Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

ansh khimatvi

Drama Thriller

3  

ansh khimatvi

Drama Thriller

રહસ્યમય પ્રેમકથા

રહસ્યમય પ્રેમકથા

3 mins
632  આજ ઠંડીએ પોતાનું રૂપ બદલ્યું હતું. ક્યારેય ન પડી હોય, અને છેલ્લા વીસ વીસ વર્ષોનો રેકોર્ડ આજે તોડી નાખ્યો હતો. પાકું મકાન હતું છતાં પણ મયૂરી આખે આખી ધ્રૂજતી હતી. ટાઈલ્સ બરફ જેવી થઈ ગઈ હતી. વાયરો ફોડી નાખે એવો ફૂંકતો હતો. પશુઓ પણ પોતાના અંગોને સંકેલીને જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઇ ગયા હતા. બહાર માણસો પણ ઓછા ફરતા જોવા મળતા હતા.આજે વેપારીઓએ પણ વહેલી દુકાનો બંધ કરી ને પોત પોતાના ઘરમાં ગોઠવાઈ ગયેલા. ઘરડાઓ માટે તો આજે ખૂબ જ કપરો દિવસ હતો અને હા એમાંય હજી તો સાંજ હતી, પણ રાત તો હજી પડવાની બાકી હતી !મયૂરી વિચારતી હતી કે રાતે શુ થશે ?


  મયૂરી જ્યારે પેઢલા પર રોટલી મુકવા આવી ત્યારે એને એક દ્રશ્ય નજરે પડ્યું.એ જોઈ ને એ આખીય લાગણીઓથી કંપી ઉઠી. એના મનમાં દયાના ભાવ ઉભરાવા લાગ્યા. એ દ્રશ્ય જોઈ એને ખૂબ દુઃખ થયું.


એ ઝડપભેર ઘરમાં આવી અને એક કામળો લઈ ને પેલા થર થર કંપતા ભિખારીને આપ્યો. ભીખારીએ કામળો તીવ્રતાથી ઓઢી લીધો. અને પોતાના આખા શરીરને સંકેલી બેસી ગયો. કઈ પણ બોલ્યો નહિ.


પણ મયૂરી સમજતી હતી કે બિચારો કઇ રીતે બોલે, આટલી ઠંડીમાં અને એ પણ ખુલ્લા આકાશની નીચે. બિચારાને ઘર પણ નથી ! અને આવી ગરીબીમાં કઈ રીતે માણસ જીવે તો જીવે !


  મયુરી ગરીબીની ચિંતા કરતી કરતી ઘરમાં ગઈ. હજીયે એના વિચારો શમ્યા નહોતા. એના તો વિચારો પેલા ભિખારીની ચિંતામાં પડ્યા હતા. જમી લીધું. હવે ધીમે ધીમે ઠંડીનો દોર વધતો જતો હતો. મયુરીએ ભગવાનને પ્રાર્થના કરી: હે ભગવાન ! આટલો કોપાયમાન ન થા, થોડી માણસોની પણ ચિંતા કર. સુતા પહેલા એને વિચાર્યું કે પેલા ભિખારી ને કઈ થાય ના !


  આંખો ધીમે ધીમે ઢળી ગઈ... આજે જાણે રાત્રી બહુ લાંબી હતી એવું લાગ્યું. આંખો ખુલી. દરવાજો ખોલી ને બહાર જઈ પેલા ભિખારીને એકવાર જોઈ લઉ, એવું વિચારી ને એને મેઇન દરવાજો ખોલ્યો... ત્યાં તો લોકોનું ટોળું ઉમટેલું જોયુ.. આવતા જતા લોકો વાતો કરતા હતા કે આ આજની રાતની ઠંડી ના કારણે જ થયું છે. કેટલી ઠંડી અને એ પણ આ તો ઘર વગરનો માણસ શુ કરે? બિચારો છોડી જ દે પ્રાણ ! મયૂરી ત્યાં જાય એ પહેલા હવે ભીડ પણ ઓછી થવા લાગી હતી. માણસો ના મુખ પર એકજ વાત ફરતી હતી બસ આ તીવ્ર ઠંડીની...


  મયૂરી પણ શુ કરી શકે બિચારી આમ અજાણ્યા માણસને કઈ રીતે પોતાના ઘરે રાખે. રાખી પણ લો ત પણ એ ઘરે ન હતા એટલે શું કરે બિચારી. અને કઈ રીતે એ કોઈ પર ભરોસો મૂકે...મનમાં અનેક વિચારો ફરતા હતા.


  હવે એ જગ્યા પર ન તો પેલો ભિખારી હતો કે ન લોકોની ભીડ હતી. હતી તો માત્ર મયૂરીની લાગણીઓની વેદના એ દયા .. કેમ જાણે આજે હદય એટલું દુઃખી દુઃખી થતું હતું. આંખોમાંથી આંસુઓ ગાલ પર આવી ગયા હતા. ચારે બાજુ દર્દનો મૌન છવાઈ ગયેલો હતો. કોઈ પુરાણો નાતો હોય એવું લાગતું હતું. મયૂરી સાથે આજ અજુગતું ઘટવા લાવ્યું હતું .. કેમ જાણે ? આ ભિખારી પ્રત્યે આજે આટલો ભાવ ઉભરી આવ્યો હતો.


  અચાનક એની નજર એક લોકેટ પર પડી.કોનું હશે આ ? એકવાર તો એને નજર અંદાજ કર્યું, પણ જેનું હોય એનું હાથમાં લીધું. એના પર કાટ લાગી ગયો હતો.. એ બહુ વર્ષો જૂનું હોય એવું દેખાતું હતું. સાથે એ ફોટોફ્રેમવાળું હતું. એને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખોલ્યું નહિ. અંતે ઘરે આવીને એને મહામહેનતે ખોલ્યું. જોયું તો બન્ને બાજુ સાફ સાફ ફોટાઓ દેખાતા હતા. એજ યુવાની, એ જ ચમક. એજ આંખો. જોતા જ એ સાન ભાન ભૂલી ગઈ. શ્વાસ પણ રોકાઈ ગયા. સમય પણ સ્થિર થઈ ગયો. મયૂરી ત્યાં જ ઢળી પડી ! ને જીવ છોડી દીધો ! એના હાથમાં રહેલા લોકેટમાંની તસ્વીર, અને એનો બન્ને એક ચહેરો નજરમાં પડતો હતો, મયૂરીનો!!


Rate this content
Log in

More gujarati story from ansh khimatvi

Similar gujarati story from Drama