Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Drama Tragedy

2  

Bhavna Bhatt

Drama Tragedy

ઓછાયો

ઓછાયો

3 mins
294


મારા અસ્તિત્વ પર છે, નાનપણથી પડેલા ઓછાયો. નાની ઉમર માં જિંદગીના ખેલ આ આંખો એ બહુ જોઈ લીધા છે. અને માટે જ પ્યાર નહીં કરવો એવો દ્રઢ નિશ્ચય કરી લીધો છે.

અજય અમદાવાદથી સુરત એનાં ભાઈબંધ દિપકનાં અતિ આગ્રહ ને માન આપીને એનાં મામા ને ઘેર સુરત ની ઉત્તરાયણ માણવા જાય છે. દિપક નાં મામા જીતેશભાઇ અને મામી ખુબ જ સરસ અને સાલસ સ્વભાવના હોય છે...જીતેશ મામા નિઃસંતાન હોય છે એમને એમના ભાણેજડા ખુબ જ વહાલાં છે..ઉત્તરાયણ ના દિવસે અજય અને દિપક ધાબે ચડે છે.આખું સુરત જાણે હિલોળે ચડ્યું હોય એવું લાગતું હતું.અમદાવાદ કરતાં પણ સુરત ની ઉત્તરાયણની ઉજવણીનો માહોલ કંઈક અલગ જ હતો. સુરતીઓ નો એક અનોખો અંદાજ હતો.આજુબાજુના ધાબા પર પણ પતંગ રસિયાઓ જ હતાં.એ કાપ્યો છે... એ કાટા.. સુરતની બોલી ના રણકાર સંભળાતા હતા.અજય ની પતંગ કપાઈ અને પાછળ ના ધાબેથી એક મધૂર સ્ત્રી સ્વર સંભળાયો .. એ કાપીયો છે.. રે..અજયે પાછળ ફરીને નજર કરી આખું ધાબું ભરચક્ક હતું.પણ જેણે પતંગ કાપી એ રૂપરૂપના અંબાર એક યુવતી હતી જે હજુ પણ ચિચિયારીઓ પાડી રહી હતી.

અજય ને હવે પતંગ ચગાવવા કરતાં એ યુવતી માં રસ જાગ્યો..એણે દિપક ને કહ્યું કે આ કોણ છે.દિપક કહે મામા ના સોસાયટી ના ભાઈબંધ છે એમની દીકરી સેજલ છે.

અજય કહે આપણે એ ધાબે જઈ શકીએ ?દિપક કહે જરૂર.મામા ને લીધે મને બધાં અહીં ઓળખે છે.ચલ ત્યાં જઈએ.બન્ને ફિરકી અને પતંગો લઈને નીચે ઉતર્યા અને મામા ને કહ્યું કે પાછળ ના ઘરે જઈએ છીએ.

મામા કહે, સારું. પણ ધ્યાન રાખજો..આ અમદાવાદ નથી હો ભાણા.

દિપક કહે હા મામા. અજય અને દિપક ઉપર ધાબે ગયા. અને એકબીજા નો પરિચય મેળવ્યો. સેજલ નો હાથ પકડી ને અજય ઉભો રહી ગયો. સેજલે હાથ છોડાવી કહ્યું આ મજનૂગીરી અહીં નહીં ચાલે મિસ્ટર. જો દમ હોય તો પતંગ કાપવાની હરિફાઈ કરો. અજય કહે આ દોરી કાચી છે. અને સેજલ કુમારી. તમારા જેટલી અમારામાં ક્યાં આવડત છે તો તમારી સાથે પતંગ ની પેચ કાપવાની હરિફાઈ માં ઉતરું. સેજલ કહે. અરે. અરે. તમે તો અમદાવાદ ના થઈને હથિયાર નાંખી દીધા. આમ એકબીજા ની મજાક, મશ્કરી કરતાં. ઉત્તરાયણ ના બે દિવસ કેમ જતાં રહ્યાં એ ખબર ના પડી..

જતાં પહેલાં અજય સેજલ ને મળ્યો અને કહ્યું કે.. હૈયાની વાત આજે હોઠ પર લાવવા માગું છું, ઘણા સંકોચ પછી આ હિંમત કરવા માગું છું આંખો તો કયારનીય બોલી ચુકી છેં પણ...આતો અભિવ્યકિત છે માત્ર મારા શબ્દોની બસ કહેવું મારે એટલું જ કે..હા હું તને ચાહું છું.. તને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરી જિંદગી ગુજારવાની તમન્ના છે. સેજલ કહે. સોરી. પણ પ્રેમ કરવાની મનાઈ છે.. ખાલી દોસ્તી. અજય કહે કારણ. સેજલ કહે મને નાનપણથી મારાં મમ્મી-પપ્પા નાં ઝઘડા જોઈ જોઈને પ્રેમ નામના શબ્દથી નફરત છે. એ લોકો એ વડીલો ની સહમતી વગર લગ્ન કર્યા અને ભાગીને સુરત આવી વસીયા. મારાં નાનપણનો ઓછાયો મને શાંતિ લેવા દેતો નથી. મારાં મમ્મી-પપ્પા નાં પ્રેમ લગ્ન જ હતાં પણ મારાં જન્મ પછી શું થયું કે એ બે જેટલો સમય ઘરમાં હોય ઝઘડતાં જ હોય. હું સહમી જતી. રડતી.. પણ એ બન્ને ને કોઈ ફર્ક ના પડતો. એમનાં આવાં વર્તનથી હું ગભરાયેલી રહેતી.

થોડી મોટી થઈ અને જોયું તો. પપ્પા ને ઓફિસમાં સાથે કામ કરતાં સહકર્મચારી સાથે પ્રેમ થઈ ગયો. અને મમ્મી ને ખબર પડી રાત્રે ખુબ ઝઘડો થયો. મારામારી અને તોડફોડ. છૂટી વસ્તુઓ નાં ઘા. હું જાગી ગઈ.. મેં રડતાં રડતાં એ બન્ને ને સમજાવ્યું પણ કોણ સમજે.

આ દિવસ પછી તો મમ્મી પણ બદલાઈ ગઈ અને એને પણ એનાં સ્ટાફ ના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. હવે હું આ પ્રેમ નામના શબ્દથી જ નફરત કરું છું.

અજય કહે પણ હું તને બિલકુલ દુઃખી નહીં કરું. તું હા કહી દે..સેજલ કહે એકવાર નહીં પણ મારી હજાર વાર ના છે.પ્રેમ કરવાની મનાઈ છે..તને દોસ્તી મંજૂર હોય તો હાથ લંબાવ.નહીં તો ઉત્તરાયણ માં પતંગ ચગાવવાની મજા આવી એ જિંદગીભર યાદ રહેશે.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Drama