kiranben sharma

Tragedy Inspirational

4.0  

kiranben sharma

Tragedy Inspirational

નયન જયોતિ

નયન જયોતિ

2 mins
341


જયોતિ ખૂબ જ ખૂબસૂરત અને ઘાટીલી, તેની આંખો જાણે મૃગનયની, સુંદરતાની મૂર્તિ જેવી, તેનો અવાજ મીઠી-મધુરી કોયલના ટહુકા જેવો. 

જયોતિ કોલેજનાં પ્રથમ વર્ષમાં આવી. મીના અને જયોતિ એકબીજાનો હાથ પકડીને, વાતો કરતાં ચાલી રહ્યાં હતાં. બંને કોઈ વાત પર ખડખડાટ હસી પડ્યાં. મીના ક્યારેક ચાલતા ચાલતા જ્યોતિને ટોકતી હતી, હાથ પકડી આગળ પાછળ કરતી હતી. 

દૂર બેઠો બેઠો નયન ક્યારનો આ બંને બહેનપણીઓને જોઈ રહ્યો હતો. તેને જ્યોતિ જોતાં જ ગમી ગઈ. જ્યોતિ જાણે તેના દિલ પર ટકોરા મારતી હોય તેમ લાગ્યું. નયનને જાણે તેની જિંદગીની તલાશ પૂરી થઈ હોય તેમ લાગ્યું. તે જ્યોતિ અને મીના સાથે સાચી દોસ્તી કરવાના ઈરાદાથી ઉઠ્યો અને જે બાજુથી જ્યોતિ આવતી હતી, તે બાજુ ગયો. જાણી જોઈને નાચતો કૂદતો અને બૂમો પાડતો તે જ્યોતિ સાથે અથડાયો. અચાનક ધક્કાથી જ્યોતિ પડી ગઈ. તેની આંખો પરથી ચશ્મા પડી ગયાં. તે હાથથી ચશ્મા શોધવા લાગી.  

નયને આ જોયું, તે સમજી ગયો કે જ્યોતિ આંખોથી જોઈ શકતી નથી. તેણે ધીમે રહીને ટેકો આપી જયોતિને ઊભી કરી, અને ચશ્મા પહેરાવ્યાં, જ્યોતિએ આભાર માન્યો અને મીના સાથે તેના ક્લાસમાં ગઈ. 

નયનનું મગજ ચકરાવે ચઢી ગયું, તેને વારંવાર જ્યોતિનાં કાજળ ભર્યા નયન દેખાતાં હતાં. નયન બોલ્યો ," પ્રભુ ! આ કેવો મજાક કર્યો ? જયોતિને આટલી બધી સુંદર બનાવી, તેની આંખો જાણે હમણાં બોલી ઊઠશે. અણીયારી ભૂરી આંખો, તેમાં પાતળું કાજલ લગાવેલું, પટ પટ ઊંચી નીચી કરતી પાંપણ, કઈ કેટલાય સપનાઓ સજાવી રાખ્યા હોય તેમ લાગતું હતું. " તેનું મગજ તેને કહે, " તું હવે પાછો ફરી જા, જ્યોતિ જેવી આંધળી છોકરી, તારા કામની નથી." જ્યારે મન કહેતું , " એમાં જ્યોતિનો શું વાંક ? કુદરતે તેને સુંદર આંખો આપી છે. હું તેનાં કાજળ ભર્યા નયન બનીશ. મારી આંખોથી દુનિયા બતાવીશ. તેના સપનાઓને સાકાર કરી બતાવીશ, આજે ભલે તેની સુંદર આંખોમાં પાતળું કાજલ લગાવેલું, સજાવેલું હોય, પણ હવેથી મારો પ્રેમ, મારું નામ, તેની આંખોમાં સમજાવીશ. હું તેને સાચો નયન જ્યોતિ બની બતાવીશ."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy