STORYMIRROR

kiranben sharma

Fantasy Inspirational

3  

kiranben sharma

Fantasy Inspirational

નવી શરદપૂનમ

નવી શરદપૂનમ

2 mins
317

"અમી ! ક્યારની ચણિયાચોળીનો પથારો કરીને બેઠી છે ? ક્યારે તૈયાર થઈશ ? " અમી, મમ્મીના અવાજથી વિચારોમાંથી જાગી, જલ્દીથી સફેદ લાલ કલરવાળી ચણિયાચોળી પસંદ કરી પહેર્યા.

 આજે આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો. શીતળ ચાંદની તેના સફેદ કિરણો વિખેરી રહી હતી. સફેદ લાલ રંગમાં અમી ખૂબ જ સુંદર દેખાતી હતી.

મમ્મી તેને લઈને શરદપૂર્ણિમા નિમિત્તે રાખેલ ગરબા આયોજનમાં આવી, અમી બધાની સાથે વાતો કરતી હસતી બોલતી, જોનારને લાગે ના કે ખાલી અભિનય કરતી હશે, વારંવાર તેની આંખના ખૂણાં ભરાઈ આવતાં, તેને સિફતથી હસીને લૂછી લેતી.

અમી નયનને કોઈની નજર લાગી, આઠ વર્ષ પહેલાં કોલેજમાં છેલ્લા વર્ષે શરદપૂનમની રાતે, બંને પંખીડા પોતાની મસ્તીમાં બાઈક પર જતાં હતાં.

નયનને મસ્તી સૂઝી, ઊભો થઈને બાઈક પર બૂમો પાડવા લાગ્યો.." આઈ લવ યુ અમી ! તું મારી જિંદગી છે, તું મારી ધડકન છે," 

રસ્તો સૂનો હતો, વાહનવ્યવહાર ન હતો, અચાનક એક ટ્રક આવીને નયનની બાઈકને ટક્કર મારી. નયનને માથામાં ખૂબ વાગ્યું, અમી ! અમી ! બોલતા જ તે મૃત્યુ પામ્યો, અમી બેભાન થઈ ગઈ હતી. બંનેના હાથ એકબીજાનાં હાથમાં હતાં. અમી પાંચ દિવસે ભાનમાં આવી, ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. 

શરદપૂનમે અમીને ગોઝારી ઘટનાની યાદ સળવળી ઊઠી.

 નયન ગયાને આઠ વર્ષ થયાં, મમ્મીની સમજાવટથી તેણે મયંકને જોયો, અદલ નયન લાગ્યો, સામે નયન જ ઊભો હોય, એને વિશ્વાસ ન બેઠો, ધારીને જોતા થોડો ફેર લાગ્યો, બે ઘડી તો મન મગજ ચકરાવે ચઢી ગયું. મયંકને અમી જોતાં જ ગમી ગઈ. 

નયન જેવો જ મયંક લાગતો હોવાથી,અમીએ લગ્ન માટે હા પાડી. ચાંદનીનાં કિરણો અમી અને મયંક પર પોતાનો આશીર્વાદ વરસાવી રહ્યાં, અમીએ નયન વિશે બધી વાત કરી.

મયંકે કહ્યું " મારામાં તને નયન દેખાય તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ. જે વ્યક્તિ હયાત નથી તેની મને અદેખાઈ પણ ના આવે. હું તને જરૂર નયન કરતાં વધુ પ્રેમ આપીશ, દિલથી મને સ્વીકારવા મજબૂર કરીશ. હું હંમેશા ખીલેલા ચાંદની જેમ તને ચાંદનીથી નવડાવતો રહીશ. આવ નવી શરદપૂનમ ઉજવીએ. "

અમી શરમાઈ ગઈ, નવી શરદપૂનમની ઉજવણી પર મયંક સાથે મન મૂકીને ગરબા ગાયા, નવા જીવનની શરૂઆત કરી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy