Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

નિશાની નીરવ શાંતિ

નિશાની નીરવ શાંતિ

1 min
159


      વહેલી સવારથી સાંજ સુધી કામ કરતી નિશા આજ આરામથી સૂઈ રહી હતી. આજ ઘરમાં સૌ ચા અને નાસ્તા વિના બેઠા હતા. સૂરજનું કિરણ પણ ન નીકળ્યું હોય ત્યાં તો એ ઊઠી ગઈ હોય અને દરેકની સવાર અને રાત્રિ એનાથી થતી હોય. કોઈ થાક્યું કે બીમાર પડ્યું હોય પણ એ ક્યારેય ન હોય. પણ આજ એ આરામની સ્થિતિમાં હતી પહેલી વાર આવું બન્યું હતું.  

  જેમ જેમ સમય પસાર થતો ગયો એમ સૌ કોઈ સૂરજની ગરમીની જેમ તપવા લાગ્યું અને નિશા પર આકરા તાપ રૂપી શબ્દોના બાણ છોડ્યા. પણ આજ તો નિશા ઘોર અંધકારની અમાસનાં ખોળામાં માથું મૂકીને ક્યાંયે દૂર ચાલી ગઈ હતી. જ્યાં આજના સૂરજનું એકાદ કિરણ પણ પહોંચી ન શકે ત્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy