kiranben sharma

Tragedy Inspirational

4.0  

kiranben sharma

Tragedy Inspirational

નયન ચક્ષુ

નયન ચક્ષુ

2 mins
226


ઇન્ડિયન નેવીમાં જોડાવા અમદાવાદનો ગોરો, ઊંચો, વાંકડિયા વાળવાળો, જોતાં જ ગમી જાય તેવો ગુજરાતી યુવાન નયન ચેન્નાઇ આવ્યો.

નયન ચેન્નાઈમાં આવ્યો ત્યાં બાજુમાં જ ચક્ષુ ( ૨૩ વર્ષની યુવતી) માતા-પિતા સાથે રહેતી, નયને ચક્ષુને બોલતા સાંભળી નહીં, તે ચૂપચાપ બસ પોતાની દુનિયામાં ખોવાયેલી લાગતી, નયને પરિવાર સાથે વાતચીત કરી સંબંધ વધાર્યો. ઘરે આવતાં જતાં માતાએ જણાવ્યું કે જ્યારે ચક્ષુ 12 વર્ષની હતી ત્યારે શાળાએ જતાં કેટલાક નરાધમો તેને ઉપાડી સામૂહિક બળાત્કાર કર્યો ! ત્યારથી તેની વાચા જતી રહી, હાદસામાંથી તો માતા-પિતાએ બહાર કાઢી, પણ તેનો અવાજ પાછો લાવી શક્યા નથી. ચક્ષુની વિગત જાણી નયનને દુઃખ થયું. તેણે આશ્વાસન આપ્યું કે તે ચક્ષુ માટે પ્રયત્ન કરશે. 

ધીરે ધીરે નયને ચક્ષુ સાથે દોસ્તી કરી, પહેલા તો ચક્ષુ કોઈ પુરુષ સામે જોતી નહોતી, નયનમાં તેને વિશ્વાસ બેઠો. આથી તેની સામે હસતી, ઇશારાથી બોલતી. 

 નયને એક દિવસ ચક્ષુને પાસે બેસાડી, સમજાવી કે," તારી સાથે બનેલ બનાવને ભૂલી નવું જીવન જીવ. તારો એમાં કોઈ વાંક નથી. તારા મૌન શબ્દને હું સમજી શકીશ. હૈયાનાં ઊંડાણમાં પડેલા પ્રેમનાં 'મૌન તણા મોતી' મને થોડા આપ. તારા ચક્ષુ વાટે મૌનની ભાષા સમજીશ. હું તને ચાહું છું. તેથી મૌન તણાં મોતી પણ સમજીશ. ભૂતકાળને ભૂલી મારી સાથે આગળ વધ. ડગલેને પગલે ગંદા સમાજમાં આવા રાક્ષસો મળશે, હિંમત કરી આગળ વધ. તારો વાંક નથી, ને મને કોઈ વાંધો નથી. તારી મૌન વાણીને ખુલ્લા મનથી ચક્ષુ દ્વારા બહાર આવવા દે, હું એ મૌન તણાં મોતીને ઝીલી લઇશ. આપણે બંને 'નયન ચક્ષુ' બની એકબીજાનો સહારો બનીએ."

ચક્ષુની આંખમાંથી કૃતજ્ઞતાનાં મૌન તણાં મોતી સરી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy