 'માનવ, હવે આ ઉંમરે શું નાટક કરવાના. અડધી જીંદગી તો પૂરી થયી ગઈ.' એટલામાં માનવનો દોસ્ત અમર આવી પહોંચ્યો. ને બન્નેને વિશ કરીને બોલ્યો, 'ભાભી, આ પાનખરનો ખરો આનંદ ઉઠાવો. જવાબદારી પૂરી કરીને હવે તમે તમારા માટે જીવો.'


અમીએ કહ્યું, 'પચાસી વટાવીને આધેડ ઉંમરે પહોંચ્યા પછી પાનખર આવી જાય એટલે પીળા પર્ણો ખરી પડે.' આવું બોલી અમી માનવના દોસ્ત અમર માટે ચા બનાવવા જવા લાગી. માનવે તેનો હાથ પકડી કહ્યું, 'અમી, આપણે આપણા પ્રેમથી ઉછરેલા તરુવરને ભૂતકાળની યાદોથી શણગારીને આ "પાનખર"ને એક ફાગણથી ફોરમતા વસંતનું નામ આપી બાકીની જિંદગીને વાસંતી વાયરાની જેમ જીવી લેવી જોઈએ. ચાલ, ખરવા દે પાનખરને.'


તું તો મારી "વહાલની વસંત" કહી અમીને ભેટી પડ્યો. અમી તો જાણે લજામણીની છોડ બની ગઈ. માનવ નામના એક વૃક્ષને અમી નામની વેલ વીંટળાઈ વળી.


Rate this content
Log in

Similar gujarati story from Horror