Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

ansh khimatvi

Romance Crime


3  

ansh khimatvi

Romance Crime


નકાબ - અધૂરી પ્રેમ કહાની

નકાબ - અધૂરી પ્રેમ કહાની

4 mins 232 4 mins 232

હાય, એ ય હેલ્લો મેમ..... વિકીએ પગની ચાલ ઉતાવળી કરી. પેલી અનજાન છોકરીને વાત કરવા ઘણી બૂમો પાડી પણ છોકરી ઝડપભેર બસમાં ચડી ગઈ. અને આજે પણ વિકી છોકરી સાથે વાત કરવામાં નિષ્ફળ ગયો. પણ હતાશ જરાયે નહોતો થયો. આ પહેલી વાર જ મોકો નહોંતો ખોયો પણ વિકીનો આજે આ સાતમો પ્રયત્ન હતો કે એ છોકરી સાથે વાર્તાલાપ થાય. અને એ વાર્તાલાપ આગળ જાય.પણ આવો મોકો ક્યારેય હાથ આવ્યો ન હતો.વિકી ફરી હાથ નવરા કરી જતી બસને જોતો રહી ગયો. અને બસ થોડીવારમાં વિલીન થઈ ગઈ. 

વિકીએ ફક્ત એની આંખોજ જોઈ હતી. જ્યારે પહેલી વાર બસની રાહ જોઈ ઉભી ત્યારે થોડે ક દૂર એની સામે એ ઉભો હતો ને એ આંખોથી મોહી ગયો હતો.બસ ત્યારથી એ એની સાથે વાત કરવા તલપાપડ થતો હતો. ખબર નહિ કેમ પણ એને જોતા એવું લાગ્યું કે જાણે જન્મોજન્મનો કોઈ નાતો હોય. વિકી એના વગર ડિસ્ટર્બ થવા લાગ્યો. વિકીનું મન હવે એનાજ વિચારોમાં ચકડોળે ફર્યા કરતું હતું. ક્યારેક ક્યારેક એકલો એકલો એનો વિચારોમાં ખોવાઈ જતો. ક્યારેક મુખ પર મીઠી મુસ્કાન આવી જતી. આજે એક મહિનો વીતી ગયો હતો. પણ એ છોકરી એને ક્યારેય મળી નહોતી. તો આજે એવું નક્કી કર્યું કે આજે જોબ કરવા જવું જ નથી. ગમે તે કરીને એ છોકરીને મળવું છે. એનો ચાંદ સરીખો ચહેરો મારે જોવો છે.અને પછી મારા મનની વાત કહી જ દઉં. નહીતો કોણ જાણે કોઈ એને પોતાની બનાવી લેશે. 

સવારે આઠ વાગ્યા હતા. અને આજે એ વહેલો આવી ગયો હતો. પેલી નકાબ પહેરેલી છોકરી પણ દૂરથી આવર્તી દેખાઈ. વિકીના હદયના ધબકારા વધવા લાગ્યા. એ જેમ જેમ પાસે આવતી હતી તેમ તેમ વિકીના હદયના ધબકારા ડબલ થઈ ગયા હતા. એ છોકરી છેક એની સામે આવીને ઉભી રહી. અને બસની રાહ જોવા લાગી. સમય ધીરે ધીરે વીતતો હતો. બસનો સમય પણ થવા આવ્યો હતો. પણ વિકીના હોઠ હજી ખૂલી શક્યા નહોતા. થોડે ક દૂર ઉભા છોકરાઓ અંદરો અંદર વાતો કરતા હતા કે આજે બસ આવવાની નથી. આ સાંભળતા વિકીના દિલમાં હાશકારો થયો. હાશ, જે થયું તે સારું થયું.હવે હું મારી વાત કહી દઉં છું.

વિકીએ હાય હેલોથી વાત શરૂ કરી. અને એને કહ્યું 'હું તને મહિનાથી મળવા માંગતો હતો પણ તમે મળી શક્યા નહિ.'

નકાબ પહેરેલી છોકરી આ બધી વાતો આંખોથી સાંભળતી હતી. કારણ કે એની ફક્ત આંખોજ ખુલી હતી. વિકીએ સીધીજ મનની વાત કહી દીધી, 'આઈ લવ યુ'. સાંભળતાજ છોકરી આશ્ચર્યમાં પડી ગઈ.

'સોરી,હું ઓલરેડી કોઈ બીજાને પ્રેમ કરું છું 'એવું કહેતાજ એની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગ્યા. 'સોરી, યાર' મને ખબર ન હતી,વાત આગળ વધારતા છોકરી બોલી, પણ વર્ષો પહેલા એને મને છોડી દીધી છે. વિકી એ આશ્રર્ય સાથે પ્રશ્ન કર્યો. 'પણ કેમ ?' 'જવા દે ને એ બધી વાત. પણ શું તું મને ચાહે છે ?' વિકી એ હા પાડી, હું તને બહુ ચાહું છું અને તને જીવથી પણ વધારે સાચવીશ. પણ તમારો નકાબ તો ખોલો.' વિકી બોલ્યો.

'શું તું મારા ચહેરાને પ્રેમ કરીશ ? '

'ના,પણ તમારો ચહેરો નહિ બતાવો.'

'હા, પણ શું હું ચહેરો બતાવીશ પછી તું મને પ્રેમ કરીશ ? કદાચ ચહેરો કદરૂપો હશે તો. શું છતાં મને તું ચાહીશ કે પછી સોરી કહીને તારા રસ્તે પડીશ.'

'ના યાર, એવું નથી. તારું નામ તો બતાવ. મારુ નામ રુચા છે.

'નાઈસ' વિકી બોલ્યો.

વિકીના મનમાં તો એક વિચારની તાલાવેલી હતી કે રુચા ક્યારે એનો ચાંદ સરીખો ચહેરો બતાવે. અને આ નકાબમાંથી શીતળ પ્રકાશ રેલાય. રુચા એ છેલ્લી વાર કહ્યું, 'વિકી મારો ચહેરો જોયા પછી તું મને ના તો નહીં કહી દેને !'

'અરે,શું વિચારે છે, આવું !' રુચાએ એના ચાંદ સરીખા કોમળ નાજુક હાથ વડે નકાબની હળવેકથી વર્ષો પહેલા મારેલી ગાંઠ છોડી. હદયના ધબકારા વધી ગયા હતા. આ બાજુ વિકી પણ એટલો તલપાપડ હતો. જેવો રુચાએ નકાબ હટાવ્યો. કે વિકી આંખો ફાડી ને જોતો જ રહી ગયો. વિકીએ મનમાં જે સ્વપ્નો સેવ્યા હતા એ ભાંગીને ભૂકા થઈ ગયા. તાસના પતાની જેમ પ્રેમનો તાજમહલ ક્ષણમાં વિખેરાઈ ગયો. 'આ શું રુચા ! આ હાલત તારી કઈ રીતે અને કોને કરી ? કોણ હતું એ નપાવટ ?' પણ ભીતરમાં એક અલગ જ વિરોધાભાવ ઉત્પન્ન થયો. કે શું હું આની સાથે જિંદગી વિતાવીશ.અરે આ તો ક્યાંય શોભે એવી નથી.... 

રુચા બોલી, 'શું વિચારે છે ? હવે કેમ કઈ બોલતો નથી. ક્યાં ગયો તારો પ્રેમ... મારો ચહેરો જોતા જ ક્યાં ચાલી ગયો બોલ ?'

વિકી હોઠ બીડી ઉભો જ રહી ગયો. વિકી શબ્દ ખોલે એ પહેલાંજ રુચા બોલી, 'સાંભળ આ મારો ચહેરા પર એસિડનો હુમલો કરી કોને કદરૂપો કર્યો એના વિશે તારે નથી જાણવું ?'

'હા,' તૂટક તૂટક વિકીએ જવાબ આપ્યો.

સાંભળ વર્ષો પહેલા તારા જેવા એક સુંદર યુવાનના પ્રેમમા હું પડી હતી. અને સમય જતાં એ જ યુવાને મારી સાથે દગો કર્યો. માત્ર દગોજ નહીં પણ મારી જિંદગી ફરી ક્યારે નવા શ્વાસ લઈ શકે એવી પણ રાખી નહિ. વિકી ભૂતકાળના વિચારોમાં ફસાઈ ગયો. કપાળે પરસેવે રેબઝેબ થવા લાગ્યો. પગ પાછા પડવા લાગ્યા. સમય ભારેખમ લાગવા લાગ્યો. ઠંડો પવન દઝાડવા લાગ્યો. નજરો સંતાડવા લાગ્યો. ધરતી ગોળ ગોળ ફરવા લાગી. આજુ બાજુના દ્રશ્યો વિલીન થવા લાગ્યા. સમય સ્થિર થઈ ગયો. વિકીના મનમાં ભયાનક યુદ્ધ ઊપડ્યું હતું. જે ભૂતકાળમાં હકીકતમાં બની ચુકેલું હતું. શું તું નિધિ છે ? વિકી ધ્રૂજતા સ્વરે બોલ્યો.

રુચા આડું ફરી પગ ઉતાવળા કરી ચાલવાની લાગી. વિકી એ ફરી પ્રશ્ન કર્યો, નિધિ છો ? રુચાનું મન તો ક્યારનુંય હા બોલી ગયું હતું. પણ શબ્દો બહાર નીકળતા નહોતાં. રુચાએ ઘેરા અવાજમાં હા કીધું, 'હા, હું નિધિ ! એજ નિધિ કે જેને વર્ષો પહેલાં દગો મળ્યો હતો અને માત્ર દગો જ નહીં એસિડ એટેક પણ...'


એટલું કહેતા જ નિધિ જિંદગીનો ભાર લઈ નકાબ પહેરી દોડી ગઈ...દૂર દૂર... અને વિકી ભારેખમ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો. નિધિ નિધિ કરતો... વર્ષો જૂનો અપરાધભાવ સેવતો !


Rate this content
Log in

More gujarati story from ansh khimatvi

Similar gujarati story from Romance