નફરતનો સહેલાબ - 3
નફરતનો સહેલાબ - 3


તારા આ નફરતની તબાહી દેખવાની આતુરતાએ મારે મોતને પણ ચકમો આપવો પડ્યો. તેની સાથે સંતાકૂકડી રમવી પડી. પણ તારા કહેલા શબ્દો જાણે મને જ જતાવવા માટે તે અંદરથી બીજા માણસને જગાડીને કરેલા કૃત્યને હું શું નામ આપું? હું ફક્ત તને સાચા માર્ગે લઇ જવા માંગતી હતી. તને નફરતની પણ પેલે પાર ના સફરમાં નવી દુનિયા બતાવવા માંગતી હતી. જે વાતને વીતે પણ વર્ષો ના વર્ષો થઇ ગયા. છતાં તારા દિલોદિમાગ થી અત્યાર સુધી તું ત્યાં જ અટકાયેલો છે. તને કેવી રીતે સમજાવવું કે તું આ વાત તારા મગજમાંથી નીકળી દે. જો દુનિયા બદલાઈ ગઈ. રીત - રિવાજો બદલાઈ ગયા. લોક
ોના વિચારોમાં સુધાર આવ્યો.
મને યાદ છે ત્યાં સુધી તું જ એ વ્યક્તિ છે. જેને મને મારી લાગણીઓથી પરે કરાવી મને દુનિયાને નવી નજરથી દેખતા શીખવી. મને જીવવાની નવી દિશા બતાવી. ચહેરા પર સ્મિતની રેખાઓ રચાવી. પ્રેમની પરિભાષા શીખવી. તો પછી આજે તું કેમ આવી નફરતની આગમાં આગબબુલો થઈને તારી પાસે જે વ્યક્તિ છે એને અનદેખી કરીને જેનું કોઈ વાસ્તવિકતા નથી તેના માટે તું એક એક સેકન્ડ, મિનિટ, કલાક, સવાર-સાંજ, દિવસ-રાત, મહિનો, વર્ષો સુધી તેની કડવી યાદોમાં બીજાને ભષ્મ કરે છે.