ઓ દયાળુ દાદા
ઓ દયાળુ દાદા


આ માનવ અવતાર વ્યર્થ જઇ રહ્યો છે. ઘણું બધું જાણ્યું કે પાપ શું ? પુણ્ય શું? પરભવ શું? કર્મ શું? પણ આ બધું જાણીને ફૂલો પર પથ્થર ના ભાર જેવું થઈ ગયું. જરા પણ આચરણમાં નથી આવ્યું. ફક્ત જ્ઞાનનો ભાર કરી લીધો છે. અને જ્ઞાની હોવાનો આડંબર આવી ગયો છે... થોડુંક તો આચરણમાં આવે એવી કૃપા કરો દયાળુ હનુમાન દાદા..
આ આયુષ્ય ક્યારે પૂરું થશે એની ખબર નથી. આમને આમ જો પૂરું થયું તો અનંત ભવોમાં એક નો વધારો ગણાશે. ઓછામાં ઓછું એટલું તો સત્ત્વ પ્રગટાવ પ્રભુ કે સંત નહીં પણ સેવક તો બનું... અને સાચી સેવા કરી ને પરિવાર ને પણ તમારો મહિમાં સમજાવી શકું.
આ માનવ અવતાર તમે આપ્યો હતો પુરપાટ દોડવા માટે. અને માણસાઈ ના દીપ પ્રગટાવવા માટે પણ દોડવું તો શું હું ચાલી પણ નહીં અને માણાસાઈ ભૂલી મારી સંસાર ધર્મ ને ના સંભાળી ભૂલો કરી.. હું મારી દુનિયામાં મસ્ત રહી અને હું પ્રમાદી પોતાની જગ્યાએથી ઉભી પણ ના થઈ... શું થશે હવે મારું?
આટલું સત્ત્વ આપો પ્રભુ કે આ ભવ તમારા માર્ગે આવવા માટે એક પગથિયું ચઢ્યા જેવો તો થાય. નહીંતર ૮૪ ના ફેરા માં એક નગણ્ય ભવ જ ગણાશે.
આવતા ભાવોમાં તમારા માર્ગે ચાલવું છે એનું સત્ત્વ, અને સાચી ભક્તિ પ્રગટાવવા માટેની થોડી સાધના તો અહીથી ચાલુ થાય અને પરિવાર, કુટુંબ ને પણ સમજાવું એટલી કૃપા તો મુજ પામર પર કરો દાદા !