STORYMIRROR

ansh khimatvi

Others

3  

ansh khimatvi

Others

હા

હા

1 min
16

' સાહેબ ! આજ તમારે થોડું જૂઠું બોલવાનું છે. '

 શું ? 

'ના હો, હું જૂઠું નહિ બોલું.'

જેનીલનો ચહેરો થોડો ફિકકો અને મુરઝાવા લાગ્યો. 

બોલ વાત શું છે ? 

સાહેબ વાત એમ છે કે તમારે આજ જ્યારે મારા પપ્પા તમારી પાસે આવે ને કહે કે આજ જેનીલને પરીક્ષાના ફોર્મ ભરાય છે એવું પૂછે તો તમારે ' હા ' કહેવાની.

' અલ્યા, હાલ તો વેકેશન પડવાનો ટાઈમ છે પરીક્ષાના ફોર્મ ક્યાંથી ? 

સાહેબની વાત વચ્ચેથી કાપીને ઘેરા અવાજે જેનીલ બોલ્યો,

સાહેબ, ' મારા પપ્પાને માથું દુ:ખે છે અને એમને નોરતા કરેલા છે તો પાછું ખાધું પણ નથી. અને ઉપર એમને જ્યાં કામ ચાલે છે 

ત્યાં કામ પણ ધાબા પર કરવાનું છે એટલે ત્યાં સાહેબ તડકો બહુ પડે છે એટલે આ ગરમીમાં કદાચ એમને ચક્કર બક્કર કે કઈ થાય એટલે.

સાહેબ.... આશ્ચર્ય નજરે બસ જેનીલને જોતા રહ્યા.


Rate this content
Log in