Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

નીતિ -1

નીતિ -1

2 mins
2.2K


કયા ભવનો તું મારો વેરી છે ?

રજા મંજૂર થયેલી હોઈ, હું ખભા પર થેલો લઈ, દરિયા કિનારે ખારા પટ ગોઘા બંદરેથી સિહોર મારે ગામ જઈ રહ્યો હતો એવે ટાણે મને ભેટી ગયેલ સ્ત્રીની યાદ મારા મનમાંથી ખસતી નહોતી !

વૈશાખી વાયરે મહિનામાં બે બે વાર દરિયાનાં પાણી ઊતરી જતાં અને મારૂ કામ વધતું. હું ગોહિલ દરબારનો મુલાઝીમ, બંદરના નાકાંની ચોકી કરતો અને સવાર બપોર અને રાત હું અંહી ચાર ગાઉ મલકમાં ડંગોરો લઈ એકલો જ બેઠો રહેતો હતો. આજે અમાસના અંધારા ઊતરી આવ્યાં હતાં. ઉત્તરનો પવનેય વાતો બંધ પડયો હતો. શ્વાસ લેતી દરિયાની સપાટી ઘૂઘવતા અવાજે ધીમું હાંફી રહી હતી. તારલે મઢયા કાળા ડીબાંગ અંધારા આભ નીચે આવા ટાણે મને સહચર્ય માટે સાથીદાર મળવાની કોઈ શક્યતા નહોતી, ત્યારે ઓચિંતાનો મને ભૂરીનો ભેટો થયો હતો.

એ દોડતી આવી ખાડી આગળ કાદવમાં ઊભી રહી. એના સોનેરી વાંકડિયા વાળ, સુડોળ, સુંદર ચહેરો, ચણોઠી જેવા લાલ ગુલાબના ફૂલની પાંદડીઓ જેમ બહાર પડતાં હોઠ અને આભલાં ભરેલા કમખાને શ્વાસોચ્છવાસ સાથે તંગ કરતી છાતી, હું મારી નજર તેની તરફ બેટરી મારી ટેકવું તે પહેલાં એ મારી નજર ચૂકવી ખડક પાછળ સંતાઈ ગઈ.

આવી વિરાન રાતે નર્યા કાદવવાળા ‘ચેરીઆ’ના છોડવાથી છવાયેલા કિનારા પાસેની ખાડીએ અટાણે આવડી રાતે કોઈ બાઈ કેમ આવે ? એ વિચારે એક વાર તો મને એનો ડર લાગ્યો, રખેને કોઈ ચૂડેલ ચરિતર તો નહીં કરતી હોયને ? પણ એનું પહેલી નજરે જોયેલું સુંદર મુખડું આંખમાંથી ખસતું નો’તું. આખરે, પંચ્યું ઊંચું ચડાવી હિમ્મત કરી, હું ખાડીએ લપક્યો.

મોડીરાત પછીના ઝાકળઘેર્યા આભમાં અંધારી અમાસની રાતમાં ચોથનો ચાંદ દેખાય એમ એ સ્રીને ખડક પાછળ બેટરીના ઉજાસના શેરડામાં સંકોરાયેલી બેઠેલી જોઈ ઘડીક, હું હેબતાઈ ગયો. સુંદર નહીં, પણ ખૂબ સુંદર. સોનેરી વાંકડિયા વાળ જેની પર ઢળી પડયા છે એવાં મોટાં ભૂરાં નયનોવાળી, કમનીય, સુડોળ અને વહેતા ઝરણા જેવી નિર્મળ એ ગભરુ સ્ત્રીને જોઈને મારું હંમેશા અડગ રહેતું મન એ ઘડીએ પાંગળું બની ગયું. કોઈક કાંટાળા બાવળની સૂકી ડાંખળી મારા પગને અડીને પસાર થઈ. કોઈક ઉંદરની ખોરાકની શોધમાં નિષ્ફળ દોટમાં કાંટાળી ડાંખળીને મારા ભેળી અથડાવી અને હું ભાનમાં આવ્યો. અને જોયું તો દૂર ચેરિયાના થડ પાસે તે ઉંદરડી બેઠી બેઠી પૂંછડી પટપટાવતી ચારે તરફ અંધારાંમાં અસ્વસ્થ ડોક હલાવી તેની બે રાઈ જેવી આંખો ચમકાવતી હતી. મેં ખીસામાંથી બે ગાંઠિયા લઈ, મશળી તેની તરફ વેર્યા, અને પાછો તે ખડક પાછળ સંતાયેલી બાઈની પાસે ગયો.

સવાર સુધી હું ત્યાં છબ્યો રહ્યો અને એની ચોકી કરવામાં વિતાવ્યો. મો’સુઝણું થતાવેત થોડી તેને હિમ્મત આવી તેનો આવેગ હવે ધીમો પડ્યો હતો, તે રોતા બોલી, અરે મેં તારું શું બગાડેલું તો ત્ન્હે મારૂ મોત બગાડ્યું ? દુનિયા જીવવા નથી દેતી અને તું મને મરવા નથી દેતો. કયા ભવનો તું મારો વેરી છે ?

અરે બાઈ, તું કઈ માંડી ને વાત કરે તો, મને કાંઈ ગમ પડે, બાકી બધુ અટાણે તો હવામાં જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama