નિલ આકાશ
નિલ આકાશ
શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી. બહાર ઠંડો ઠંડો પવન શરૂ થયો હતો. રાત્રિના બાર વાગવાની તૈયારી હતી. સન્નાટો છવાઈ ગયો હતો.
મિનાક્ષી એના બેડ પરથી ઉભી થઈ.એને ચેન પડતું નહોતું.એણે એના બેડ પર નજર નાખી.પતિદેવ ઘસઘસાટ ઊંઘતા હતા.ઠંડીના લીધે રજાઈ ઓઢી હતી.. નસકોરા નો અવાજ આવતો હતો.
મિનાક્ષી એ જગમાંથી પાણી પીધું. બાજુના રૂમમાંથી એની દીકરીનો ધીમો અવાજ સંભળાતો હતો. દીકરી રૂહી કોલેજના પહેલા વર્ષમાં હોય છે. આવતીકાલથી કોલેજના બીજા સેમિસ્ટરનો પહેલો દિવસ. કદાચ એ એની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી હશે.કદાચ આવતીકાલ માટે નું પ્લાનિંગ...
મિનાક્ષીને એના કોલેજના દિવસો યાદ આવી ગયા. જ્યારે એ નાના નગરમાં રહેતી હતી......મિનાક્ષીએ વોર્ડ રોબમાંથી એની ડાયરી કાઢી.. નાઈટલેમ્પના પ્રકાશમાં એણે ડાયરીના પાના ફેરવ્યા.
એક પાના પાસે એ રોકાઈ ગઈ.
લખ્યું હતું...
'નિલ- આકાશ' ફરી પાછું એણે પતિદેવ બાજુ નજર કરી..ઘસઘસાટ ઉંઘ..નસકોરા બોલાવતા...કદાચ આખા દિવસનો થાકી ગયેલા !...
મિનાક્ષી એ ડાયરી મૂકી દીધી.
હવે બાજુની રૂમમાં થી રૂહીનો અવાજ સંભળાતો નહોતો..
કદાચ એ પણ સૂઈ ગઈ હશે..
મિનાક્ષીને એની કોલેજના દિવસો યાદ આવી ગયા.
કોલેજનું છેલ્લું વર્ષ. ત્રણ દિવસ તો કોલેજમાં બહુ સ્ટુડન્ટ્સ આવ્યા નહોતાં .. એટલે વહેલા છુટી જતા હતા. કોલેજ નો ચોથો દિવસ..
સવારની કોલેજ..
મિનાક્ષી એની સખી ગૌરી સાથે કોલેજના કંપાઉન્ડમાં દાખલ થતી જ હતી એ વખતે એક નવા સ્ટુડન્ટને કોલેજમાં આવતો જોયો.. થોડો ગભરાયેલો.. મોટા ચશ્મા પહેરેલા હતા.. અને એક ખભો વારંવાર હાલતો હતો.
મિનાક્ષી:-" જોને ગૌરી આ કોઈ નવો વિચિત્ર સ્ટુડન્ટ આવ્યો. કદાચ નવો જ હશે..આજ સુધી એને કોલેજમાં જોયો નથી."
આ સાંભળી ને ગૌરી વધુ કંઈ બોલી નહીં..
હમમ એટલું બોલી..ને ધીમું સ્મિત કર્યું...
મિનાક્ષી ને લાગ્યું કે એના દેખાવના કારણે જ ગૌરી..કદાચ...હસી હશે !..
ચોથા દિવસનો પહેલો પીરીયડ શરૂ થવાનો હતો.
આજે ક્લાસ રૂમ લગભગ પોણા ભાગનો ભરાયેલો હતો...
વિષય એકાઉન્ટનો હતો..
લેક્ચરર મહેતા સાહેબ..
મહેતા સાહેબ આમતો બહુ કડક સ્વભાવના..
પણ એમનો ક્લાસ ભરવા બધા સ્ટુડન્ટ્સ આવતા..
મિનાક્ષી એ ક્લાસમાં નજર નાખી..
ચકો પાછળ છેલ્લો બેઠેલો હતો..
ચકો... ક્લાસ નો તોફાની.. પાછલા બે વર્ષ માં પણ એનું નામ ફેમસ...તોફાન...શરારત માં...
ચકો નામ..
એ નામ થી બધા ઓળખતા..
પણ ખરૂં નામ સાગર..
પણ કેમ જાણે એ કેવીરીતે પાસ થઈ ને છેલ્લા વર્ષમાં આવ્યો !...
કોલેજ નો બેલ વાગ્યો...
પહેલા પીરીયડના સર ..મહેતા સર આવ્યા...
ને ક્લાસમાં નજર કરી...
બોલ્યા... હમમ... ભણવાની ઈચ્છા લાગતી નથી.?. છેલ્લું વર્ષ છે..
એટલામાં ક્લાસના દરવાજે પેલો ચશમીસ.. દેખાયો...
ક્લાસના બધા સ્ટુડન્ટ્સ એને જોઈ ને ધીમું હસીને ગણગણાટ કરવા લાગ્યા..
મે આઈ કમ ઈન સર..
પેલો સ્ટુડન્ટ બોલ્યો..
મહેતા સરે પોતાના ચશ્મા ઠીક કરીને એને જોયો...
બોલ્યા.. ભૂલો પડયો છે ? આ ક્લાસમાં છે ? ગયા વર્ષે તો નહોતો..
એક સાથે આટલા સવાલ સાંભળીને ને એ થોડો ગભરાયો..
પોતાના ચશ્મા ને લાગેલો પરસેવો પોતાના રૂમાલ થી લૂછયો..
બોલ્યો...સર..... આ વર્ષે જ એડમિશન લીધું છે..ગયા વર્ષે બીજા શહેરમાં અભ્યાસ કર્યો હતો..
મહેતા સરે એને ક્લાસમાં બેસવાની પરવાનગી આપી.
એ યુવાને ક્લાસમાં નજર કરી..
ચકાની બાજુમાં જગ્યા જોઈ.
એ ચકાની બાજુમાં ગોઠવાઈ ગયો..
મહેતા સર બોલ્યા..એમ જ બેસી જવાનું !. પહેલા તારૂં નામ કહે.
એ યુવાન ઊભો થયો..
એણે એનો ખભો ઉલાળ્યો..
આ જોઈ ને આખો ક્લાસ હસી પડ્યો...
મહેતા સરે આંખ કરડી કરી..
ક્લાસ શાંત થઈ ગયો...
પેલો યુવાન ઊભો થયો ને બોલ્યો..
મારું નામ આકાશ..
આ વર્ષે જ આ કોલેજ માં એડમીશન લીધું.
આ પહેલા બીજા શહેરમાં હતો.. મારા ફાધર ની આ શહેરમાં ટ્રાન્સફર થઈ છે.. કોલેજની લાયબ્રેરીમાં ગયો હતો એટલે થોડી વાર લાગી..
મહેતા સર બોલ્યા... સારૂં.. સારૂં.. પણ હવે પછી ક્લાસમાં સમયસર આવી જવાનું..
આકાશ સારૂં કહીને બેસી ગયો.
એટલામાં પટાવાળો ક્લાસમાં આવ્યો..
અને એક બુક મહેતા સર ને આપી..
મહેતા સરે બુક જોઈ.
બોલ્યા... આકાશ આ બુક લાયબ્રેરીમાં ભૂલી ગયો હતો?
આકાશે ગભરાતા હા પાડી..
અને બુક મહેતા સર પાસેથી લીધી..
મિનાક્ષી મોઢું દબાવીને હસી ને ગૌરી સામે જોયું..
ગૌરી ધીરેથી બોલી.. હસ નહીં.. કોઈ ની મજાક કરવી નહીં...
મિનાક્ષી ને નવાઈ લાગી..
મનમાં બબડી...
આ ગૌરી કાયમ વારંવાર હસતી છોકરી... આજે કેમ આમ બોલે છે ?.. રીસેસમાં પૂછીશ ... તારો સગો થાય છે !
બે પિરિયડ પછી રીસેસ પડી.
મિનાક્ષી ગૌરી સાથે વાતચીત કરવા જાય છે.. ત્યાં ગૌરી બોલી:-" હમણાં થોડીવારમાં વાત કરૂં. મારે થોડું કામ છે."
એમ બોલીને ગૌરી ઝડપથી નીકળી ગઈ.
મિનાક્ષી એ કોલેજમાં ગૌરી ને શોધી.
પણ ના મલી.
રીસેસ પછી નો પિરિયડ ભરવાનો નહોતો.
મિનાક્ષી કંટાળી ને લાયબ્રેરી માં જાય છે.
લાયબ્રેરીમાં ગૌરીને પેલા ચશ્મીસ આકાશ સાથે વાત કરતા જુએ છે. નવાઈ લાગી...
ગૌરી આ નવા છોકરાને ઓળખે છે ? મને જણાવ્યું પણ નહીં !...
બનાવટી ગુસ્સો કરી ને ગૌરી પાસે ગઈ.
ગૌરી:-" આવ, મિનાક્ષી.."
એમ બોલીને ગૌરી એ આકાશની ઓળખ કરાવી.
ગૌરી:-" આકાશ, આ મારી ખાસ ફ્રેન્ડ મિનાક્ષી..
અને મિનાક્ષી.. આ આકાશ..આ વર્ષે જ આપણી કોલેજમાં એડમિશન લીધું.. મારા અંકલના મકાનમાં રહેવા આવ્યો છે. મારા ઘરની બાજુમાં રહે છે. એના ફાધર ની આપણા શહેરમાં ટ્રાન્સફર થઈ છે.એના ફાધર ને મારા ફાધર ઓળખે છે."
મિનાક્ષી:-" ઓકે"
ને પછી આકાશ અમારો મિત્ર બની ગયો.
હા..ચકો પણ એ વખતે મિત્ર..
પહેલી પરીક્ષા આવી. બધાએ સારી તૈયારી કરી.
મારે ને ગૌરી ને સેકન્ડ ક્લાસ..
આકાશની વાત તો મહેતા સર કરશે..
મહેતા સરનો એકાઉન્ટનો ક્લાસ.
આવીને મહેતા સર બોલ્યા... આખા ક્લાસમાં એકાઉન્ટના બે વિષયમાં સૌથી વધુ માર્ક આકાશના આવ્યા છે.
આ સાંભળીને જે છોકરાના સૌથી વધુ માર્ક આવતા હતા એનું મોઢું પડી ગયું..
અમારી ચારેયની મિત્રતા વધતી ગઈ...
ફાઈનલ પરીક્ષામાં આકાશનો ફર્સ્ટ ક્લાસ...
અને અમારા ત્રણેયના સેકન્ડ ક્લાસ....
પછી... એક દિવસ... એક દિવસ.. એવું બન્યું કે...
....
એટલામાં જોરથી હાથ બેડ પર પડવાનો અવાજ મિનાક્ષી એ સાંભળ્યો.
જોયું તો પતિદેવ હતા..
એણે આંખો ખોલી ને જોયુ..તો મિનાક્ષી જાગતી હતી.
ધીમે થી બોલ્યો..હજુ ઊંઘ આવતી નથી.. વિચારો બંધ કર..... સવારે એક વાત કરવાની છે..
મિનાક્ષી બોલી:-' શું?"
મિનાક્ષીને સ્નેહ કરતા બોલ્યો..તારી ખાસ ફ્રેન્ડ વિશે.. હવે મને ઊંઘ આવે છે.. તું હવે સુઈ જા.. સવારે વાત કરીશ.
આ સાંભળીને મિનાક્ષીની ઊંઘ ઊડી ગઈ..
એ ગૌરી વિશે વિચાર કરવા લાગી.
ગૌરી અને આકાશની વધુ પડતી મૈત્રીના કારણે એક દિવસ મિનાક્ષી એ ગૌરી ને પુછી લીધું..
ગૌરી , તું આકાશ ને ચાહે છે ?..એની સાથે લગ્ન કરવાનો વિચાર છે કે શું?..
ગૌરી એ વાતને હસી કાઢી..
પણ..
પણ...
આકાશના ફાધરની પાછી ટ્રાન્સફર થઈ.
આકાશ એક વર્ષ જ રહ્યો..
પછી ગૌરી પાસેથી સાંભળ્યું કે આકાશને જોબ મળી ગઈ.
થોડા દિવસ માટે ગૌરી બહાર ગામ ગઈ.
ગૌરીના પિતા પાસેથી જાણ્યું કે ગૌરીના લગ્ન થઈ ગયા.
આ સાંભળી ને આશ્ચર્ય થયું..
સખી ને પણ ના બોલાવી !..
એટલામાં પતિદેવ સાગરનો અવાજ સંભળાયો..
હજુ જાગે છે?.. નકામી ચિંતા કરે છે..
એમ બોલીને સાગર મિનાક્ષી પાસે સરક્યો..
બોલ્યો..
આકાશની ટ્રાન્સફર આપણા શહેરમાં થઈ છે...એના નિલને લઈને આવ્યો છે.. રવિવારે તારી સખી સાથે આપણા ઘરે આવશે...ને... હા... નિલ પણ કોલેજના પહેલા વર્ષમાં છે...
આ સાંભળીને મિનાક્ષીને હાશ થઈ..
ને એ સાગરમાં સમાઈ ગઈ.

