અધૂરી પ્રેમ કહાની 'ટાઈમપાસ'
અધૂરી પ્રેમ કહાની 'ટાઈમપાસ'


'હલો, અરે, 'આ તો ઘરનું કામ ચાલુ હતું એટલે, એમાં બીજી હતી, મૈત્રી એકી શ્વાસે બોલી ઉઠી.'
'બોલ, કેમ, આ સમયે ઘરની સફાઈ અને વળી રંગો રંગાનના કામો, શું કોઈના લગન બગન છે કે શું ?' પ્રણય હસતા હસતા બોલ્યો.
'ના એવું કંઈ નથી. આ તો પપ્પા એ ખબર નહિ કેમ કામ હાથપર લીધું છે.' મૈત્રી હળવા સ્વરે બોલી અને તરત જ કહ્યું કે પપ્પા બૂમો પાડે છે અને ફોન મૂકી દીધો.
મૈત્રી ફરી એક મશીનની જેમ કામમાં પરોવાઈ ગઈ. પણ પ્રણય વિચારોમાં ઊંડો ઉતરી ગયેલો. કેમ, આ સમયે કામ હાથમાં લીધું હશે એના પપ્પાએ, ક્યાંક એના લગ્ન તો નથી ને ? ન હોય યાર, એમ થોડા એ લગ્ન કરવાની આમ હા, પાડી દે કેટલો પ્રેમ કરે છે મને અને એ મારા વગર રહી પણ ક્યાં શકે છે. એક વાર કેટલી રડેલી જ્યારે મારો ફોન સ્વીચ ઓફ આવતો હતો. મેં રીપેરીંગમાં આપી દીધેલો હતો અને એ કોલ પર કોલ કર્યા કરતી હતી. મારી જાન છે યાર.' આવું કહી નથી પ્રણય જાતેજ મનને મારીને પ્રણય એના કામમાં પરોવાઈ ગયેલો.
'પ્રણય, મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે મૈત્રી ધડકતા સ્વરે બોલી.
"શું ? શું ? ફરી બોલતો ! "
'હા, મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.' મૈત્રીની હ્રદય દ્રાવક વાત સાંભળતા જ આંખો પાણીથી ભરાઈ ગઈ. એ કઈ બોલી ન શક્યો. બોલવા માંગતો હતો પણ એની જીભ ઉપડતી નહતી. મન પ્રદેશમાં અનેક વિચારો દોડવા લાગ્યા હતા. 'અરે, આ શું કીધુ તે એક જ પળમાં તે મને મારી નાખ્યો. મારા દિલના ટૂકડે ટુકડા કરી નાખ્યા. મને ખબર નહતી કે તું આવું કરીશ મારી સાથે નહીતો હું તને પ્રેમ જ ન કરત. થોડી વારમાં તો હજારો દ્રશ્યો એના મનના પડદા પર આવી ગયાં. પ્રેમ તો તે પણ મને કર્યો જ હતો. યાદ છે મારી બીમારી સમયે તું એક દિવસ આખી રાત જાગી હતી. અને મારી ચિંતાઓ કરી હતી મારી કેર કરી હતી. મારા આંખોના આંસુઓ તે લૂછયા હતા. તું સદાય મને હિંમત આપતી. હું ક્યારેક તો સાવ ભાંગીને ભુક્કો થઈ જતો. અને કહેતો કે મૈત્રી આ લાઈફ મને બોર લાગે છે. ત્યારે તું જોરથી ચૂપ કહેતી. અને પછી પ્રેમની નજરે મને જોયા કરતી. શું આ પ્રેમ ન હતો. મારી તબિયત સુધરે એ માટે હું શું જમુ છું અને કેટલું જમુ છું એ પણ મને તું રોજ પૂછતી હતી. ક્યારેક હું ઓછી રોટલી ખાતો તો તું મારી સાથે વાતો ન કરતી. એટલે મારે પણ ના છૂટકે એક રોટલી વધારેજ ખાવી પડતી. અને ત્યારે તારો ચહેરો કેવો ખીલી ઉઠતો ! શું એ પ્રેમ ન હતો ? આ પ્રેમ નથી ? આને પ્રેમ ન કહેવાય ?અને હા તે ક્યારેક એક રૂપિયાનો ખર્ચો પણ કરાયો નહતો. નહિ તો આ જમાનામાં છોકરાઓ કેટલા રૂપિયા વેડફે છે. એ સામેથી કહેતી કે પ્રણય, તારે પૈસાની જરૂર હોય તો કહેજે. પોતાની જાત સાથે વાતો કરતા કરતા ક્યારે રાત થઈ ગઈ એની પણ જાણ સુધા રહી નહિ. આજ પ્રણય પ્રણયમાં ગરકાવ થઈ ગયો હતો.
એક દિવસ જ્યારે બધા મિત્રો ભેગા થઈ મોજ મસ્તી કરતા હતા ત્યારે વૉટસપ પર એક મેસેજ આવ્યો હતો કે તમારા મતે પ્રેમ એટલે શું. ત્યારે બધાએ પોત પોતાના વિચારો રજૂ કરેલા અને એ દિવસે મૈત્રીએ કહેલું કે પ્રેમ એટલે ટાઈમ પાસ ! મને લાગે છે કે એ દિવસે એ સાચુંજ કહી ગયેલી પણ મેં વાતને મન પર લીધી નહિ. કાસ એ વાતને મન પર લઈ ને વિચાર્યું હોત તો આજે પ્રણય નશામાં ચકચૂર ન હોત. આજે વર્ષ વીતી ગયુ પણ ક્યારેય એને પૂછ્યું નહિ કે તારી તબિયત કેમ છે ? તે ખાધું કે નહીં ? જોબ લાગી કે નહીં ? કઈ એટલે કહી જ નહીં. જાત સાથે વાતો કરતા કરતા આંખો પાણીથી ભરાઈ જતી હંમેશા. અને એમાંય એનું દિલ લાગણીથી ભરપૂર હતું.એટલે એ ઘણીવાર રડી જતો. અડધી રાતે પણ એના વિચારો આવતા રડી જતો. પણ આજે તો ધોધમાર રડી રહયો હતો.
ભૂલવાની ઘણી કોશિશ કરી પણ શું કરું ભૂલી શકતો નથી એને આપેલી ગિફ્ટ ફેંકવા માંગુ છું પણ ફેંકી નથી શકતો. શું કરું કઈ સમજાતું નથી. આ બધાનું એકજ કારણ છે કે આજે પણ હું એને ખૂબ જ પ્રેમ કરું છું મારા દિલમાં એની તસ્વીર હંમેશા માટે અંકિત રહેશે.મારા દિલમાં કોઈના માટે જગા નથી. બસ છે તો મૈત્રી અને મૈત્રી માટેજ ભલે પછી એને મારી સાથે ટાઈમ પાસ ક કર્યો.
આ બાજુ મૈત્રીનો પરિવાર સુખથી રહેવા લાગ્યો.