નવો વળાંક
નવો વળાંક
ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આવું પણ બનશે. હંમેશા પોતાની મોજમાં રહેતી નિત્યા આજ ગુમસુમ બની જશે ! ઉદાસ ચહેરે બેઠેલી નિત્યાને જોઈ એની મા બોલી,
"નિત્યા, શું તું ખુશ નથી કે તારો પતિ એકદમ સારો થઈ ગયો અને મોતના મુખમાંથી પણ બહાર નીકળી ગયો ? "
"ખૂબ ખુશ છું પણ હું મોતના મુખમાં જાઉં છું ! મારાં નાનકડા દિવ્યાશને સંભાળજે."
"એટલે ? તું આ શું કહી રહી છો? "
"પતિના પ્રાણ બચાવવાં દેરવટુ વાળવાનો અને એના સંતાન સુખ માટેનું વચન આપ્યા પછી સસરાજીએ એમના ઓપરેશન માટે વ્યવસ્થા કરી હતી."
" આટલી હદે કોઈ માણસ કેમ જઈ શકે છે."
"આ તો રિવાજોના બંધનો હજી પણ છૂટ્યા નથી. ક્યાંક જીવતે જીવ ભોગ લે છે. "
આટલું બોલતા તે હોસ્પિટલના પગથિયે ઢડી પડી. સીડીયો પરથી નીચે પડી અને સસરાના પગ પાસે એનો મૃત દેહ પહોંચ્યો !
નિત્યા એક સામાજિક કાર્યકર હતી. આત્મહત્યાની તદ્દન વિરોધી. આજ એજ કોઈ નવો જ વળાંક લઈ ચુકી હતી !
