નફરતનો સહેલાબ - 2
નફરતનો સહેલાબ - 2
તને જો નફરત હોય કોઈનાથી તો તે નફરત નો એહસાસ તેને જ કરાવજે. પછી એવુ ના થાય કે તારી આ નફરતમાં તારા પોતાના જ સ્વજનો નફરતની આગમાં ભસ્મ થઇ જાય. તું નફરત કરજે. એ તો હક છે તારો. પણ એટલી જ નફરત કરજે કે તું જાતે સહન કરી શકે. તું પોતાની નફરતને તેના પર કરેલી નફરત થી કાબુ મેળવતા પહેલા શીખજે. પછી એવુ ના થાય કે નફરત નો સબંધ નિભાવતા નિભાવતા તું પોતાનાથી જ નફરત કરી બેસે.
તારામાં આવેલા આ પરિવર્તન ને જાણવા હું ખુબ જ આતુર છું. મારી આ આતુરતા નો કોઈ જવાબ તો તું આપજે. કે પછી એવુ ના થાય કે આ ઇંતજાર ની રાહ દેખવામાં જ મારે આ દુનિયાથી બીજી દુનિયા સુધીની સફર કરવી પડે. પણ, મારે તારામાં આવેલા આ પરિવર્તન નો જવાબ તો જાણવો જ છે. પછી ભલે મારે બીજો જનમ લેવો પડતો. હું તૈયાર છું તેની માટે પણ.