Rahul Makwana

Thriller

4  

Rahul Makwana

Thriller

નાઈટમેર

નાઈટમેર

15 mins
514


નાઈટ મેર - ડ્રીમ ધેટ આઈ કેનોટ ફરગોટ

સ્થળ - માનન સાઈકિયાટ્રિક હોસ્પિટલ

સમય - સવારનાં 11 કલાક.

 સવાર એનાં પૂરેપૂરા રંગના એક સુગંધિત કુમળા ફૂલની માફક ખીલી સોળે કળાએ પૂરેપૂરી રીતે ખીલી ઉઠેલ હતી, ઘણી વખત આ સવાર આપણાં માટે સારા સમાચાર લઈને આવતી હોય છે, તો ક્યારેક આ સવાર આપણે કલ્પના પણ ના કરી હોય તેવા અગૂઢ અને ગાઢ રહસ્યો પોતાની સાથે લઈને આવતી હોય છે, અવનીનાં જીવનમાં પણ આજે જે સવાર આવી એ આવા જ અગૂઢ અને ગાઢ રહસ્યો પોતાની સાથે લઈને આવેલ હતી.

"તો.. અવની ! તને આવા સપનાઓ કેટલાં સમયથી આવે છે…? આ સપનાઓમાં તને શું નજરે પડે છે…?" - ડૉ. દિવ્યાંશે અવનની આંખોમાં નજર કરતાં - કરતાં પૂછે છે.

"સાહેબ ! આ સપનાંઓ મને છેલ્લાં એક મહિનાથી આવી રહ્યાં છે. મને આવા સપનાઓ આવવાની શરૂઆત એક મહિના પહેલાં જ થઈ હતી. પરંતુ મને એવું લાગતું હતું કે આ સપના કોઈ સામાન્ય સપનાં જ હશે…પરંતુ એ જ સપનું મને એક મહિના સુધી વારંવાર આવવાથી હું તમારી પાસે કન્સલ્ટિંગ કરાવવા માટે આવેલ છું.. !" - અવની ઉદાસી ભરેલાં અવાજે હળવેથી બોલી.

"ઓકે.. તો.. તમને એ સપનામાં શું દેખાય છે.. એ મને સવિસ્તાર જણાવશો…?" - ડૉ. દિવ્યાંશ હળવા અવાજે અવનીને પૂછે છે.

"સાહેબ ! એ સપનામાં એક વ્યક્તિ રોડનાં કિનારે ચાલીને જતું હોય છે.. અને તેની સાથે મારા જેટલી જ ઉંમરની એક યુવતી તેનો હાથ પકડીને વાતો કરતાં કરતાં ચાલતાં હોય છે, બરાબર એ જ સમયે.. એક સ્વીફ્ટ કાર પુરઝડપે આવે છે.. અને તે વ્યક્તિને ઠોકર મારીને ચાલી જાય છે.. અને બીજાં સપનામાં પરિસ્થિતિ એની એ જ હોય છે.. પરંતુ એમાં સ્વીફ્ટ કારની જગ્યાએ એક વ્યક્તિ પોતાનાં હાથમાં ધારદાર છરી લઈને આવે છે.. અને રોડ પર ચાલીને જઈ રહેલાં પેલાં વ્યક્તિ પર એકાએક હુમલો કરે છે…!" - અવની પોતાને આવતાં સપનાઓ યાદ કરીને ડૉ. દિવ્યાંશને પૂરેપૂરી વિગત જણાવે છે.

"ઓકે.. તો.. તમને એમાં કોઈ વ્યક્તિનો ચહેરો નજરે પડ્યો છે.. !" - ડૉ. દિવ્યાંશ વધુ વિગતો પૂછતાં બોલે છે.

"સાહેબ ! એમાં મને બધાં વ્યક્તિઓનો ચહેરો તો નથી દેખાય રહ્યો પરંતુ.. જે વ્યક્તિ પર હુમલો થાય છે.. તે વ્યક્તિનો ચહેરો મને એકદમ સ્પષ્ટ દેખાય રહ્યો છે…!" - અવની વધુ માહિતી જણાવતાં બોલે છે.

"તો…શું.. તમે એ વ્યક્તિને ઓળખો છો…? અથવા ક્યારેય એ વ્યક્તિને મળ્યાં છો…? શું તમેં એનું નામ જાણો છો…?" - ડૉ. દિવ્યાંશ ભારપૂર્વક અવનીને પૂછે છે.

"ના.. સાહેબ.. એ વ્યક્તિને હું ક્યારેય મળી પણ નથી.. અને એમને ઓળખતી પણ નથી.. એ વ્યક્તિનું નામ શું છે.. એ પણ મને ખ્યાલ નથી.. !" - અવની લાચારી ભરેલાં અવાજે બોલે છે..

"ઓકે ! ડોન્ટ વરી.. હું તમને અમુક દવાઓ લખી આપું છું.. અને તમને સમજાવું તે પ્રમાણે તમારે નિયમિત દવા લેવાની છે.. !" - ડૉ. દિવ્યાંશ અવનીને પ્રિસ્ક્રિપ્શન લેટર આપતાં - આપતાં બોલે છે.

"સાહેબ ! મને આવા સપનાઓ શાં માટે આવી રહ્યાં હશે…? મને આવા સપનાઓ આવવા પાછળ શું રહસ્ય જોડાયેલ હશે.. ? આ સપનાઓ મને શું સંકેત આપવાં માંગતા હશે…? મારા સપનામાં આવનાર વ્યક્તિ કોણ હશે…?" - અવની હેરાની ભરેલાં અવાજે ડૉ. દિવ્યાંશને પૂછે છે.

"વેલ..! અવની હાલ તો તારા પ્રશ્નોનાં જવાબ આપવાં થોડાંક મુશ્કેલીભર્યા છે. બટ ઈનીસ્યલી તું હાલમાં જે પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહી છો તેને અમારી ભાષામાં "ઓટીઝમ" કહેવામાં આવે છે…!" - ડૉ. દિવ્યાંશ અવનીને સામે જોઈને બોલે છે.

"ઓટીઝમ.. ?" - અવની આશ્ચર્ય અને નવાઈ સાથે ડૉ દિવ્યાંશને પૂછે છે.

"જી.. અવની.. ઓટીઝમ એટલે વ્યક્તિ વાસ્તવિકતાથી અલગ પોતાની એક દુનિયાનું નિર્માણ કરે છે.. જેમાં તે જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની ઈચ્છા ધરાવતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે… ટૂંકમાં આ પરિસ્થિતિમાં વ્યક્તિ વાસ્તવિક દુનિયાથી અલગ થઈને પોતાની આ દુનિયામાં ખોવાયેલ રહે છે.. હવે ફર્ક એટલો છે કે આ વ્યક્તિ સજાગ અવસ્થામાં "ઓટીઝમ" માં રહે છે.. જ્યારે તારા કેસમાં તું ઊંઘયા પછી તારી એ ઓટીઝમવાળી દુનિયામાં ખોવાય જાય છે.. !" - ડૉ. દિવ્યાંશ અવનીને વધુ માહિતી આપતાં બોલે છે.

"તો.. મને સારું તો થઈ જશે ને…!" - અવની ઊંડો નિસાસો નાખતાં પૂછે છે.

"હા ! તમને સારું તો થઈ જશે.. પ.. ણ…!" - ડૉ. દિવ્યાંશ થોડુંક ખચકાતા - ખચકાતા બોલે છે.

"પણ… એમાં થોડોક સમય લાગશે.. અને તમારે મારી પાસે મહીનામાં એકવાર ફોલોઅપ માટે આવવું પડશે.. !" - ડૉ. દિવ્યાંશ થોડાક ગંભીર અવાજે બોલે છે.

"ઓકે.. પણ.. થોડોક સમય.. એટલે કેટલો સમય…?" - અવની આશ્ચર્ય પામતાં ડૉ. દિવ્યાંશને પૂછે છે.

"જી.. હાલની પરિસ્થિતિ મુજબ એ કહેવું થોડું મુશ્કેલ છે.. કદાચ એક અઠવાડિયું, એક મહિનો કે એક વર્ષ કે એનાંથી પણ વધુ સમય લાગી શકે છે…!" - ડૉ. દિવ્યાંશ અવનીને જણાવતાં બોલે છે.

"ઓકે ! સાહેબ ! હું દર મહિને તમારી પાસે ફોલોઅપ માટે આવતી રહીશ.. બાય ધ વે થેન્ક યુ વેરી મચ…!" - અવની ડૉ. દિવ્યાંશનો આભાર માનીને તેની ચેમ્બરમાંથી બહાર નીકળે છે.

ધીમે ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા માંડ્યા, પરંતુ અવનીની હાલતમાં કોઈ જ સુધારો આવેલ ન હતો.. હજુપણ પેલું ડરામણાં સપનાઓ અવનીનો પીછો છોડવાનું નામ જ નહોતો લઈ રહ્યાં, પહેલાં તો અવનીને માત્ર રાતે ઊંઘતી વખતે જ એ સપનાઓ આવી રહ્યાં હતાં, હવે તો એ સપનાઓની તિવ્રતામાં એટલો બધો વધારો થઈ ગયો હતો કે અવની ક્યારેક બપોરનાં સમયે પણ નાનું એવું ઊંઘનું ઝોકું લે તો એ દરમ્યાન પણ પેલાં ડરામણા સપનાઓ આવતાં હતાં.

બરાબર આ જ સમયે અવનીને તેની કંપનીની મેઈન બ્રાચ કે જે કલકત્તા ખાતે આવેલ હતી ત્યાં તેને એચ.આર.હેડ તરીકેનું પ્રોમશન મળ્યું.. આથી અવનીએ વિચાર્યું કે જો કદાચ તે શહેર બદલી નાખશે તો પેલાં ડરામણા સપનાઓ પણ આવવાનું બંધ થઈ જશે.. આવો વિચાર આવતાં અવની ખુશ થતાં થતાં કલકત્તા જવાં માટે રવાનાં થઈ.

ધીમેં - ધીમે થોડાં જ સમયમાં અવનીનાં કામ અને કૌશલ્યને લીધે પૂરેપૂરી કંપનીમાં તેની વાહ ! વાહ થવાં લાગી, સૌ કોઈને અવની પ્રત્યે માનની લાગણી થઈ આવતી હતી, આટલી નાની ઉમરમાં અવનીએ સફળતાનાં મોટા સોપાનો સર કરી લીધેલ હતાં, આમ અવની કંપનીનાં અન્ય તમામ મહિલા કર્મચારીઓ માટે એક મિસાલ બની ગઈ હતી.

"મેડમ.. તમને.. આપણી કંપનીનાં સી.ઈ.ઓ. મનોજ ગુપ્તા બોલાવી રહ્યાં છે…!" - પ્યુને અવનીની ચેમ્બરનો દરવાજો નોક કરતાં કહ્યું.

"ઓકે.. હું આવું છું…!" 

 આટલું બોલી અવની ફટાફટ ચેર પરથી ઊભી થઈ ને સી.ઈ.ઓ મનોજ ગુપ્તાની ચેમ્બર તરફ ચાલવા લાગે છે. અવનીનાં મનમાં થોડોક ડર લાગી રહ્યો હતો.. કે…"મનોજ સરે શાં માટે તેને બોલાવી હશે…? શું મારા દ્વારા અજાણતાં કોઈ ભૂલ થઈ ગઈ હશે…? આજે તો મને ઠપકો મળીને જ રહેશે.. !" - અવની આવાં વિચારો કરતાં કરતાં મનોજ ગુપ્તાની ચેમ્બર પાસે પહોંચી જાય છે.. અને દરવાજો નોક કરીને અંદર પ્રવેશે છે.. મનોજ ગુપ્તાની ચેમ્બરમાં પ્રવેશતાની સાથે જ અવનીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પોતે હાલમાં પોતાની આંખો વડે જે દ્રશ્ય જોઈ રહી હતી, તેનાં પર તેને વિશ્વાસ ન આવ્યો.. તેનાં શરીરમાં એક જોરદાર ઝટકો લાગ્યો હોય તેવું અવની અનુભવી રહી હતી. તેનાં ચહેરા પર પરસેવા બાઝી ગયેલ હતો. શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા એકદમથી વધી ગયેલાં હતાં.. કારણ કે મનોજ ગુપ્તા બીજું કોઈ નહીં પરંતુ તેનાં સપનામાં જે વ્યક્તિ આવી રહ્યો હતો તે ખુદ હતો.. આ જોઈ અવનીનાં મનમાં એકસાથે ઘણાંબધાં વિચારોની ટ્રેન દોડવા લાગી.

"મિસ. અવની.. આર યુ ઓકે…?" - મનોજ ગુપ્તા પોતાનાં ભારે અવાજમાં અવનીની સામે જોઈને બોલે છે.

"અમમ.. યસ.. સ.. ર…!" - અવની થોડાંક ગભરાયેલાં અવાજમાં સ્વસ્થ થતાં બોલે છે.

"મિસ ! અવની ! આવતાં મહિને આપણી કંપની દ્વારા "એક ભરતી મેળાનું આયોજન કરેલ છે.. તો તમારું નામ મેં સેલેક્શન કમિટીમાં સજેસ્ટ કરેલ છે.. તો તમને કોઈ પ્રોબ્લમ નથી.. ને…?" - મનોજ ગુપ્તા અવનીની નવાઈ પામેલ આંખો સામેં જોઈને પૂછે છે.

"નો.. સર.. આઈ હેવ નો એની ઓબ્જેકશન…બટ એકચ્યુઅલી ઈટ્સ માય પ્લેઝર…!" - અવની ખુશ થતાં થતાં બોલે છે.

"ઓકે.. ધેન.. આઈ સેલ ટેલ યુ લેટર અબાઉટ ધ રેસ્ટ પ્રોગ્રામ…!" - મનોજ ગુપ્તા જાહેરાતનો લેટર આપતાં બોલે છે.

"ઓકે..સર..થેન્ક યુ…!" - અવની ચેર પરથી ઊભાં થતાં થતાં બોલે છે.

ત્યારબાદ અવની મનોજ ગુપ્તાની ચેમ્બરમાંથી બહાર નીકળે છે. અવની જ્યારે મનોજ ગુપ્તાની ચેમ્બરમાં ગઈ ત્યારે તેનાં મનમાં ઘણાં પ્રશ્નો હતાં, જે મનોજ ગુપ્તાની ચેમ્બરમાં પ્રવેશ્યાં બાદ બધા જ જવાબ મળી ગયાં હતાં, પરંતુ ચેમ્બરમાંથી બહાર નીકળ્યાં બાદ અવનીનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો ઉદભવ્યા હતાં…જેનાં જવાબ મેળવવા ખુબ જ મુશ્કેલ હતાં.


એ જ દિવસે સાંજે

સમય - સાંજના 6 કલાક.

સ્થળ - અવનીનો ફલેટ.

"હેલો ! ગુડ ! ઈવનિંગ સર.. હું અવની.. વાત કરું છો…?" 

"ઓહ..મિસ..અવની.. શું વાત છે.. આજે એકાએક કોલ કરવાની જરૂર પડી…? તમને પ્રોમશન મળ્યું તો અમને પેડાં પણ ના ખવડાવ્યા.. !" - ડૉ. દિવ્યાંશ અવનીને કહે છે.

"સર.. આ બધું તાત્કાલિક થઈ ગયું.. એટલે મને જરાપણ સમય નથી મળ્યો…! મને એવું હતું કે હું શહેર બદલીશ તો પેલાં ડરામણાં સપનાઓથી કાયમિક માટે મારો છુટકારો થઈ જશે પરંતુ.. .હકીકત તો કંઈક અલગ જ નીકળી…!" - અવની થોડાં ગભરાયેલાં અવાજે બોલે છે.

"એવું.. તો.. શું…થયું.. અવની…? બધું બરાબર તો છે ને…?" - ડૉ. દિવ્યાંશે અચરજ પામતાં અવનીને પૂછ્યું.

"સર..હું તમારી પાસે જ્યારે ફોલોઅપમાં જણાવીશ ત્યારે તમને બધી માહિતી જણાવીશ…!" - અવની ડર સાથે બોલે છે.

"અવની ! મેં સાંભળ્યું છે કે તારી કલકત્તા શહેરમાં પ્રમોશનને લીધે બદલી થયેલ છે…?" - ડૉ.દિવ્યાંશ અવનીને પૂછે છે.

"હા…!" - અવની ટૂંકો જવાબ આપતાં બોલે છે.

"તો.. હું.. હાલ.. કલકત્તા શહેરમાં મારે "ઓલ ઈન્ડિયા સાઈકિયાટ્રિક એશોસીએશનનો એક સેમિનાર છે. તો હું આજે સવારે જ કલકત્તામાં આવેલ છું.. અને હજુ પણ ત્રણ દિવસ રોકાવાનો છું…!" - ડૉ. દિવ્યાંશ અવનીને જણાવતાં બોલે છે.

"ઓહ..ઈટ ઈસ રિયલી અ કોઈન્સીડન્સ…તો હું તમને મળવા માંગુ છું.. !" - અવની ખુશ થતાં - થતાં બોલે છે.

"ડોન્ટ વરી.. અવની મારા મોબાઈલ નંબર પર તારું લાઈવ લોકેશન મોકલ.. હું ત્યાં આવું છું તારી પાસે..તારે અહીં આવવાની જરૂર નથી…!" - ડૉ. દિવ્યાંશ અવનીને સમજાવતાં બોલે છે.

"ઓકે..ધેટ ઈસ મોર બેટર…!" - અવની ખુશ થતાં બોલે છે.

ત્યારબાદ અવની ડૉ. દિવ્યાંશનાં મોબાઈલ પર પોતાનું લાઈવ લોકેશન મોકલે છે.. અને થોડીવારમાં તો ડૉ. દિવ્યાંશ અવનીનાં ફ્લેટે આવી પહોંચે છે, ત્યારબાદ અવની ડૉ. દિવ્યાંશ અને પોતાનાં માટે કોફી બનાવે છે.. અને કોફી પીતાં - પીતાં વાતની શરૂઆત કરે છે.

"ડૉ. દિવ્યાંશ.. તમને મેં મારા સપનાઓ વિશે અગાવ જણાવેલ હતું.. તે પ્રમાણે કોઈ વ્યક્તિ પર તેનો જીવ લેવાં માટે બે વખત હુમલો થાય છે.. એક તેનાં પર કોઈક અજાણી વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો થાય છે અને બીજા કિસ્સામાં જે સ્વીફ્ટ કાર દ્વારા હડફેટે લેવામાં માટેનો પ્રયાસ કરવામાં આવે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ અમારી કંપનીનાં સી.ઈ.ઓ મનોજ ગુપ્તા સર જ હતાં.. !" - અવની એક જ શ્વાસમાં બધું બોલી જાય છે.

"એટલે.. અવની તારો કહેવાનો મતલબ એવો છે કે.. તારી કંપનીનાં સી.ઈ.ઓ. મનોજ ગુપ્તાને કોઈ મારવા માટે પ્રયાસ કરી રહ્યું છે…અને એ પણ એકવાર નહીં… પરતું બે - બે વખત…?" - ડૉ. દિવ્યાંશ નવાઈ સાથે અવનીને પૂછે છે.

"જો ! મારા સપનાં પ્રમાણે જોઈએ તો.. આ જ હકીકત છે.. પરંતુ કોઈ મનોજ ગુપ્તાને શાં માટે મારવા ઈચ્છતું હશે…? આપણે આ બાબતની પોલીસમાં જાણ કરીએ તો…?" - અવની ડૉ. દિવ્યાંશની સામે જોઈને પૂછે છે.

"જો.. અવની.. એ મહેજ એક તારું સપનું છે.. બની શકે તે તારી એક કલ્પના પણ હોય.. જે સાચું ન પણ પડે એવું પણ બની શકે.. અને આ બાબતે પોલીસમાં જાણ કરવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી.. તેમ છતાંય હું હજુ ત્રણ દિવસ અહીં કલકત્તા શહેરમાં જ છું.. જો તને એવું કંઈપણ શંકા કે શંકાશીલ મોમેન્ટ દેખાય તો મને કોલ કરજે, હું તરત જ આવી જઈશ..!" - ડૉ. દિવ્યાંશ અવનીને હિંમત આપતાં બોલ્યાં.

"ઓકે ! સર.. હું એમ જ કરીશ…બાય ધ વે.. થેન્ક યુ વેરી મચ.. ફોર યોર કાઈન્ડ સપોર્ટ…!" - અવની ડૉ. દિવ્યાંશનો આભાર માનતાં બોલે છે.

"ઈટ્સ માય ડ્યુટી.. ટેક કેર.. અને હા પેલી દવાઓ લેવાનું ના ભૂલતી…!" - ડૉ. ચિરાગ અવનીનાં ફ્લેટમાંથી બહાર નીકળતાં - નીકળતાં બોલે છે.

ત્યારબાદ ડૉ. દિવ્યાંશ પોતાની કાર લઈને, તમામ ડૉકટરોને જે હોટલમાં એકોમડેશન આપવામાં આવેલ હતું.. તે હોટલ જ્યુબિલી પર જવાં માટે રવાનાં થાય છે.


ડૉ. દિવ્યાંશને મળ્યાનાં બે દિવસ બાદ.

અવની જે ફલેટમાં રહેતી હતી, તેનાથી માત્ર દસ જ મિનિટ દૂર તેની કંપનીનાં સી.ઈ.ઓ મનોજ ગુપ્તાનો બંગલો આવેલ હતો.. તે દિવસે અવની જમીને વોકિંગ કરવાં માટે તેનાં ફલેટની બહાર ચાલવા માટે નીકળેલ હતી.. એવામાં એક સ્વીફ્ટ કાર તેની એકદમ નજીકથી પુરઝડપે પસાર થઈ.. આથી અવની એ કારને ફોલો કરે છે.. અને એ સ્વીફ્ટ કાર થોડેક આગળ જઈને રસ્તાની એક તરફ ઊભી રહી જાય છે.. અને તેની હેડ લાઈટ બંધ કરી દે છે.. એવામાં તેની સામેથી થોડે દૂર તેની કંપનીનાં સી.ઈ.ઓ મનોજ ગુપ્તા પગપાળા ચાલતાં આવતાં નજરે પડ્યા…જેથી અવની દોડીને મનોજસર પાસે ગઈ.

"સર ! આજે ચાલીને…કેમ…?" - અવનીએ નવાઈ પામતાં મનોજસરને પૂછ્યું.

"મિસ ! અવની.. આજે મારી કાર એકાએક ખરાબ થઈ ગઈ.. આથી આપણી કંપનીનાં જ એક કર્મચારીની કારમાં હું આપણાં એરિયા સુધી આવ્યો.. તે અને બહાર સુધી ડ્રોપ કરી ગયો.. અને પછી મેં તેને કહ્યું કે…"અહીંથી હું ચાલીને મારા ઘરે જતો રહીશ.. !".. .પણ તમે અત્યારે.. અહીં…? આટલું મોડું…? શું કરી રહ્યા છો…?" - મનોજ ગુપ્તાએ અવનીને પૂછ્યું.

"સર.. હું.. તમને આ બાબતે.. પ.. છી.. નિ…રા.. તે" - અવની ગભરાયેલા અટકતા - અટકતા અવાજમાં બોલે છે.

બરાબર આ જ સમયે રોડની તરફ રહેલ ઝાડી, પાછળ મનોજ ગુપ્તાની રાહ જોઈ રહેલ એક વ્યક્તિ મનોજ ગુપ્તા તરફ છરી લઈને આવે તેને મારવા માટે આવે રોડ પર આવે છે, આથી અવનીએ પરિસ્થિતિનો તાગ મેળવી પોતાનાં પગ પાસે રહેલ મોટો પથ્થર ઉપાડીને મનોજ ગુપ્તાને મારવા માટે આવેલ વ્યક્તિનાં માથા તરફ ઘા કરે છે.. જેને લીધે પેલો વ્યક્તિ ગભરાઈને ત્યાંથી નાસી છૂટે છે…પોતાની સાથે હાલમાં શું થઈ રહ્યું હતું.. તે મનોજ ગુપ્તાને કાંઈ જ સમજમાં નહોતું આવી રહ્યું.

"અવની.. મારો જીવ બચાવવા માટે તારો ખુબ ખુબ આભાર…!" - મનોજ ગુપ્તા અવનીનો આભાર માનતાં બોલે છે.

"સર.. પણ હું માનું છું, ત્યાં સુધી હજુપણ તમારા માથા પરથી આફત ટળી નથી…જો મારું માનવું કે મારું સપનું સાચું હશે તો, તમારા પર હજુપણ એક જીવલેણ હુમલો થશે…!" - અવની મનોજસરને પરિસ્થિતિથી વાકેફ કરતાં અને સચેત કરતાં કરતાં જાણે આજે તેણે કોઈપણ કિંમતે મનોજ ગુપ્તાનો જીવ બચાવવાનું મનોમન મક્કમ ઈરાદો કરી લીધેલ હોય તેવી રીતે બોલી.

"શું.. વાત કરો છો…? મારા પર હુમલો.. ? કોણ કરશે…?" - ભયભીત અવાજે મનોજ ગુપ્તા અવનીની સામે જોઈને પૂછે છે.

 બરાબર એ જ સમયે થોડેક દુર રોડની સાઈડમાં ઉભેલ સ્વીફ્ટ કારની હેડલાઈટ ચાલુ થાય છે, અને તે પૂરઝડપે અવની અને મનોજ ગુપ્તા જે સ્થળે ઉભેલાં હતાં, તે તરફ ઘોડાપૂરની માફક એકદમ ઝડપથી ધસી આવે છે, આ જોઈ અવની મનોજ ગુપ્તાને સાવચેત કરે છે, જેવી કાર તેઓની નજીક આવે છે.. બરાબર એ જ સમયે અવની મનોજ ગુપ્તાને નજીક રહેલ ઝાડીઓ તરફ ધક્કો મારે છે, અને મનોજ ગુપ્તાનો જીવ બચાવવામાં સફળ થાય છે.

એવામાં અવની અને મનોજ ગુપ્તાનાં કાને પોલીસવાનનાં સાઈરનનો અવાજ સંભળાય છે, જે પેલી સ્વીફ્ટ કારને અટકાવી દે છે.. આથી અવની અને મનોજ ગુપ્તા એકદમ ઝડપથી પોલીસવાન તરફ જાય છે.પોલીસવાન પાસે પહોંચતાની સાથે જ અવનીની આંખોમાં હિંમત આવી ગઈ કારણ કે પોલીસવાન લઈને અને પોલીસને આ બાબતની જાણ કરનાર બીજું કોઈ નહી પરંતુ ખુદ ડૉ. દિવ્યાંશ પોતે જ હતાં, પછી તે બધાં મળીને પેલી સ્વીફ્ટ કારમાં રહેલ ડ્રાઈવરને બહાર આવવાં માટે જણાવે છે.

જેવી સ્વીફટ કારનો દરવાજો ખોલ્યો એ સાથે જ મનોજ ગુપ્તાને નવાઈ અને આશ્ચર્યનો કોઈ જ પાર ન રહ્યો.. આ જોઈને મનોજ ગુપ્તા એકાએક બોલી ઉઠ્યો.

"રસીલા ! તું…! તું મને મારવા માંગે છો…?" - દુઃખી થતાં અવાજે મનોજ બોલ્યો.

"હા ! હું જ તને મારવા માંગતી હતી.. પરંતુ આ છોકરીએ મારા બધાં જ પ્લાન પર પાણી ફેરવી દીધું.. તેને મારવા માટે મેં જેને સોપારી આપેલ હતી એ વ્યક્તિને આ છોકરીએ ઈજા પહોંચાડી એટલે એ નાસી છૂટ્યો આથી મને મારો પ્લાન ફેઈલ થતો દેખાયો.. આથી હું ખુદ તને મારવાં માટે મેદાનમાં કૂદી પડી.. પરંતુ અફસોસ કે આ છોકરીએ અને પોલીસે મારો પ્લાન ફેઈલ કરી નાખ્યો…!" - રસીલા ગુસ્સાપૂર્વક બોલે છે.

"પ.. ણ…તું મને કેમ મારવાં માંગતી હતી…?" - મનોજ ગુપ્તા દુઃખી થતાં પૂછે છે.

"તારી સાથે મારા લગ્ન એ મારી એક લાચારી હતી.. હું મારા કોલેજનાં મારી સાથે ભણાતાં યુવક સાગરને લવ કરતી હતી, અને અમે બનેવે ઘરછોડીને ભાગી જવાનો પ્લાન પણ બનાવી નાખ્યો હતો, પરંતુ એમાં અમે બંનેવ પકડાય ગયાં, અને મારા પિતાએ તરત જ મારા લગ્ન તારી સાથે કરાવી દીધાં…મેં તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી… પરતું માત્ર પ્રેમ કરવાનો ડોળ જ કર્યો છે, તે તારી પ્રોપર્ટી મારા નામે કરી દીધી, ત્યારથી જ હું તને મારીને બધી જ મિલકત લઈને સાગર સાથે લગ્ન કરવાની હતી.. !" - રસીલા મનોજની સામે જોઈને બોલે છે.

"સાહેબ ! તમારો ખૂબ ખૂબ આભાર.. આને મારી નજરોથી દૂર લઈ જાવ.. અને તેણે કરેલાં કૃત્ય બદલ આકારમાં આકરી સજા અપાવજો.. ગવાહીને જરૂર પડશે તો હું આવી જઈશ…!" - મનોજ પોલિસ કર્મચારીઓનો આભાર માનતાં બોલે છે.

ત્યારબાદ પોલિસ રસિલાને તેની વાનમાં બેસાડીને પોલસી સ્ટેશને લઈ જાય છે.. અને રસિલાને જેલમાં બંધ કરી દે છે.. ત્યારબાદ મનોજ ગુપ્તા, અવની અને ડૉ. તેજસ વાતો કરવાં લાગે છે.

"ડૉ. તેજસ ! તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું કોઈ મુસીબતમાં હોઈશ એવો…?" - અવનીએ નવાઈ સાથે ડૉ. તેજસને પૂછ્યું.

"હું જ્યારે ફ્રી થયો.. ત્યારે મેં મારો મોબાઈલ હાથમાં લીધો તો તેમાં તારા સાત મિસડ કોલ આવેલાં હતાં, આથી મેં તને ઘણાં કોલબેક પણ કર્યા પરંતુ તે કોલ રિસીવ કર્યો નહીં.. આથી મને ખ્યાલ આવી ગયો કે ટી જરૂર કોઈ મુસીબતમાં હોઈશ.. એટલે જરાપણ સમય વેડફયાં વગર જ હું અમારી હોટલની નજીક આવેલાં પોલિસ સ્ટેશને ગયો, અને આ બાબતની જાણ મેં તેમને કરી… આથી એ લોકો મારી સાથે આવવા તૈયાર થઈ ગયાં.. !" - ડૉ. તેજસ અવનીને આખી વિગતો જણાવતાં બોલે છે.

"એનાં માટે તમારો ખુબ ખુબ આભાર…!" - અવની અને મનોજ ગુપ્તા ડૉ. તેજસનો આભાર માનતાં બોલે છે.

"પણ.. એ બધું તો ઠીક.. પરંતુ તે મનોજ ગુપ્તાનો જીવ બચાવવા માટે શાં માટે તારા જીવનું આટલું બધું જોખમ ખેડયું.. ? - એ બાબત મારા મગજમાં નથી ઉતરી રહી…તે મનોજ ગુપ્તાનો જીવ બચાવવા માટે તારો જીવ જોખમમાં મૂકીને જમીન આકાશ એક શાં માટે કરી દીધાં…?" - ડૉ. તેજસ આશ્ચર્ય સાથે અવનીને પૂછે છે.

"તમે ! માનો કે ના માનો પરંતુ મનોજ ગુપ્તા બીજું કોઈ નહીં પરંતુ મારા પતિ છે…જો હું મારા પતિનો જીવ બચાવવા માટે આટલું પણ ના કરી શકું તો મારી જાત નફટ ગણાય.. !" - અવની ડૉ. તેજસ અને મનોજ ગુપ્તા સામે જોઈને બોલી.

"એ.. કેવી.. રીતે…?" - ડૉ. તેજસ અને મનોજ ગુપ્તાએ નવાઈ સાથે અવનીને પૂછ્યું.

"વર્ષોથી મને જે પેલું ડરામણું સપનું આવી રહ્યું હતું.. એ સપનું ગઈકાલે તેની જાતે જ આગળ વધ્યું.. મેં તમને જણાવેલ હતું કે જે વ્યક્તિને કોઈક મારવાં માંગે છે, એ વ્યક્તિ એક સ્ત્રીનો હાથ પકડીને રસ્તાની એકબાજુએ ચાલ્યાં જતાં હોય છે.. પરંતુ ગઈકાલે મને આવેલા એ સપનામાં પહેલીવાર મને એ સ્ત્રીનો ચહેરો દેખાયો. એ સ્ત્રી બીજું કોઈ નહિ પરંતુ.. અવની એટલે કે હું પોતે જ હતી.. ! મારું અને તમારું કલકત્તા શહેરમાં આવવું એ મને અને મનોજને મળાવવા માટેની કુદરતે, નસીબે કે ઈશ્વરે ગોઠવેલ એક યુક્તિ જ હતી.. બાકી શાં માટે કોઈપણ કારણોસર મને મનોજ સપનાઓમાં આવે કે જેને હું ઓળખતી પણ નથી…! ક્યારે જોયા પણ નથી…! ક્યારે મળી પણ નથી.. .! " - અવની સસ્પેન્સ જણાવતાં બોલે છે.

" તમે ! બંનેવ શેની ચર્ચા કરો છો…? ક્યાં સપનાની વાતો કરો છો…? મને થોડુંક વિગતવાર જણાવશો…?" - મનોજ ગુપ્તા મૂંઝાયેલા અવાજે પૂછે છે.

ત્યારબાદ અવની અને ડૉ.તેજસ મનોજ ગુપ્તાને માંડીને આખી હકીકત જણાવે છે, જે સાંભળીને મનોજને પણ પોતાની જાત પર, કે અવનીના આવતાં સપના પર, કે ડૉ. દિવ્યાંશની વાતો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.. પરંતુ હાલમાં પોતાની સાથે જે ઘટનાઓ ઘટી રહી હતી.. તે બધી ઘટનાઓ જાણે મનોજ ગુપ્તાને અવની અને ડૉ. દિવ્યાંશની વાત પર વિશ્વાસ કરવાં મજબૂર કરી રહી હતી.. હાલમાં મનોજને પોતાની પત્ની દ્વારા જે દગો અને કપટ કરેલ હતું તેને લીધે મનોજને રસીલા પ્રત્યે નફરત થઈ ગઈ હતી, અને મનોજ અંદરથી પૂરેપૂરો તૂટી ગયેલ હતો.. તેને કોઈનાં સહારાની જરૂર હતી.. જે હાલ અવની બની શકે તેમ હતી.

ત્યારબાદ બે જ દિવસમાં મનોજ અવની સાથે કલકત્તા શહેરની નામચીન "ધ એમપિરિયલ હાઈટ" હોટલમાં ધામધૂમથી લગ્ન કરે છે, અને ડૉ. તેજસ પણ પોતાનો સેમિનાર પૂરો થયો હોવાછતાં પણ અવની અને મનોજનાં લગ્નમાં હાજરી આપે છે.

 અવની અને મનોજ ડૉ. તેજસનો સહૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માને છે, અને કહે છે કે…

"જો ! આ જે હું જીવતો છું.. તો તેની પાછળ માત્ર બે જ વ્યક્તિઓનો હું આભારી છું.. એક તો મારી પત્ની…"અવની" અને બીજા "ડૉ. તેજસ" હું તમારો આ ઉપકાર મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલીશ.

ત્યારબાદ ડૉ. દિવ્યાંશ પોતાનાં શહેર પાછા ફરવાં માટે રવાનાં થાય છે, ત્યારથી માંડીને આજસુધી અવનીને પેલાં સપનાઓ ક્યારેય આવ્યાં જ નથી.. હવે અવની, મનોજ અને ડૉ. દિવ્યાંશ એ બાબતથી સારી રીતે પરિચિત થઈ ગયાં હતાં કે "અવનીને એ બધાં સપના આવવા પાછળનું કારણ શું હતું…!" 

 મિત્રો, આપણા જીવનની પણ મનોજ જેવી જ હાલત છે, ક્યારે કોણ આપણી સાથે દગો કરી બસે..કોણ આપણાં જીવનું દુશ્મન બની જાય..એ બાબતે કહેવું ખુબ જ મુશ્કેલ હોય છે.. અને એમાં ક્યારેક - ક્યારેક તો આપણી એકદમ નજીકની જ વ્યક્તિ આપણા દુશ્મન બની બેસતી હોય છે.. પરંતુ મિત્રો કહેવાય છે ને કે "ઉપરવાલે કે ઘરમેં દેર હે.. લેકિન અંધેર નહિ.. કુદરત કે ઈશ્વર આપણને એ પરિસ્થિતિમાંથી બહાર આવવાં માટેનો સંકેત આપતું જ હોય છે.. કદાચ આપણે તેને ઓળખવામાં થાપ ખાઈ બેસતાં હોઈએ છીએ.. એવું પણ બની શકે.. બાકી… કયાં અવની…? અને ક્યાં મનોજ ગુપ્તા.. ? જેઓ એકબીજાને ઓળખવાની તો વાત ઠીક પણ ક્યારે મળ્યાં જ નથી.. એવી વ્યક્તિ અવનીનાં સપનાઓમાં આવવું એ કુદરતની જ એક કરામત જ કહેવાય.. જે અવની અને ડૉ.તેજસ દ્વારા મનોજ ગુપ્તા નો જીવ બચાવવા માટેનું નિમિત્ત બન્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Thriller