Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Kalpesh Patel

Drama Tragedy Inspirational

4.9  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

નિકાલ

નિકાલ

6 mins
4.2K


વાલ્કેશ્વરના કોસ રોડ ઉપર સી ફેસ એપાર્ટમેંટના એકત્રીસમાં માળે ડિઝાઇનર બાથરૂમમાં સીલવર ફ્રેમમાં મઢેલ આદમ કદના બેલ્જિયમ અરિસામાં સ્નાન કરતી વખતે નિર્વસ્ત્ર બનેલી રાધિકા આપ્ટે, શાવરના હૂંફાળા પાણીથી ભીંજાઇ રહેલ કાયાને આજે પહેલીવાર ઘૂમાવી ફિરાવીને વારે વારે જોઈ રહેલી હતી. તેણે જોયું, પેઢું ખાસ્સું વધી ગયેલું હતું તો આંખો નીચે જામેલા ફેફર, અને જે મુખાક્રુતિ ઉપર નાઝ હતો તેની ચિબુક થોડી લબડેલી લાગી. છેલ્લા વીસ વીસ વરસથી પરસેવો પાડીને સાચવી રાખેલ દેહાકૃતિ હવે સાથ છોડી રહેલી હતી. વીક એન્ડમાં બાબા અમરના આશ્રમમાં ઓસડિયા ચૂસીચૂસી, યોગા સાથે પ્રાણીક હિલિંગનું ડીંડક વેઠયું પણ આખરે ઉમ્મરનો પડાવ હાવી થઈ રહ્યો હતો. દુનિયાની પૂરી સાહબી અત્યારે તો તેને નિરર્થક લગતી હતી. વિચારોના વમળમાં એકાએક તેનો હાથ તેના પેટ ઉપર ફર્યો અને તેને ૪૬૦ વોટ નો જોરદાર ઝટકો લાગ્યો હોય તેમ,શાવર બંધ કરી, શાવર કેપ કાઢી અને પિન્ક ટર્કીસ ગાઉન ચડાવી બાથરૂમની બાહર નીકળવા જતી હતી અને અચાનક કઈ ધારદાર કાંટા જેવું તેની પગની કોમળ પાનીને વાગ્યું. તેણે જોયુ તો , ભરજુવાનીના ઉંબરે ખોટો મુકાયેલ પગની યાદ તાજી થઈ આવી , તેનાજ ડાબા કાનથી નીચે પડી   ગયેલો ડાયમંડ સ્ટ્ડ તેની ગુલાબી પગની પાનીએ ખૂંપી ગયેલો હતો અને આખી બાથરૂમની ફર્શને જોતજોતામાં લાલચોળ બનાવી દીધી.

રાધિકાને જિંદગીમાં કોઈ ડર હોય તો વહેતા લોહીનો, જેનાથી દૂર રહેતી. તે તેની સામે હતું, હોઠ ભીસી, એ ખૂંપેલા કાપને ખેંચી કાઢ્યો , આ પગમાં ખૂંપેલો ડાયમંડ સ્ટ્ડ ફેંકી દેવાની ઈચ્છા છતાં ફેંકી ના શકી. અને તેને મગજે જૂની યાદોએ ભરડો લીધો.

વીસ વરસ પહેલા તે અઢાર વરસની રાધિકાને તેના શ્રીરામ પરફોર્મિંગ આર્ટ કોલેજના પ્રથમ વર્ષના દિવસો યાદ આવી ચુક્યા હતાં. ભરજુવાનીમાં કળી હવે ફૂલ બનતી જતી હતી. સતેજ હોવાથી તેની પાછળ ભમતા ભમરાઓથી તે દૂર જ રહેતી અને પ્રથમ વર્ષની એક્ઝામના ભાગ રૂપે એલોટ થયેલા પ્રેજેક્ટ વખતે શૈશવ વોરાનો પરિચય થયો. એક્ઝામ પૂરી થઈ અને આખુંય વેકેશન બંને એકબીજાના વિરહમાં હતા. નવા સત્રના નવા વિદ્યાર્થીઓના ઓરીનેશન વખતે યોજેલ ફંક્શન દરમ્યાન બંનેની જોડીએ " મધુબનમે રાધિકા નાચે રે..." પરફોર્મ કર્યું હતું. શૈશવ પણ ઓગણીસ અને પોતે પણ હવે ઓગણીસના વરસમાં પગ મૂકવાની હતી, જીવનમાં ખરેખર બહાર આવી હતી, રાધિકાનું રોમ રોમ નૃત્ય કરી રહ્યું હતું... તે પછી ત્રણ દિવસની સાપુતારાની કોલેજ ટ્રિપમાં બંને ખાસ્સા નિકટ આવી ગયા હતા, ત્યાં કુદરતના સાનિધ્યમાં એકલા ફરતા દૂર નીકળી ગયા અને એકાએક વાદળી વરસી, અચાનક પડેલા વરસાદથી બચવા નજીકના એક કોતરમાં આશરો લીધો, આ કોતર પહેલા પ્રેમનું મૂક નિરીક્ષક બની રહ્યું..અને તેઓને કલાકો સુધી અહી કોતરમાં કોતરાઈ રહેવું પડ્યું, છતાય બંનેમાથી કોઈને આ અંગે ફરિયાદ નહતી. આખરે ત્રણ એક કલાકે કોલેજની વાન શોધવા આવી ત્યાં સુધીમાં, ઘણું મોડુ થઈ ચૂક્યું હતું અને રાધિકાની જીવન ગાડીના ટાયરમાં પંકચર પડી ચૂક્યું હતું.

સાપુતારાથી પરત આવ્યા પણ કોતરનો નશો છવાયેલો હતો, ત્રીજે દિવસે શૈશવે એક કેરેટના હીરાના સ્ટ્ડની જોડી કાને પહેરાવી ત્યારે રાધિકાને શૈશવમાં કનૈયો દેખાયો હતો.

સમય વિતતો ગયો બીજે મહિને, રાધિકાની ચિંતામાં વધારો થયો, તેણે શૈશવને ફોન લગાવ્યો અને કહ્યું "શૈશવ આઈ એમ કેરીગ" ફોન ઉપર લાંબી ખામોશીએ રાધિકાની ચિંતામાં વધારો કર્યો, અને તે વીફરી અને રાડ પાડી શૈશવને ખખડાવતી રહી, ત્યારે શૈશવ બોલ્યો, રાધિકા તારે ધ્યાન રાખવું જોઈતું હતું ! રાધિકાને એમ હતું કે શૈશવ આનંદથી ઝૂમશે, પણ તે માટી પગો સાબિત થતો હતો. તેણે કહ્યું, રાધિકા હજુ મારે કેરિયર બનવાની છે, અમેરિકા જવું છે, સારી જોબ કરવી છે ત્યારે આ પળોજણના ચક્કર દૂર રહે તેમાં બંનેની ભલાઈ છે. કાલે સવારે તું મળજે, "આનો" નિકાલ કરાવી અપાવીશ. રાધિકા સાંભળી સુન્ન થઈ ગઈ, તે શું કરે, થાકી બીજે દિવસે કોલેજની વેલ્ફેર ટ્રીટ ડ્રાઈવમાં અર્બન એરિયાના ગામડે જવું છું તેવું ઘેર ખોટું કહી નાની બેગ લઈ, શૈશવે કીધેલા ઠેકાણે ઈચ્છા વિરુધ્ધ- શૈશવની બલાને ઠેકાણે પાડવા પહોચી ચૂકી હતી. લાગણી વિહીન ધમધમાટ ચાલતી હાટડીએ ચંદ રૂપિયાના જોરે, નિકાલ થયેલી બલાને રાધિકાએ સિસ્ટરને ટ્રેમાં લઈ જતી જોઈ ત્યારે તે લોહીથી તરબોર અડધી વેંતના લોહીથી ખરડાયેલ જોવાઈ ગયેલ ગર્ભજ, રાધિકાનું લોહી જોઈ ડરવાનું કારણ બન્યું હતું. ત્રીજે દિવસે બધુ નોર્મલ હતું પણ હવે રાધિકા એબનોરમલ થતી જતી હતી. અને તેની શૈશવ સાથેની મુલાકાતોમાં હવે પહેલા જેવો ઉત્સાહ કે ઉમંગ નહતો.

બીજા બે વરસ વીતી ગયા, અને શૈશવ પાછા આવવાના કોલ સાથે અમેરિકા ગયો, તે અમેરિકા શું ગયો ? કે હવે ઈમેલ કે ફોનના રિપ્લાય પણ બંધ થઈ ગયા હતા. રાધિકાએ નિરાશા ખંખેરી,નાનો કોરિયોગ્રાફીનો વ્યવસાય ચાલુ કરી પોતાની સમગ્ર પ્રતિભાને તેની પાછળ લગાવી દીધી હતી આજે વીસ વરસ વીતે ફિલ્મ જગતમાં તેના નામના સિક્કા પાડવા ચાલુ થઇ ચૂક્યા હતા અને બેનરમાં તેનું માત્ર નામ હોવું, તે ફિલ્મની સફળતાની ગેરંટી મનાતી થઈ....સૌને સફળતાના ટોચે બિરાજેલી લાગતી રાધિકાને પોતાની કોઈ અંગત જિંદગી, કે આશા-ઊર્મિ હતીજ નહીં, તેને મન હવે બસ કુદરતના ક્રમે થતી સવાર સાંજને માત્રને માત્ર કામના બોજ હેઠળ "નિકાલ" કરવાથી વિશેષ નહતું.

રાધિકાએ જૂની યાદોનું રાબેતા મુજબ ફીંડલુંવાળી નિકાલ કર્યો. અને આજની એપોઈંટમેંટ બુક જોઈ...  

આજકાલ અરોરા ફિલ્મ પ્રોડકશન તેઓના આગામી પ્રોજેકટ માટે શોધેલી એક 'જૂઈ'નામની નવયુવતીને તરાશી નૃત્ય કલામાં તૈયાર કરવાના ભાગ રૂપે રાધિકાને એસાઇન કરેલી, અને રાધિકા પણ મન પરોવીને તે નવ યૌવનાને તડામાર તૈયારી કરાવતી હતી પણ છેલ્લા વીસેક દિવસથી તે ડાન્સ પેરક્ટિસ દરમ્યાન સિરિયસ નહોતી અને થાકનું બહાનું કાઢી, તે છોકરી પ્રેક્ટિસમાં ખાડા પડતી હતી. આજે રાધિકાએ સેક્રેટરીને બોલાવી 'જૂઈ'નું આજનું સેશન છે કે નહીં તે જોવા તાકીદ કરી, નિત્ય ક્રમ મુજબ પૂજા કરવા બેઠી, પણ કેમેય કરીને આજે પૂજામાં ચિત્ત ચોંટતું નહતું. વારે વારે તેણે થાકનું નામ લઈ પ્રેક્ટિસથી ભાગતી જૂઈનો નમણો ચહેરો યાદ આવતો હતો.આખરે પૂજા આટોપી ફોન લીધો અને જૂઈને લગાવ્યો, અને પૂછ્યું કે તે ક્યારે આવે છે ? પણ જૂઈએ કહ્યું.. તે આ અઠવાડિયે આવી શકે તેમ નથી, તબિયત બરાબર નથી. આથી સ્ત્રી સહજ વ્યથિત થયેલી રાધિકાએ કહ્યું કે તે તેને મળવા માંગે છે અને થોડીવાર પછી તે મોસંબીનો ટોપલો લઈ જૂઈના મુકામે પહોંચે છે.       

કોલ બેલ વાગતા દરવાજો ખોલી ઊભેલી આધેડ બાઈએ એક બૂમ મારી બેટા જૂઈ "કોઈ આવ્યું છે", અંદરના રૂમમાંથી અવાજ આવ્યો, બા "તેઓને મારી પાસે મોકલો".

મોસંબીનો ટોપલો બાને આપી રાધિકા જયારે જૂઈ પાસે પહોચી ત્યારે જૂઈએ નજર ચૂકાવીને આવકાર આપતા બોલી, "નાહકનો ધક્કો ખાધો, ડોક્ટરે કહ્યું છે કે અઠવાડિયામાં બધુ ઠીક થઈ મુસીબતનો 'નિકાલ' થઈ જશે". પણ રાધિકાએ જૂઈને માથે હાથ ફેરવ્યો ત્યાં જૂઈના આંખમાં ખાળી રાખેલ અશ્રુનો બંધ તૂટી પડ્યો, મેમ," મે યુવાનીને પગથિયે આવતા મોટી ભૂલ કરી નાંખી છે, કસ્ટિંગ ક્રાંઉયના વમળમાં ફસાઈ ને મને અત્યારે બીજો પૂરો થઈ ત્રીજો મહિનો ચાલે છે, હું તમને સાચી વાતથી અજાણ રાખી, ગીલ્ટી કોનસિયસ કેરી કરવા માંગતી નથી. અરોરા ફિલ્મના ફાઇનાન્સર શેઠ સોહનલાલે બધી વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતી કાલની તારીખ આપેલી છે, આવતે અઠવાડિયે મન મૂકીને પ્રેક્ટિસ કરી હું તમને પડેલ રજાનું સાટું વાળી આપીશ, આપ આ અઠવાડિયે માફ કરજો".

 "નો એબોર્શન", એકા એક મોટા થયેલા અવાજે રાધિકાથી બોલી જવાયું... પણ મેમ આ મારી ઊગતી ઉમર... ફિલ્મની કેરિયર.." નો, નથીંગ ઇસ સો ઇમ્પોર્ટેંટ". હું અરોરાને કહું છું કે" પ્રેક્ટિસ આઠ નવ મહિના ચાલશે અને તું મારી સાથે આ ફિલ્મી દુનિયાથી દૂર રહી તારા પેટમાં પળી રહેલ અંકુરને બેધડક પાંગરવા દે. તારા આવનાર સંતાનને મારે હવાલે કરજે, હું તેને મારૂ નામ અને ઠામ અર્પી દુનિયામાં પ્રસ્થાપિત કરીશ, તારી ભાવિ જિંદગીની કોઈક પળે આ "નિકાલ"ની યાદ આવે તો દોડી આવજે મારી પાસે તે તને સલામત જડશે".

જૂઈ ચોધાર આંસુ એ રડતી રાધિકાને વળગી પડી, હા મેમ મારામાં રહેલી સ્ત્રી પણ પહેલા સંતાનને જ્ન્મ આપવા માગતું હતું, પણ સમાજમા આવા અપયશનો કોણ સહારો, તેની ચિંતામા સપડાયેલી હતી, પણ મારી મુસીબતના નિકાલ માટે તમે કેમ તૈયાર થયા ?.. જૂઈ... મે દુનિયા જોઈ છે અને ભલે હું લોકોની નજરમાં મિસ રાધિકા, પણ દરેક સ્ત્રી જન્મજાત એક "મા" હોય છે. માનવ જીવન એ કુદરતે આપેલી અમુલ્ય દેન છે, અને સંસારમાં જીવન જીવતા જીવનની મુસીબતોનો નિકાલ શોધવાનો ન હોય, પણ ઉકેલ શોધવાનો હોય... જૂઈના એક હાથમાં રહેલ સ્લીપિંગ પિલ્સની બોટલ ફર્સ પર પડી ચૂકી હતી, તે મન મૂકી રડતાં ચહેરે રાધિકાના ખોળે ડૂસકાં લેતી રહી અને રાધિકા આપ્ટેનો પ્રેમાળ હાથ તેની પીઠ ઉપર ફરતો રહ્યો, ત્યારે રાધિકાની આંખ ભરાઈ આવી, આજે તેને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો મોકો કુદરતે પૂરો પડતાં, હવે તેના પણ વહેતા લોહીના ડરનો પણ 'નિકાલ' થવાનો હતો.


Rate this content
Log in

More gujarati story from Kalpesh Patel

Similar gujarati story from Drama