Manishaben Jadav

Fantasy Inspirational

4.7  

Manishaben Jadav

Fantasy Inspirational

નવી વહુનું સ્વાગત

નવી વહુનું સ્વાગત

2 mins
427


વિશાલ કહે," અરે.. અરે.. રાજભાઈ આટલી ઉતાવળે ક્યાં ચાલ્યા ? જરા થોભો તો ખરા !.."

 રાજ કહે," વિશાલ ઉતાવળની તું વાત જ ન પૂછ. હમણાં તો ખૂબ કામમાં વ્યસ્ત છું. તને ખબર નથી શું ? મારા નાનાભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે. બસ બધા એની તૈયારીમાં લાગ્યા છે." 

વિશાલ કહે," ઓહ ! એવું છે. મને તો ખબર જ નથી. તો જ એટલી ઉતાવળમાં ભાગ્યા એમને. ક્યાં લગ્ન નક્કી કર્યા છે ભાઈના ? શું કરે છે નાની વહુ. અમને આમંત્રણ તો આપજો લગ્નમાં આવવાનું. અમે સૌ ખુશીમાં ભાગીદારી નોધાવશું."

 રાજ કહે, " અરે, વિશાલ એવું કહેવાનું હોય. આપ સૌનું આગમન થાય અને અમારો પ્રસંગ શોભી ઊઠે." ચાલો ત્યારે મળીએ ફરી..."

રાજના પરિવારમાં તેની પત્ની રીના, તેના માતા-પિતા, એક બહેન સુશીલા અને નાનોભાઈ કૌશિક રહેતા હતા. આજ કૌશિકના લગ્નની તૈયારીઓ ચાલુ છે. આખું કુટુંબ ભેગું હતું. સૌ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. ઘરમાં એક નવાં સભ્યના આવવાની ખુશી છે.

"આવ્યો પ્રસંગ ખુશીનો આજે

સંગીતની રમઝટ જામી છે આજે

ખુશીના તાલે સૌએ આજ નાચે

સૌના સહકારથી પ્રસંગ દીપી ઊઠે."

કૌશિકના લગ્ન વિજાપુર ગામની મોહનશેઠની દીકરી વિણા સાથે નક્કી કર્યા હતા. વિણા એક ડાહી અને હોશિયાર છોકરી છે. તેણે બી.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. સંસ્કારી અને શિક્ષિત છે. 

 રાજની પત્ની રીના જાણતી હતી કે, માતા-પિતાનું ઘર છોડીને ચાલી આવવું કંઈ સહેલું નથી. જ્યાં બાળપણથી લઈને આભાર વર્ષ વિતાવ્યા હોય એને એમ એક ક્ષણમાં ભૂલી જવું શક્ય નથી. એને નવા પરિવારમાં ભળતા થોડો સમય લાગે. પ્રેમ અને સાથની અપેક્ષા હોય.

એના આગમન અને સ્વાગતની તૈયારી કરી. લગ્નની તમામ રસમ પૂર્ણ થઈ. વિણાની વિદાય થઈ. નવાં ઘેર કુમકુમ પગલાં થયાં. નવી વહુના આગમનની ખુશી સૌના ચહેરા પર દેખાતી હતી. આજ વિણાની પસંદની બધી વાનગીઓ બનાવવામાં આવી. તેને એકલું ન લાગે તેનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો.

"નવી વહુનું થયું ઘેર આગમન

ખુશીઓથી પાવન થયું આંગણ." 

ઘરની વહુ એ તો લક્ષ્મીનો અવતાર. જે ઘર થાય તિરસ્કાર દીકરી અને વહુનાં તે ઘર ચોક્કસ જાય નર્કને દ્વાર.

પણ આ તો સંસ્કાર, સંપતિ અને વિદ્યાનો ત્રિવેણી સંગમ. અહીં તો વહુની પૂજા થાય. એનો ખ્યાલ સૌ વિશેષ રાખે. વિણાને સેટ થતાં જરાય વાર ન લાગી. તે બધાં સાથે સાકરની જેમ ભળી ગઈ. વિણા જેવું સાસરિયું દરેક દીકરીને મળે તો કોઈ દીકરી દુઃખી ન થાય.

 વિણાએ હસતા સ્વરે કહ્યું,

"મૈયર મારું લાખનું

સાસરિયું સવા લાખનું."


Rate this content
Log in

Similar gujarati story from Fantasy