Leena Vachhrajani

Tragedy Inspirational Thriller

3  

Leena Vachhrajani

Tragedy Inspirational Thriller

ઓફર

ઓફર

1 min
339


માઇનસ ટેમ્પરેચરમાંય મારી હથેળીમાં પરસેવો વળી ગયો.

“આવી ગરમાગરમ ઓફર!”

થોડી વાર શ્વાસ અધ્ધર થઈ ગયો.

“હવે?”


માનસ બોર્ડર પર પેટ્રોલિંગ વખતે અચાનક એ મારા હાથમાં એક ચબરખી પકડાવીને સફેદ ચાદરમાં ગાયબ થઈ ગયો. મેં ખોલી તો એક નંબર હતો. થોડી આતુરતા અને ઘણી બધી તાલાવેલી સાથે મેં એ નંબર ડાયલ કર્યો.

સામેથી રેકોર્ડેડ મેસેજ સંભળાયો જે સાંભળીને મારા હાથપગમાં ગરમાવો ફેલાઈ ગયો.


આવતી કાલે બરાબર આ જ સમયે દેશના કેટલાક અત્યંત ગોપનીય દસ્તાવેજ જો હું એમને હેન્ડઓવર કરું તો મારી જીંદગી અબજોમાં આળોટશે. આવી આકરી નોકરી કરવાની મારા સહિત મારી સાત પેઢીઓને જરુર નહીં પડે.


એક તરફ મારી જીંદગી અને બીજી તરફ દેશના અબજો માસુમની જીંદગી.. આખી રાત મનોમંથન ચાલ્યું.

“આમ તો મનેય બાદશાહી જીંદગી જીવવાનો હક તો ખરો ને!

પણ.. પછી?”


સવારે સૂરજના પ્રથમ કિરણ સાથે મનમાં પણ પ્રકાશ પથરાયો. સાંજના સમાચારની હેડલાઇનમાં માનસ, બોર્ડર પર ચાર આતંકવાદીઓના ઠાર મરાયાના મુખ્ય સમાચાર હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy