નંદનવન
નંદનવન
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
સ્વપ્ન દરેક વ્યક્તિ જોતી જ હોય. પણ હું જેમ જેમ મોટી થતી ગઈ એમ મને લાગવા લાગ્યું કે મારે મોટા નથી થવું. મને તો મારૂ બાળપણ જ ગમતું હતું. મોટા થયા પછી પણ મને બાળકો સાથે જ રમવું ગમતું. તેથી મને સ્વપ્નમાં પણ લાગતું કે હું બાળકો સાથે રમુ છું. બાગમાં જઈ ફૂલો પર બેઠેલા પતંગિયા પકડું છું. ચગડોળમાં બેસું છું. જયારે હું એસએસસી સારા ટકા સાથે પાસ થઈ ત્યારે મેં કહી દીધું કે હું પીટીસી કરીશ. કારણકે મારે નાના બાળકો સાથે રહેવું છે.
મારા લગ્નની વાત ચાલતી હતી ત્યારે મેં કહી દીધું કે મારે સંયુક્ત કુટુંબમાં જ લગ્ન કરવા છે કે જયાં બહુ જ બાળકો હોય કદાચ પૈસા ઓછા હશે તો ચાલશે. મને એવુ ઘર મળી પ
ણ ગયું. એ દરમ્યાન મને બાલમંદિરમાં નોકરી પણ મળી ગઈ.
બાળકો ને લઇ ને હું જયારે બાગમાં જઉ ત્યારે મને લાગતું કે મેં જે સ્વપ્ન જોયું એ મુજબ જ થઈ રહ્યું છે. નાનપણમાં વાંચેલું કે સ્વર્ગના બગીચાનું નામ નંદનવન છે.
નંદનવનમાં માત્ર પુષ્પો જ હોય જયારે મારી સાથે તો બે જાતના પુષ્પો હતા. પુષ્પો સાથે નાના બાળકોની નિર્દોષતા, તેમનું મુક્ત હાસ્ય જે હું સ્વપ્નમાં માણી રહી હતી. એ જોયેલું સ્વપ્ન બિલકુલ સાચુ પડ્યુ હતું. હું તો મારી જીંદગી બાળકો સાથે જ વિતાવી રહી છું અને ખુશ પણ છું કે મારી કલ્પના મુજબ હું મારા વાસ્તવિક જીવનમાં જીવી રહી છું.
એક સ્વપ્ન સાચું પડ્યું.