નાનપણની રીસ
નાનપણની રીસ
રીના અને રોહિત એક જ કોલેજમાં ભણતા હતા. રીના અને રોહિત વાર્ષિકોત્સવ માટે નાટકનું આયોજન કર્યું હતું. બંનેને નૃત્યની વધારે ઈચ્છા હતી, પરંતું પ્રિન્સિપાલના મત મુજબ નાટકની સંખ્યા ઓછી હોવાથી નાટક કરવાનો નિર્ણય લેવાયો હતો.
નાની-નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડો થઈ જતો હતો. બંનેએ માંડ-માંડ નાટક પુરુ કર્યું. રીના નું કહેવું હતું કે "છોકરાઓ કેમ છોકરીથી જુદા હોય છે ! છોકરો છોકરી જેવું કેમ ન વિચારી શકે ?"
રોહિતને પણ એવા જ વિચાર આવતાં કે, "છોકરીઓ કેમ ટકટક કરે છે ?"
જેવાં કે વાળમાં પાણી નાખીને ન ઓળાવવું જોઈએ, કસરત કરવા જવું જોઈએ, સમયસર જમી લેવું જોઈએ. બધી વસ્તુઓને સરળતાથી કેવી રીતે હલ કરી શકે ? રાડારાડી કર્યા વગર કેમ રહી ન શકે ?
રીના અને રોહિતની કોલેજ પુરી થઈ ગઈ. બંનેના અલગ-અલગ પાત્ર સાથે લગ્ન થઈ ગયા. બંનેની રીસ તથા લડાઈ યથાવત જ રહી હતી.
વીસ વરસ પછી...
રીના અને રોહિત અચાનક એક દિવસ મોલમાં મળી ગયાં. બંને એકબીજા સામે જોઈ રહ્યા. બંનેની યુવાનીની રીસ તથા લડાઈ બાળસહજ હતી, એ સત્ય તો કયારના બંને સમજી ચુક્યા હતા. બંને હસી પડ્યા કે આપણે કેવી નાની-નાની વાતોમાં રીસાઈ જતા હતા !
