Rahul Makwana

Drama Thriller

3  

Rahul Makwana

Drama Thriller

નિ:સ્વાર્થ પ્રેમ

નિ:સ્વાર્થ પ્રેમ

10 mins
636


 શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ, ગામડા તથા શહેરોના નાના તેમજ મોટા બધા જ શિવાલયો - “ હર હર મહાદેવ”નાં નાદથી ગુંજી ઊઠ્યાં, આખા વર્ષ દરમિયાન કરેલા પાપોને ધોવાનો કે પ્રાયશ્ચિત કરવાનો મહિનો એટલે શ્રાવણ મહીનો. 

    હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં કમાયેલું પૂણ્ય આખી જિંદગી કામમાં આવે છે. હરકોઈ નિ:સ્વાર્થ પ્રેમ

( પ્રેમ એટલે પામવું નહી તે સમજાવતી એક વાત)

    શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ, ગામડા તથા શહેરોના નાના તેમજ મોટા બધા જ શિવાલયો - “ હર હર મહાદેવ”નાં નાદથી ગુંજી ઊઠ્યાં, આખા વર્ષ દરમિયાન કરેલા પાપોને ધોવાનો કે પ્રાયશ્ચિત કરવાનો મહિનો એટલે શ્રાવણ મહીનો. 

    હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં કમાયેલું પૂણ્ય આખી જિંદગી કામમાં આવે છે. હરકોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન શિવની પૂજામાં લિન થઈ જાય છે. આ મહિનામાં બ્રાહ્મણોને દાન, પશુઓને નિણ ખવડાવવાનું અને ભિખારીને દાન આપવાનું ખૂબ જ મહત્વ રહેલું છે.

સ્થળ - ગામની બહાર આવેલ શિવાલય.

સમય - સવારનાં 10 કલાક.

     ગામનાં મોટાભાગનાં લોકો દેવોના દેવ મહાદેવનાં દર્શન કરવાં માટે ઉમટી પડ્યાં હતાં, વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું, સૂર્યનારાયણ પણ પુરેપુરી રીતે ખીલી ઉઠ્યા હતાં, મંદિરની બહાર આવેલા મેદાનમાં અમુક સેવાભાવી લોકો ગાયને નિણ ખવડાવી રહ્યાં હતાં, મંદિરની આસપાસ રહેલ હરિયાળી જાણે મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પક્ષીઓ કલરવ કરીને સાંભળવો ગમે તેવો સુમધુર સ્વર હવામાં લહેરાવી રહ્યાં હતાં.

    મંદિરની બહાર રસ્તાની બને બાજુએ ભિખારીઓ બેઠેલા હતાં, મંદિરમાં આવતા જતાં દર્શનાથીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે ભિખારીઓ દાન આપતાં હતાં, કોઈ રૂપિયા આપે, તો કોઈ અનાજ આપે, તો કોઈ ખાવાનું આપતું હતું. જાણે ભીખારીઓની પણ શ્રાવણ મહિનો આવતાની સાથે સીઝન ખુલી હોય તેવું લાગી રહ્યું હતું.

      એવામાં અચાનક શાંતિમય વાતાવરણને તથા મંદિરની આગળ આવેલા મેદાનને ચીરતી - ચીરતી એકસાથે ચાર કાળા રંગની સ્કોર્પિયો કાર, મંદિરની આગળ આવીને ઉભી રહી. 

      સૌ કોઈનું ધ્યાન ગાડીઓએ પોતાની તરફ ખેંચી લીધું હતું, ગાડીમાંથી એક પછી એક બધા ઉતારવા લાગ્યા જેમાં બે આધેડ ઉંમરના ભાઈઓ હતાં, એ બંનેનો રુવાબ જોઈને એવું લાગતું હતું કે તેઓ કોઈ મોટા ખાનદાન સાથે સબંધ ધરાવતા હોય, એકદમ ઉંચી હાઈટ, ભરાવદાર શરીર, આંકડા ચડાવેલ મૂછો, અને ભરાવદાર દાઢી, આ સાથે બે વૃદ્ધ એવી મહિલા અને બે વૃદ્ધ પુરુષ અને એક નવોઢા સ્ત્રી, જેને જોઈને મનમાં એક અલગ પ્રકારનો આનંદ છવાઈ જાય, જાણે ભગવાને તમને બનાવવા માટે થોડો વધારે સમય ફાળવ્યો હોય તેવું લાગતું હતું, જેને જોઈને અપ્સરાઓ પણ શરમાઈ જાય તેવો રૂપ રૂપનો અંબાર હતી, ભારતીય સંસ્કૃતિની પરંપરાની વ્યાખ્યામાં એકદમ ફિટ બેસી જાય તેવું તેનું સ્વરૂપ અને શણગાર હતો. તેનું નામ દિવ્યા હતું, જે તેની સુંદરતાને શોભે તેવું હતું…….

      ત્યારબાદ બધાં એકપછી એક મંદિરમાં દાખલ થયાં, ભગવાનના દર્શન કર્યા, ધાર્મિકવિધિ પ્રમાણે આરતી કરી, બધા આરતીના દર્શન કરી, ભગવાનને નમન કર્યા.

      ત્યારબાદ આ પરિવાર સાથે આવેલા અન્ય માણસો ગાડીમાં રાખેલ ખોરાક અને ચાદર લઈને આવ્યા, આ પરિવારની માનતા પ્રમાણે જે સ્ત્રી પોતાના પરિવારમાં નવા લગ્ન કરીને આવે તેના હસ્તે ભિખારીઓને શ્રાવણ માસ દરમ્યાન દાનપુનનું શુભ કાર્ય કરવું. આથી દિવ્યા પોતાની સાથે બે માણસોને લઈને મંદિરની બહાર બેસેલા ભિખારીઓને જમવાનું અને ચાદર આપવા લાગી, એક પછી એક એમ તમામ ભિખારીને જમવાનું અને ચાદર આપી, પરંતુ જ્યારે દિવ્યા છેલ્લે બેસેલા ભિખારીને જમવાનું આપી રહી હતી ત્યારે તેનું ધ્યાન એ ભિખારીનાં ચહેરા પર પડ્યું, તે ભીખારીનો ચહેરો એકદમ કદરૂપો લાગી રહ્યો હતો, મોઢામાંથી લાળો ટપકતી હતી, કપડાં ફાટેલા અને એકદમ મેલા હતાં, આ જોઈ દિવ્યાએ પોતાની આંખો એક ક્ષણ માટે બંધ કરીને, મનમાં કંઈક એકાએક દુઃખ લાગ્યું હોય તેમ તે ભિખારીને જમવાનું અને ચાદર આપી રડતાં - રડતાં પોતાના આંસુઓને લૂછતી - લૂછતી ત્યાંથી દોડીને પોતાની કારમાં બેસી ગઇ, અને કારમાં બેસીને કોઈ જોઈ ના શકે તેવી રીતે એકદમ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી.

 શાં માટે દિવ્યા પેલા ભિખારીને જોઈ ને એકદમ દુઃખી થઈ ગઈ? શાં માટે દિવ્યા પેલા ભિખારીની હાલત જોઈ ક્ષણવાર માટે આંખો બંધ કરીને વિચારવા લાગી ? કોણ હતું એ ભિખારી ? પેલા ભિખારી અને દિવ્યા વચ્ચે શુ સબંધ હશે ?


 “ નાવ ! આઇ એમ રિકવેસ્ટિંગ મિ. હરપાલસિંહ ટુ ગીવ પ્રાઈઝ ટૂ મિ. અવિનાશ વ્હુ સિક્યોર્ડ ફર્સ્ટ રેન્ક ઇન ફર્સ્ટ યર યુનિવર્સિટી એક્ઝામીનેશન.” - આટલું બોલતાની સાથે જ આખો ઓડિટોરિયમ હોલ તાળીઓના ગળગળાટ સાથે ગુંજી ઉઠ્યો. 

   અવિનાશે હરપાલસિંહ સાથે હાથ મેળવ્યો અને ફોટો પડાવ્યો, હરપાલસિંહ સાથે ફોટો પડાવવો એ એક ગર્વની બાબત ગણાય કારણ કે હરપાલસિંહ આ કોલેજના ટ્રસ્ટીતો હતાં જ આ ઉપરાંત પોતાના શહેરના નામાંકિત બિઝનેસમેન પણ હતાં.

    ત્યારબાદ અવિનાશ રાતોરાત પોતાની કોલેજનો સ્ટાર બની ગયો, સૌ કોઈનાં મોઢે એક જ નામ હતું અવિનાશ….આ ઉપરાંત બધા શિક્ષકોમાં પણ અવિનાશ પ્રિય થઈ ગયો હતો, આ સાથે - સાથે અવિનાશે ઘણી છોકરીઓના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું હતું, જેમાંથી બે કે ત્રણ યુવતીઓ એ અવિનાશ સામે પોતાના દિલની વાત કરીને પ્રપોઝ કર્યો પરંતુ અવિનાશે કોઈકને પસંદ કરી લીધી હોય તેમ તે બધાની પ્રપોઝલોને એક્દમથી હડધૂત કરી દીધી.

    અવિનાશ જેમ બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો, તેવી જ રીતે દિવ્યા અવિનાશનું દિલ જીતવામાં બાઝી મારી લીધી હતી, ધીમે - ધીમે અવિનાશ અને દિવ્યા એકબીજાનાં પ્રેમના રંગમાં ડૂબવા લાગ્યાં, અને ધીમે - ધીમે તે બંનેનો પ્રેમ દિવસે દિવસે ગાઢ થવા લાગ્યો.

     ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, હવે દિવ્યા અને અવિનાશ બે શરીર અને એક આત્મા હોય તેવું અનુભવી રહ્યાં હતાં.

     એક દિવસ દિવ્યા ઘરેથી કોલેજ ગઈ, ત્યારે તેની એક બુક હોલમાં રાખેલ ટીપાઈ પર જ ભૂલી ગઈ, આથી તેના ભાઈએ વિચાર્યું કે આ દિવ્યાને કામની બુક હશે, આમેય તે કોલેજ પોતાની ફેકટરીના રસ્તામાં જ આવે છે, આથી તેણે તે બુક દિવ્યાને આપતા જવાનું નક્કી કર્યું. બુક પોતાની સાથે લઈને હોન્ડાસિટી કાર લઈને દિવ્યાનો ભાઈ ઘરેથી નીકળ્યો.

      આ બાજુ દિવ્યા અને અવિનાશ પોતાના લેકચરમાંથી બંક મારીને કોલેજની આગળની બાજુએ આવેલ બગીચામાં દિવ્યા એક ઝાડને ટેકો દઈને બેસી હતી, અને અવિનાશ તેના ખોળામાં પોતાનું માથું રાખીને, એકબીજાની આંખોમાં આંખો નાખીને વાતો કરી રહ્યા હતાં

 દિવ્યાના ભાઈએ દિવ્યા વિશે પૂછપરછ કરી પરંતુ દિવ્યા મળી નહી, એટલીવારમાં એક યુવતી દિવ્યાના ભાઈ પાસે આવીને પૂછ્યું.

“તમે ! દિવ્યાને શોધો છો ? તમે દિવ્યાનાં શું થાવ ?”

“ હા ! હું દિવ્યાને જ શોઘી રહ્યો છું, અને હું દિવ્યાનો સગો ભાઈ છું, મારું નામ છે સિદ્ધાર્થ, તમે…..?” - સિદ્ધાર્થે પુછ્યું.

“મારું નામ કાજલ છે અને હું દિવ્યાની સાથે જ ભણું છું.” - થોડું વિચાર્યા બાદ પેલી યુવતીએ કહ્યું 

“તમે ! મારી બહેન દિવ્યાને જોઈ છે?” 

“જોઈ તો છે..! પણ….”

“પણ ….પણ શું ?”

“ તમે દિવ્યાને મારું નામ જણાવતા નહી, દિવ્યા કોલેજની આગળ આવેલ બગીચામાં તમને મળી જશે.” - આટલું બોલી કાજલ પોતાના રસ્તે ચાલતી થઈ.

     કાજલ બીજું કોઈ નહી પરંતુ અવિનાશે જે યુવતીની પ્રપોઝલ ઠુકરાવી દીધી હતી તે જ હતી, પોતાની સાથે અવિનાશે કરેલા આવા વ્યવહારનો બદલો લેવા, અને દિવ્યા પ્રત્યેની બળતરાને લીધે કાજલે સિદ્ધાર્થને જાણી જોઈને જ બધુ જણાવ્યું.

     કાજલે આપેલ માહિતી પ્રમાણે સિદ્ધાર્થે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય તેમ પોતાના મોટાભાઈ પાર્થને ફોન કરીને તાત્કાલિક દિવ્યાની કોલેજે બોલાવી લીધાં.

     થોડીવારમાં પાર્થ પણ આવી ગયો, ત્યારબાદ પાર્થ અને સિદ્ધાર્થ બગીચા પાસે ગયાં અને તેણે દિવ્યા અને સિદ્ધાર્થને આ હાલતમાં જોઈ એકદમ ગુસ્સે થઈ ગયાં, અને દોડીને અવિનાશને કોલર પકડીને બનેવ ભાઈઓ અવિનાશને મારવા લાગ્યાં. સિદ્ધાર્થને એકદમ ગુસ્સો આવવાથી બગીચામાં રહેલ પાવડો ઉઠાવી અવિનાશના માથાનાં ભાગે ખૂબ જ બળપૂર્વક પ્રહાર કર્યો, અવિનાશ આ પ્રહારથી બેભાન થઈને બગીચામાં આવેલ ઘાસ પર પડી ગયો.


બીજે દિવસે

સમય - સવારના 10 કલાકની આસપાસ

સ્થળ -ડેલ્ટા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ (આઈ. સી.સી.યુ)

      સિધ્ધાર્થ અને પાર્થ આઈ.સી.સી.યુ ની બહાર ઉભેલા હતાં, એટલીવારમાં ડો.શ્રેયાંસ અવિનાશની તપાસ કરીને આઈ.સી.સી.યુ ની બહાર આવ્યા, અને સિધ્ધાર્થ અને પાર્થને બોલાવીને કહ્યું કે, “ આમ તો આ એક પોલીસ કેસ કહેવાય, પણ તમારા પિતા હરપાલસિંહ આ હોસ્પિટલનાં મુખ્ય દાતા હોવાથી, એમની વાત માનીને એમ પોલિસકેસ કર્યો નથી, પરંતુ હાલમાં અવિનાશ આઉટ ઓફ ડેન્જર છે, પરંતુ ચિંતાની વાત એ છે કે અવિનાશ પોતાની યાદશક્તિ ગુમાવી બેઠો છે, તે પોતાનો ભુતકાળ અને વર્તમાન સંપુર્ણ રીતે ભૂલી ચુક્યો છે, માટે હવે તમારે લોકોને જે કંઈ પ્લાન કરવાનો હોય તે કંઇક નક્કી કરી લેજો કે હવે આગળ શું કરવાનું છે?

   આથી સિદ્ધાર્થે પોતાના પિતા હરપાલસિંહને ફોન કરી આ બધી બાબતો જણાવી દીધી, અને હરપાલસિંહે બને ભાઈઓને અવિનાશની કોલેજમાં પ્રિન્સિપાલ ચેમ્બરમાં આવવા માટે જણાવ્યું, થોડીવારમાં પાર્થ અને સિદ્ધાર્થ કોલેજ પર આવી પહોંચ્યા.

     હરપાલસિંહે પ્રિન્સીપાલ શ્રીને કાનમાં કંઈક સમજાવ્યું, તેમની વાત સાંભળી પ્રિન્સીપાલે અવિનાશના ઘરે ફોન કર્યો.

“હેલ્લો ! હા કોણ” - સામે થી અવાજ સંભળાયો.

“જી ! નમસ્તે ! હું અવિનાશની કોલેજના પ્રિન્સીપાલ વાત કરી રહ્યો છું.”

“ હા ! સાહેબ નમસ્તે બોલો.”

“મને ! એ જણાવતા દુઃખ થાય છે કે તમારો પુત્ર પોતાની હોસ્ટેલના મિત્રો સાથે માઉન્ટ આબુ ફરવા ગયેલ હતો, પરંતુ દારૂના નશામાં કાર પરનો કાબૂ ગુમાવતા તેની કાર ઊંડી ખાઈમાં પડવાથી અવિનાશનું મૃત્યુ થયું છે, તેનો મૃતદેહ શોધવા માટે ઘણી તપાસ કરી પરંતુ હજુ સુધી મળેલ નથી.”

“શું ! વાત કરો છો સાહેબ ?,”

    આટલુ બોલતાની સાથે જ અવિનાશના માતાપિતા અવિનાશની મૃત્યુના સમાચારનો આઘાત સહન ના કરી શક્યા બનેવ મૃત્યુ પામ્યા.

   આ બાજુ પ્રિન્સિપાલ ચેમ્બરમાં બધા મનોમન ખુશ થઈ રહ્યાં હતાં, કારણ કે આ આખી ઘટના હવે ખૂબ જ સારી રીતે કોઈને ખબર ન પડે તેવી રીતે ઢંકાય રહી હતી, પરંતુ તે લોકોને એ બાબતનો ખ્યાલ ન હતો કે પોતે કરેલા ખરાબ કર્મોનું ફળ આજ જન્મમાં ભોગવવું પડે છે, અને ક્યારેક તો આ સત્ય બધાની સમક્ષ તો આવવાનું જ હોય છે.


        હરપાલસિંહે દિવ્યાને ઠપકો આપતા કહ્યું કે, “ તું અવિનાશને ભૂલી જા, અવિનાશ હજુ પણ જીવે જ છે, પરંતુ જો તું ઇચ્છતી હોય કે તારા અવિનાશને કંઈ ના થાય, તો હું તને જ્યા કહું ત્યાં લગ્ન કરી લે, જો તું આ વાત નહીં માનીશ તો અવિનાશને કાયમિક માટે મોતને ઘાટ ઉતારી દઈશ.

    આ સાંભળી દિવ્યા પાસે અન્ય કોઈ રસ્તો ન હોવાથી, ઉપરાંત પોતે અવિનાશને સાચો પ્રેમ કરતી હોવાથી અવિનાશ સહી સલામત રહે, તેમાં જ પોતે ખુશ હતી, આથી દિવ્યા પોતાનાં પિતા હરપાલસિંહની વાત સાથે સહમત થઈ ગઈ.

      આ બનાવ બાદ દિવ્યાના પિતા એટલે કે હરપાલસિંહે પોતાના જ ગામનાં, પોતાના એક જુના મિત્રનાં પુત્ર સાથે લગ્ન કરાવી દીધાં, દિવ્યા આવિનાશના પ્રેમમાં હજુ પણ પાગલ હતી, અવિનાશ સાથે પછી શું બન્યું ? પોતાના ભાઈઓ એ અવિનાશ સાથે શું કર્યું ? તેના વિશે હજુપણ અજાણ હતી, દિવ્યાને તો અવિનાશના માતા - પિતાનું શું થયું એ બાબતનો પણ ખ્યાલ ન હતો.

  

     અવિનાશને સારું થઈ ગયું હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામા આવી, અને અવિનાશ પોતાની યાદશક્તિ ગુમાવી દીધેલ હોવાથી આખા શહેરમાં ભટકતો રહ્યો, જ્યાં અને જેવું અને જે જગ્યાએ ખાવાનું મળે ત્યાં ખાઈ લેતો, થોડાક દિવસો પસાર થયાં બાદ અવિનાશના વાળ અને દાઢી એટલા બધાં વધી ગયા કે કોઈ અંગત કે અવિનાશના મિત્રો પણ અવિનાશને ઓળખી ના શકે.

   ત્યારબાદ અવિનાશ આખા ગામમાં ભીખ માંગી માંગીને જે કંઈ મળે તેમાંથી પોતાનો ગુજારો કરી લેતો હતો. અવિનાશ ઘણીવાર આ શિવાલયે આવતો હતો, અને જમવા માટે કંઇકને કંઇક તો મળી જ રહેતું હતું.


            દિવ્યા શિવાલયની બહાર જ્યારે ભીખારીઓને જમવાનું અને ચાદર આપી રહી હતી, ત્યારે છેલ્લે બેસેલો ભિખારી બીજું કોઈ નહી…….પરંતુ તે ખુદ અવિનાશ હતો, પોતાના પ્રેમીને આ હાલતમાં હોવા છતાં પણ પહેલી જ નજરે ઓળખી ગઈ, અવિનાશને આ હાલતામાં જોઈ દિવ્યાને ખુબજ દુઃખ લાગવાથી તેણે થોડીક ક્ષણો માટે પોતાની બનેવ આંખો બંધ કરી લીધી, અવિનાશ પ્રેત્યેની પોતાની લાગણી વધતી હોવાથી પોતે શું કરી બેસ છે, એ દિવ્યાને ખ્યાલ નહોતો આવી રહ્યો, આથી પોતે દોડતી - દોડતી પોતાની ગાડીમાં બેસી ગઈ અને રડવા લાગી.

     અવિનાશ આ બધું એકદમ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો, અવિનાશ હાલમાં એ બાબત સમજવા માટે અક્ષમ હતો કે શાં માટે પેલી સ્ત્રી પોતાને જોઈને રડતાં - રડતાં ત્યાંથી દોડીને જતી રહી, અવિનાશનું મગજ ઇજાને લીધે દિવ્યાને ભૂલી ગયુ હતું પરંતુ હાલમાં પણ તેના હૃદયનાં દરેક ધબકારે દિવ્યાનું જ નામ લખાયેલ હતું, જેનાથી ખુદ અવિનાશ પણ અજાણ હતો, દિવ્યાને આવી હાલતમાં જોઈ પોતાને પણ એકદમ દુઃખી થઈ ગયો હતો, એટલીવાર દિવ્યા જે કારમાંં બેસી હતી તે કારનું એન્જિન શરૂ થવાનો અવાજ અવિનાશના કાને પડ્યો, આથી અવિનાશ પોતાના હાથમાં રહેલ વાસણ અને લાકડીનો ફગાવીને કારની પાછળ દોડવા લાગ્યો…….પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ થયાં…..અને અવિનાશ રસ્તા પર જ ગથોલિયા ખાઈને પડી ગયો. દિવ્યા આ બધું ડ્રાઇવરની ઉપરની તરફ રહેલા રિયર મિરરમાં જોઈ રહી હતી.

    દિવ્યાએ મનોમન પોતાનાં ભગવાન પાસે માફી માંગી કારણ કે અવિનાશની આ હાલત પાછળ તે પોતાને જવાબદાર માની રહી હતી, પરંતુ આ સાથે - સાથે તેના મનનાં કોઈ એક ખૂણામાં આનંદ થઈ રહ્યો હતો કે અંતે તેનો પ્રેમ…..અવિનાશ હજુ સુધી જીવિત છે. દિવ્યાનો અવિનાશ પ્રત્યેનો આ વ્યવહાર દર્શાવે છે કે હાલમાં પણ દિવ્યા અવિનાશને પહેલા જેટલો જ પ્રેમ કરે છે…….દિવ્યા અને અવિનાશનો પ્રેમ અગ્નિ જેવો પવિત્ર હતો અને હાલમાં પણ છે જ તે, બસ ફર્ક હતો તો માત્ર એકબીજાને પામવાનો….અને ક્યાંય એવું લખેલ નથી કે સાચા પ્રેમનો અર્થ પામવું એવો થાય ….પરંતુ પોતાના પ્રેમ કે પ્રેમીને સલામત અને સુરક્ષિત રહે તે માટે પોતાની જાત સાથે સમાધાન કરી લેવું એ પણ એક નિ:સ્વાર્થ પ્રેમ જ હોય છે….જે વાત દિવ્યાએ ખૂબ જ સારી રીતે પુરવાર કરી દીધી હતી.

એટલે જ કહેવાય છે કે,

“ ઉભો રહ્યો હું તલવાર લઈને મારા પ્રેમને સાબિત કરવા,

  કરી દીધો પુરવાર તેણે પ્રેમ પોતાનો, નિ: શબ્દ રહીને,

  જરૂરી નથી કે સાચા પ્રેમમાં એકબીજાને પામી શકીએ,

  પરંતુ વર્ષો બાદ પણ એ પ્રેમમાં કળીમાંથી ફૂલ ખીલવવાની ક્ષમતા હોય

- એ જ છે સાચો નિ:સ્વાર્થ પ્રેમ…………”


Rate this content
Log in

Similar gujarati story from Drama