પાગલ
પાગલ


પાગલખાનામાં પણ તે બસ આમજ હાલરડું સંભળાવી ને દીકરાને સુવડાવી દેતી. પરિવારજનો તો તેને 'પાગલ' સમજીને અહીં મૂકી તેમની ફરજ બજાવી તેને ભૂલીજ ગયા હતા.
એક દિવસે તેણે ઘોડિયું ખાલી જોયું. તે બેબાકળી થઈ. દિકરો ઘોડિયામાંથી ક્યાંક ચાલ્યો ગયો તેમ સમજીને તકનો લાભ લઈ પાગલખાનાની બહાર નીકળી ગઈ. બહારની દુનિયાથી તે બીલકુલ બેખબર હતી. બધે એકજ વાત સાંભળવા મળે 'બહારથી છોકરા ચોરનારી ગેંગ શહેરમાં ફરી રહી છે.' આવા માહોલ વચ્ચે તે રસ્તે રઝળપાટ કરી રહી હતી ત્યાં દૂર નાનું છોકરું તેની નજરે પડ્યું. તે દોડીને તેને પકડવા માટે જાય છે!
'મારો… મારો… છોકરા ચોરનારી…!' ટોળું તેના પર બેરહેમીથી તૂટી પડે છે ને થોડી વારમાં તો જે લાલચે તે પાગલખાનાથી બહાર નીકળી હતી તે લાડકા પાસે 'મારો લાલ...!' બોલતા..!