Tirth Shah

Drama Fantasy Inspirational

4.3  

Tirth Shah

Drama Fantasy Inspirational

નસીબ

નસીબ

2 mins
275


એ રાત્રે બારીની બહાર મેં ખરતો તારો જોયો અને મનમાં હિન્દી ફિલ્મોમાં જેમ બતાવે તેમ મેં ઈચ્છા માંગી..

" મારા ઘર ના તમામ દુઃખ દૂર થાય "

અને બારીની બહાર જોઉં ત્યાં સુધી માં એક આડી લીટી વાદળમાં જોવા મળી અને તારો ખરી ગયો..

આપણે તો સૂઈ ગયા અને બીજા દિવસે મારા ઘરની બહાર કોઈ ગિફ્ટ મૂકી ગયું. જોયું તો એમાં એક કુપન હતી.

તે કુપન " લકી વિનર " એવું લખ્યું હતું અને નીચે કોડ હતો. જે કોડ ને મેં તરત જ સ્ક્રેચ કર્યો અને આપેલા નંબર સાથે સરખાવ્યો અને ....................

ત્યાં જ મારા ઘરમાંથી રાડ આવી, એ કુપન હું બાજુમાં મૂકીને એ રૂમ તરફ દોડ્યો. જોયું તો અમારા ઘરના વડીલ નીચે પડી ગયા હતા અને તેમની ઉપર કોઈ ધારદાર વાસણ પડ્યું હતું.

હવે એ કુપન મારા મગજમાંથી નીકળી ગઈ અને અમે તેમને દવાખાને લઈ ગયા અને પછી એજ દિનચર્યા રહી..

કુપન એજ જગ્યા પર પડી રહી, અને ઘરે આવેલા મહેમાનની નાની બાળકી કુપન જોડે રમવા લાગી અને ....

    ગેમ ઓવર ! અમે મોડી સાંજે ઘરે આવ્યા, સવારનો થાક અને દવાખાનાની દોડાદોડ...

પછી રાત્રે આડો પડ્યો અને સવારની ઘટના બધી યાદ કરવા લાગ્યો ને યાદ આવ્યું " લકી વિનર "

    હું તરત જ દોડ્યો એ ટેબલ આગળ ને જોયું તો, મારી કુપન નહીં અને ગઈ ક્યાં ? અને કોણ લઈ જાય ? અને બહુ જ સવાલો મારા દિમાગ માં ઘર કરી ગયા.

  બીજી સવારે, જયારે ઘરનો કચરો કાઢ્યો તેમાં નાના કાગળના ટુકડા મળી આવ્યા અને મને એમાં મારી કુપન મળી આવી.

   હવે, હાથમાં હાથ નાંખીને બેસી રહ્યો.

મારામાં એક મેસેજ આવ્યો

" કોઈ દિવસ કોઈ ઈચ્છા માંગવાથી પૂરી ના થાય, ઈચ્છા ને પુરી કરવા માટે મથવું પડે અને જો આમ માંગવાથી ઈચ્છા પૂરી થાય તો આજે લોકો બસ એક ઈચ્છા જ રાખતા હોય "..............

  આ મેસેજ વાંચ્યો અને મને સમજાયું ...

પછી એજ બપોરે મને વિચાર આવ્યો.

     " એ રાત્રે તારો ખરી ગયો હતો અને મેં તેના પછી મારી ઈચ્છા માંગી હતી માટે મોઢે આવેલો કોળિયો જતો રહ્યો "

મારે ફરી એ બારી આગળ બેસવું પડશે અને ખરતા તારાની રાહ જોવી પડશે. ક્યાંક ફરી તારો મળે અને મારા ઘર ના દુઃખ દૂર થાય અને ફરી એવી કોઈ કુપન મળે..............

પણ, આ તારાનું ખરું છે ! સાલો કુપન આપી ગયો ને જીતાડી ગયો અને છેલ્લે મને છેતરી ગયો.

એટલે જ ખરતો તારો છે, ગમે ત્યાં ખરી જાય......................

પણ, કોણ મને કુપન આપી ગયો હશે ?

કામ કરો અને મહેનત કરો પણ આમ હાથ પર હાથ ધરીને બેસી ના રહેવાય........

આવા ઘણા તારા આવ્યા અને ગયા પણ જિંદગીનો તારો ક્યારેય ખર્યો નહીં ...........

હશે ! નસીબની બલિહારી.


Rate this content
Log in

Similar gujarati story from Drama