Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Abid Khanusia

Romance Inspirational

3  

Abid Khanusia

Romance Inspirational

નામ વિનાના સંબંધો

નામ વિનાના સંબંધો

6 mins
388


કૌશિક અને રેણુકાની સૌ પ્રથમ મુલાકાત તેમની ઓફિસમાં થઇ હતી. બંને સોફટવેર એન્જીનીયર હતા. રેણુકા તે દિવસે જ નોકરીમાં દાખલ થઇ હતી. કંપનીને મોબાઈલ એપ્લીકેશનો બનાવવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેના માટે નવા સોફટવેર એન્જીનીયરોની ભરતી કરવામાં આવી હતી. હજુ રેણુકાને કોઈ પ્રોજેક્ટ એલોટ થયો ન હતો એટલે તે ફ્રી હતી. કૌશિક એક એપ્લીકેશન ચેક કરી રહ્યો હતો તેમાં એરર આવતી હતી. તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ ભૂલ મળતી ન હતી. રેણુકા બાજુમાં બેઠી બેઠી કૌશિકના પ્રોગ્રામને જોઈ રહી હતી. કૌશિક કંટાળીને રીલેક્સ થવા ઉભો થયો એટલે રેણુકાએ કહ્યું “ કૌશિક, પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે તે ચેક કરી લઉં ?” કૌશિક મૌન સંમતિ આપી કેન્ટીન તરફ રવાના થયો. તે પાછો આવ્યો ત્યારે રેણુકાએ પ્રોગ્રામની ભૂલ સુધારી એપ્લીકેશનને રન કરી દીધી હતી. કૌશિકને રેણુકાના જ્ઞાન પર માન ઉપજયું. ત્યારથી બંને મિત્રો બની ગયા. રેણુકા સોફ્ટવેર એન્જીનીયરીંગ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં માહેર હતી. કૌશિક રેણુકા પાસેથી અન્યના મોબાઈલ હેક કરવાનું પણ શીખ્યો હતો.


એક દિવસે કૌશિકે રેણુકાને કહ્યું “ મારે આજે થોડુક વહેલું જવું પડશે. મારે રહેવા માટે નવું મુકામ શોધવાનું છે.” રેણુકાએ હસતાં હસતાં કહ્યું “ મારી સાથે રહેવા આવીજા“ કૌશિક મજાકમાં બોલ્યો “ ઓ.કે. ડન પણ તું ક્યાં રહે છે ? કુંવારી છોકરીની સાથે મને તારો મકાન માલિક રહેવા દેશે ? ” મજાક મજાકમાં વાત આગળ વધી. રેણુકાએ કહ્યું “મેં અને મારી બહેનપણીએ શહેરથી દુર નવી બંધાયેલા એક સ્કીમમાં એક “ટુ બી. એચ. કે.” ફ્લેટ ભાડે રાખ્યો હતો. મારી બહેનપણીને પુનામાં સારી ઓફર મળી એટલે તે ચાલી ગઈ છે. હું ફ્લેટ શેર કરવા કોઈ કંપની શોધું છું. તું આવી જા. હજુ ત્યાં આઠ દસ ફલેટમાં જ લોકો રહેવા આવ્યા છે. મોટા ભાગે નોકરીયાત અને સ્ટુડન્ટસ છે. બધું એડજસ્ટ થઇ જશે.” 


કૌશિક રેણુકા સાથે રહેવા ચાલ્યો ગયો. સાથે રહેતાં રહેતાં બંનેને પ્રેમ થઇ ગયો એટલે લીવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. રેણુકાના મા બાપ નહાતા. તે બે બહેનો જ હતી. તેની દીદીના લગ્ન પછી તેની દીદી તેને ભણાવવા માટે પોતાની સાથે રાખતી હતી. તેનો જીજાજી તેની બહેનને ખુબ મારતો હતો. રેણુકાનો અભ્યાસ પૂરો થયો અને તેને નોકરી મળી ત્યાંસુધી તેની બહેન તેના પતિનો અત્યાચાર સહન કરતી રહી ત્યાર બાદ તેણે પંખે લટકી આપઘાત કરી લીધો હતો. હવે દુનિયામાં રેણુકાનું નજીકનું કોઈ સગું ન હતું. કૌશિકને પણ માતા સિવાય કોઈ નજીકનું સગું ન હતું. તેની માતા કૌશિકને લગ્ન કરી લેવા દબાણ કરતી પરંતુ તેણે તેની માતાને જણાવ્યું હતું કે હાલ તે પોતાની કેરીયર બનાવવા ઈચ્છે છે અને પૂર્ણ રૂપે પગભર થાય પછી તે લગ્ન કરશે. 


રેણુકાની વાત જાણી કૌશિકે રેણુકા સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું પરંતુ રેણુકાએ તેની બહેન પર થતો અત્યાચાર જોયો હતો એટલે હાલ લગ્નના બંધનમાં બંધાવવા અનિચ્છા દર્શાવી. તે એક બોલ્ડ યુવતી હતી. તેને લગ્ન વિના કૌશિક સાથે શારીરિક સબંધ બાંધવામાં કોઈ છોછ ન હતો. સમય પસાર થતો ગયો. 


કૌશિકની માતા પુત્રના લગ્ન જુવે તે પહેલાં ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા. કૌશિકે ફરી એક વાર લગ્ન કરી લેવા રેણુકાને કહ્યું પરંતુ તેણે હજુ લગ્ન કરવાનું મન બનાવ્યું ન હતું. બંનેની શારીરિક જરૂરીયાતો સંતોષાઈ જતી હતી અને જીવન આગળ વધતું જતું હતું, જેમ જેમ સમય પાસે થતો રહ્યો તેમ તેમ બંને વચ્ચે પ્રેમ ઓછો થતો ગયો. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને દુર થતા ગયા. હવે ફકત શારીરિક જરૂરીયાત સંતોષવા સિવાયનો કોઈ સબંધ રહ્યો નહતો. 


આર્થિક સદ્ધરતાના કારણે રેણુંકામાં સ્વચ્છંદતા પ્રવેશી ગઈ હતી. તે દારૂનું સેવન કરવા લાગી હતી. તેણે રેણુકાને તેના ભય સ્થાનો જણાવ્યા તેમજ સમાજમાં લગ્ન સિવાયના સબંધો નામ વિનાના સબંધો છે અને સમાજ હજુ આવા સબંધોને માન્યતા આપતો નથી તેમ જણાવી તેની સાથે લગ્ન કરી તેમના સબંધોને સમાજમાં સન્માન આપવા તેણે ફરીથી ભારપૂર્વક વિનંતિ કરી પરંતુ રેણુકા કોઈ એકની મિલકત બની ગુલામ થવામાં માનતી નહતી. રેણુકાએ જાણે તેની બહેન પરના અત્યાચારોએ ધ્યાને રાખી સમાજ સામે બંડ પોકારવાનું નક્કી કર્યું હોય તેમ ટસ થી મસ ના થઇ.  


કૌશિક હવે રેણુકા સાથેના અનૈતિક સબંધો આગળ ચાલુ રાખવા માંગતો ન હોઈ તે રેણુકાથી અલગ થઇ ગયો. રેણુકાએ થોડા સમય પછી અન્ય શહેરમાં નોકરી મેળવી ત્યાં શિફ્ટ થઇ ગઈ. આ બાબતને બે વર્ષ જેટલો સમય વીતી ગયો. કૌશિક રેણુકાને સાચા હદયથી પ્રેમ કરતો હતો એટલે હજુ તે તેને ભૂલી શકયો ન હતો.   

  

કૌશિકને છેલ્લા અઠવાડીયાથી ઝીણો તાવ આવતો હતો સાથે સાથે શરદી પણ થઇ ગઈ હતી. ઘરગથ્થુ દવાઓ કારગર ન નિવડતાં તે દવાખાનેથી દવા પણ લાવ્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. શરીર નબળું પડતું જતું હતું. તે પથારીમાં પડ્યો પડ્યો કણસતો હતો ત્યારે તેના ઘરની બહાર કોઈ ભિખારીએ મદદની યાચના કરી. તેને પથારીમાંથી ઉઠવાનું મન થતું ન હતું છતાં ભીખારીની આજીજી સાંભળી તે થોડુક પરચુરણ લઇ તેને આપવા બહાર આવ્યો. ભિખારી પોતાની અપંગ પત્નીને તેની પીઠ પાછળ બેસાડી ભીખ માગવા ઉભો હતો. કૌશિકને થોડુક અચરજ થયું. 


આટલું ચાલવામાં નબળાઈના કારણે તેને હાંફ ચઢી ગયો. તેને એકદમ ખાંસી આવવી શરુ થઇ એટલે તે નીચે બેસી ગયો. પાણી પીવાની જરૂરીયાત ઉભી થઇ પણ તે પાછો ઘરમાં જઈ શકે તેમ નહતો. ભિખારીએ કૌશિકની હાલત જોઈ પોતાની પત્નીને તેની પીઠ પરથી નીચે ઉતારી કૌશિકની પીઠ પર હાથ ફેરવ્યો. કૌશિકને થોડીક રાહત થઇ. 


કૌશિક સ્વથ થયો ત્યાં સુધી ભિખારી ત્યાં ઉભો રહ્યો. કૌશિકે ભીખારીને પૂછ્યું “ ભાઈ કેમ તારી પત્નીને તું તારી પીઠ પર બેસાડી ભીખ માગે છે. આટલો વજન ઉપાડી ફરેછે તેના કરતાં તેને ઘરે મુકીને આવતો હોય તો તને રાહત રહે ને ? તારા ઘરે બીજું કોઈ તારી પત્નીને સાચવે તેવું નથી ?” 


 ભિખારી બોલ્યો, “ સાહેબ અમારે વળી ઘર કેવું ?. અમે તો મંદિરના દરવાજે પડ્યા રહીએ છીએ. અમે બે જ જણા છીએ તો કોના ભરોસે મૂકી ને આવું ? આ અપંગને આખો દિવસ કોણ સાચવે ? તેની જરૂરીયાતો કોણ પૂરી કરે ? તે મારી પત્ની છે એટલે સાહેબ તેને સાચવવાની જવાબદારી પણ મારી જ છે એટલે હું તેને સાથે લઈને ફરું છું.” કદાચ વધારે પડતું બોલી ગયું હોય તેવું તેને લાગતાં તે ચુપ થઇ ગયો.


 કૌશિકે ભિખારીને પુછ્યું, “તારી પત્ની જન્મથી અપંગ છે ?”

ભિખારી: “ ના સાહેબ, એક વખતે રેલ્વેના પાટા ઓળગવા જતાં ટ્રેન આવી ગઈ તેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. “ કૌશિકના મોઢામાંથી હળવો સિસકારો નીકળી ગયો. 

કૌશિક “ કેટલા વર્ષ થયા એક્સિડન્ટ ને ?”

ભિખારી “ દસ વર્ષ, સાહેબ“ તેણે ભોળાભાવે કૌશિકને પુછ્યું ”સાહેબ તમારા ઘરમાં તમારી દેખભાળ રાખવા વાળું બીજું કોઈ નથી ?” 

કૌશિકે કોઈ જવાબ ન આપ્યો. ભિખારીને થોડી રકમ આપી રવાના કર્યો.


કૌશિક ઘરમાં આવી પથારીમાં પડ્યો. ભિખારીની પત્ની ભક્તિ અને તેના શબ્દો ”સાહેબ તમારા ઘરમાં તમારી દેખભાળ રાખવા વાળું બીજું કોઈ નથી ?” એ તેના હૃદયમાં ઉથલ પાથલ મચાવી દીધી હતી. તેને રેણુકા ખુબ તીવ્રતાથી યાદ આવી ગઈ.


કૌશિકે રેણુકા ને વોટ્સઅપ મેસેજ અને ઈમેઈલ દ્વારા તેનો તાત્કાલિક સંપર્ક કરવા વિનતી કરી. કૌશિકના બંને મેસેજ બે દિવસ સુધી વાંચ્યા વિનાના પડી રહ્યા એટલે તેણે રેણુકાની ફિકર થવા લાગી. તેણે રેણુકાનો મોબાઈલ હેક કરી તેનું લોકેશન મેળવ્યું. તે બેંગ્લોર હતી. કૌશિક બેંગ્લોર પહોચ્યો. ત્યાં જઈ ફરી તેનું લોકેશન ફાઈન્ડ કરતાં બેંગ્લોરની એક મશહુર હોસ્પીટલનું લોકેશન મળતું હતું. તે હોસ્પિટલ પહોચ્યો. રેણુકા હોસ્પિટલમાં મરણ પથારીએ હતી. તેનું શરીર સાવ કંતાઈ ગયું હતું.  


કૌશિકને જોઈ રેણુકાના મુખારવિંદ પર પરિચિતતાનું હાસ્ય ફેલાયું. કૌશિક તેની પથારી પર બેઠો. તેણે રેણુકાનો હાથ પોતાના હાથમાં લીધો. રેણુકાની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા માંડી. કૌશિકે રેણુકાનું શિર તેના ખોળામાં લઇ તેના લુખ્ખા વાળોમાં હાથ ફેરવવા લાગ્યો. બંને કઈ બોલતા ન હતા પરંતુ બંને ના હદયો એક બીજાની લાગણીનો પડઘો પાડતા હતા. 


રેણુકા કૌશિકની માવજતમાં સાજી થવા માંડી. પુરા એક મહિના પછી રેણુકાને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. કૌશિક સૌ પ્રથમ રેણુકાને મંદિર લઈ ગયો. ત્યાં તેણે રેણુકા સાથે લગ્નના સાત ફેરા ફરી તેના માથામાં સિંદુર પૂરી તેમના નામ વિનાના સબંધોને સન્માન બખશ્યું.


રેણુકાએ કૌશિકને કહ્યું કૌશિક આજે મને એહસાસ થયો કે બધા પુરુષો અત્યાચારી નથી હોતા અને આટલી નાની વાત સમજવામાં મેં જીદગીના ઘણા કિમતી વર્ષો બરબાદ કરી નાખ્યા છે. મને માફ કરજે.

“દેર સે આયે પર દુરુસ્ત આયે “ કહી કૌશિકે રેણુકાને પોતાની આગોશમાં સમાવી લીધી.


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Romance