ન કહેવાયેલી વાતો ભાગ ૪
ન કહેવાયેલી વાતો ભાગ ૪
મિશા અને ધ્વનિ હજું ગાડીમાં બેસે છે ત્યાં જ મિશાના ફોનમાં કોઈનો ફોન આવે છે.
ધ્વનિ : "કોનો ફોન હતો અને શું થયું એ તો કહે ?"
મિશા : "બ્લિડિંગના સેક્રેટરીનો ફોન હતો, મારાં ઘરે ચોરી થઈ છે"
ધ્વનિ : "શું ચોરી ?"
મિશા : "હા, આપડે જલ્દી પહોંચવું પડશે"
ધ્વનિ આકાશ અને નિશાંતને પણ ત્યાં આવવાનું કહી દે છે. બને તેટલી જલ્દી તેઓ મિશાના ઘરે પહોંચે છે ત્યાં જ સેક્રેટરી મનન ભાઈ ઉભા હોય છે.
મનન ભાઈ : "અરે, મિશા સારું થયું તું આવી ગઈ.!"
મિશા : "અંકલ, શું થયું ? કોને ચોરી કરી ?"
મનનભાઈ : "એ તો ખબર નથી દિકરા.કોઈ લોક તોડીને અંદર જતું હતું ત્યાં જ અન્ય લોકો તેને જોઈ ગયાં તું એક વાર ઘરમાં ચેક કરી લે બધું બરાબર તો છેને ?"
ત્યાં નિશાંત અને આકાશ પણ આવી ગયાં મિશા એ ઘરમાં બધું ચેક કર્યું.તેની અલમારી વિખાયેલી હતી પરંતુ તેમાં કેશ અને બીજું બધું સલામત હતું.મિશા એ વિચાર્યું આ કેવો ચોર !
મિશા : "અંકલ, બધું જ બરાબર છે કંઈ જ ચોરાયું નથી."
મનનભાઈ : "તો સારું, હું સોસાઈટી વતી પોલીસ કમ્પ્લેઈન કરી દઈશ !"
મિશા : "હા, અંકલ." તેઓ ઘરમાં આવ્યાં
નિશાંત : "તે બરાબર ચેક કર્યુંને બીજું કંઈ મિસિંગ તો નથી ?"
મિશા : "ના, બધું જ બરાબર છે અને કેશ પણ."
ધ્વનિ : "આ તે કેવો ચોર, કેશ પણના લઈ ગયો.! તો લેવાં શું આવ્યો હતો ?"
આકાશ : "હોઈ શકેને તેને ટાઈમ જના મળ્યો હોય. એ પેહલા જ બધાં આવી ગયાં હોય.!"
મિશા : "હા, હોઈ શકે સારી જ વાત છેને કંઈ ચોરી ન થઈ."
ધ્વનિ : "હા, એ તો છે . મે મારાં ઘરે કહી દીધું છે કે હું હમણાં થોડાં દિવસ તારાઘરે રહીશ મિશા."
મિશા : "એ તો વધારે સારું અને આકાશ રોઝીનો નંબર આપને મારે થોડું કામ છે."
આકાશ : "તમે બે થઈને કંઈ કારનામું નહિ કરોને ?"
મિશા : "ના ભાઈના મારે કામ છે તું નંબર આપને."
આકાશ : "હા સેન્ડ કરું છું ."
નિશાંત : "તો હવે અમેનીકળીએ, સ્ટુડિયો પણ જવું પડશે કંઈ કામ હોય તો ફોન કરજો"
મિશા : "હા."
આકાશ અને નિશાંત ત્યાંથીનીકળે છે. મિશા તરત રોઝીને કોલ કરીને પોતાનાં ઘરે બોલાવે છે.
ધ્વનિ : "રોઝીને તો આપણે સરખી ઓળખતા પણ નથી .તો તારે શું કામ પડ્યું નું ?"
મિશા : "અત્યારે તો એ એકમાત્ર એવી વ્યક્તિ છે જે આપણું કામ કરી શકશે.!"
ધ્વનિ : "કયું કામ ?"
મિશા : "બસ, હમણાં રોઝી આવે એટલે કહું."
ધ્વનિ : "હા."
અડધી કલાક પછી રોઝી આવી અને ત્યાં સુધીમાં ધ્વનિ મિશાને સો વાર પૂછી લીધું હતું કે શું થયું ?
મિશા : "આવ રોઝી અને સોરી તને તકલીફ આપી એ માટે.!"
રોઝી : "એમાં તકલીફ શું.સુરતની ફેમસ આરજે માટે હું કંઈ કરી શકું એવો બીજો ચાન્સ મને ક્યારે મળવાનો ?"
મિશા : "થેન્ક યૂ."
ધ્વનિ : "હવે તો કોઈ કહો કે વાત શું છે ?"
મિશા : "હા, રોઝી હેકર છે.બિલ્ડિંગના કેમેરા જોવાં માટે મે તેને બોલાવી છે."
ધ્વનિ : "કેમેરા માટે હેકર ?"
મિશા : "જે કોઈ પણ ચોર હતો તે ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ તો કેમેરામાં છે જ નહિ મતલબ સાફ છે કે કેમેરા સાથે છેડછાડ થઈ છે અને રોઝી આપણને ઓરીજનલ ફૂટેજ મળી રહે તે માટે હેલ્પ કરશે."
ધ્વનિ : "ઠીક છે."
મિશા : "તો શરૂ કરીએ.રોઝી ?"
રોઝી : "હા, તું કેમેરા સાથે કનેક્ટેડ લેપટોપ આપી દે.બાકી નું હું કરી લઈશ.".
મિશા : "આ રહ્યું લેપટોપ."
મિશા : "રોઝી, એક વાત વધું. આ આપણે જે કામ કરીએ છીએ અને ચોર વિશે કંઈ પણ ખબર પડે તું એ વાત નિશાંત અને આકાશનેના કહેતી. એ લોકો પણ ક્યાં સુધી કામ છોડીને મારા આ મેટર માં દોડશે.!"
રોઝી : "હા, નહિ કેવ.પણ તું અમને કીધાં સિવાય કંઈ નહિ કરે.!"
મિશા : "શ્યોર."
રોઝી એ પોતાનું કામ શરૂ કર્યું
***
આ બાજુ આકાશ અને નિશાંત સાથે બેઠાં હતા અને કંઈક વિચારી રહ્યાં હતાં.
આકાશ : "નિશાંત તને નથી લાગતું કે વાત કોઈ બીજી છે."
નિશાંત : "લાગે તો કંઈ એવું જ છે .અને રોઝી કામ શું કરે છે ?"
આકાશ : "ફોટોગ્રાફર છે અને હેકર પણ."
નિશાંત : "તો આ ત્રણેય મળીને કંઈ ખીચડી બનાવે છે એ પણ આપણને કહ્યાં વિના જ"
આકાશ : "વાંધો નહિ બનવા દે ખીચડી જોઈ લઈશું."
નિશાંત ( હસીને ) : "હા થોડી સીઆઈડી તો આપડે પણ જોઈ છે !"
***
રોઝી : "ડન મિશા આ જો મળી ગઈ સાચી ફૂટેજ."
મિશા : "શું મળ્યું તને ?"
રોઝી : "આ જો ઘરનો લોક તોડનાર જે કોઈ પણ વ્યક્તિ છે તે સોસાયટીના મેઈન ગેટ પરથી જ આવી છે અને પકડાયાં બાદ પાછળનાં ગેટ પરથી ભાગી છે ."
મિશા : "મેઈન ગેટ પરથી.મતલબ વોચમેન તેને ઓળખતો હશે અને તે કોઈ અહીંની જ વ્યક્તિ છે તો જ તે અંદર આવે !"
ધ્વનિ : "પણ કોણ હતું એ કેવી રીતે ખબર પડશે ?"
રોઝી : "હું ટ્રાય કરું ફેસ સરખો દેખાઈ તેની પણ આ જો આ ચોર લોક તોડતી વખતે પણ વારંવાર આદિત્યના ઘર સામે જ જુએ છે !"
મિશા : "આદિત્ય તો નથીને ?"
રોઝી : "ના . આ જો તેનો ફેસ કલીયર થઈ ગયો ."
ધ્વનિ : "મિશા આ તો "
રોઝી : "મિશા, જો ફેસ કલિયર થઈ ગયો."
ધ્વનિ : "આ તો ખુશ્બુ છે !!!"
મિશા : "હા, ખુશ્બુ અને ચોરી ?"
રોઝી : "આ છે કોણ ?"
ધ્વનિ : "આદિત્યની ગર્લ ફ્રેન્ડ"
રોઝી : "મિશા, હોઈ શકે કે પેપર્સ માટે તેણે ચોરી કરી હોઈ.!"
ધ્વનિ : "હા, આદિત્યને આમ પણ શેર વહેંચવા હતાં તો બની પણ શકે."
મિશા : "ના, પેપર્સ માટે ખુશ્બુ નથી આવી કારણકે તેને પણ સારી રીતે જાણ
હશે કે આટલાં મહત્વનાં ડોક્યુમેન્ટ હું ઘરે તો નઈ જ રાખું."
રોઝી : "તો પછી ?"
મિશા : "વાત તો કંઈ બીજી જ છે !"
ત્યાંજ મિશાના ઘરની ડોર બેલ વાગે છે મિશા દરવાજો ખોલે છે. સામે ધરતી હોય છે તે જલ્દી અંદર આવીને દરવાજો બંધ કરે છે.
મિશા : "ધરતી શું થયું અચાનક ?"
ધરતી : "મિશા દીદી ખુશ્બુ એ તમારી બધી બેંક ડિટેલ લીધી છે."
મિશા : "શું ?"
ધ્વનિ : "પણ મિશા એનાથી શું થશે ?"
મિશા : "આઈડી, પાસવર્ડ થી એ બધાં પેપર્સ ઓનલાઈન મેળવી લેશે એ."
રોઝી : "મારાં મતે મિશા તું પેલા બેંક માં ઈન્ફોમ કર અને હમણાં જ ત્યાં પહોંચ."
મિશા : "હા"
મિશા તરત જ બેંકમાં પોતાનાં આઈડી, પાસવર્ડ ચોરાયાની જાણ કરે છે. રોઝીનો આભાર માની ધ્વનિ સાથે તે બેંક જવાંનીકળે છે.
***
ખુશ્બુ : "આદિત્ય, આ જો આઈડી, પાસવર્ડ.હવે તું સહેલાઈથી શેર વેચી શકશે.!" આદિત્ય : "ખુશ્બુ તું પાગલ થઈ ગઈ કે શું ? આ રીતે ચોરી ? જો આશી એ કેસ કર્યો તો ?"
ખુશ્બુ : "મિશા.તે મિશા છે આદિત્ય, આશી નહીં અને તેને ખબર પણ નહી પડે કે તેનાં ઘરમાંથી શું ચોરી થયું છે.! આમ પણ કંપની પર તેનો હક ફકત ત્યાં સુધી હતો જ્યાં સુધી તમે સાથે હતાં.હવે આ શેર મારાં છે."
આદિત્ય : "ખુશ્બુ એ હક પપ્પાનો છે.કંપની કોને આપવી અને કોને નહિ. તે તું આ રીતે ચોરીના કરી શકે.!"
ખુશ્બુ : "પ્લીઝ આદિત્ય મને ના શીખવ. અરે, આ પાસવર્ડ અને આઈડી રોંગ કેમ બતાવે છે ?"
આદિત્ય : "કેમ કે આશી તારી જેમ સાયકો નથી.ખબર પડી ગઈ હશે એને, અને અત્યાર સુધીમાં તો આ એકાઉન્ટ બંધ પણ થઈ ગયું હશે"
ખુશ્બુ : "જસ્ટ શટ અપ આદિત્ય હું પણ જોવ છું ક્યાં સુધી સાચવશે એ ?"
આદિત્ય : "ખુશ્બુ તું આવું કોઈ પણ કામ ફરીવાર નહિ કરે !"
ખુશ્બુ : "મને તારી સલાહની તો જરૂર નથી જ મારે શું કરવું અને શું નહીં એ હું જાતે નક્કી કરીશ."
આદિત્ય : "ઠીક છે ત્યારે પણ કયારેક
***
મિશા અને ધ્વનિ બેંક આવવા માટેનીકળે છે .
મિશા : "લોગ ઈન થયાં પેહલા જ એકાઉન્ટ કલોઝ થઈ ગયું સારું થયું."
ધ્વનિ : "હા"
મિશા : "ધ્વનિ, આ મગજમારી મારે નથી જોઈતી.એક વાર પપ્પા ન્યૂયોર્ક થી
પાછાં આવે એટલે હું તેમને આ શેર વિશે વાત કરીશ"
ધ્વનિ : "આટલી સારી સ્કીલ છે તારી પાસે એજ્યુકેશન પણ તો પછી ?"
મિશા : "મને આરજે રહેવું વધારે ગમશે"
ધ્વનિ : "તારી ઈચ્છા"
મિશા અને ધ્વનિ જલ્દી બેંક આવ્યાં હજું તો બેન્કની સીડીઓ ચડે એ પેહલા તેમની સામે બે વ્યક્તિ આવીને ઉભી રહી .થોડી વાર માટે તો મિશા અને ધ્વનિ બંને શોક થઈ ગયાં !
મિશા અને ધ્વનિ હજું તો સીડીઓ ચડે એ પહેલાં જ બે વ્યક્તિ તેમની સામે આવીને ઉભા રહે છે
મિશા : "આકાશ, નિશાંત તમે અહીંયા ?"
નિશાંત : "હા, કેમના અવાય ?"
મિશા : "ના અવાય જને પણ"
આકાશ : "તું જે કામ માટે આવી તે થઈ ગયું તારાં અહીંયા આવવા પેહલા."
ધ્વનિ : "પણ કંઈ રીતે ?"
મિશા : "અને કીધું કોને તમને ?"
નિશાંત : "આકાશ લોકો હવે આપણને કંઈ નથી કહેતાં તો આપડે શું કામ કહીએ ચાલનીકળીએ."
આકાશ : "હા, હા ચાલ"
મિશા : "અરે પણ સાંભળ તો ખરા ."
આકાશ અને નિશાંત ત્યાંથીનીકળી જાય છે
ધ્વનિ : "આ બધું શું હતું.!"
મિશા : "મને શું ખબર .હવે તો આ લોકો જ કેહશે ચાલ"
ધ્વનિ : "એ બન્ને ક્યાં ગયાં એ કેમ ખબર પડશે ? તેઓ તો કેવાના નથી."
મિશા : "જો પાંચ વાગવા આવ્યાં છે એટલે મને ખબર છે કે કયાં જશે ચાલ."
ધ્વનિ : "તો ચાલો."
મિશા અને ધ્વનિ ત્યાંથીનીકળે છે. લગભગ અડધા કલાક પછી તેઓ એક ઘર પાસે આવે છે અને મિશા દરવાજો ખખડાવે છે. આશરે 52-53 વર્ષનાં વયનાં ગીતાબેન દરવાજો ખોલે છે.
મિશા : "જયશ્રી કૃષ્ણ આંટી"
ગીતાબેન : "મિશા, ધ્વનિ. જયશ્રી કૃષ્ણ . આવો આવો"
મિશા : "આંટી, નિશાંત અને આકાશ આવ્યાં ?"
ગીતાબેન : "હા, હમણાં જ આવ્યાં.નિશાંતના રૂમમાં ગયાં તમે બેસો હુંનાસ્તો લાવું"
મિશા અને ધ્વનિ નિશાંતના રૂમમાં આવે છે .
મિશા : "હવે ક્યાં ભાગશો ?"
નિશાંત : "શરમ જેવું છે કે નહિ તમને કોઈના પણ ઘરે આવી જવાનું આવી રીતે કહ્યાં વિના ?"
ધ્વનિ : "આ કોઈનું ઘર છે.! ચાલ મિશા અહીંથી આપણી પણ સેલ્ફ રિસ્પેક્ટ હોયને.!"
ધ્વનિ મિશાનો હાથ પકડીને બહાર જવા લાગે છે .
નિશાંત : "અરે ધ્વનિ મિશા સોરી હું તો મજાક કરતો હતો."
ધ્વનિ : "અમે ક્યાં જવાના હતાં આવી ગયોને લાઈન પર"
આકાશ : "હા, માતે હા આવી ગયા અમે લાઈન પર."
મિશા : "તમે કામમાં ખોટાં હેરાન ન થાવ એટલેનોહતું કીધું રોઝી હતી એટલે બધું કામ આમ થઈ જ જાય એટલે."
નિશાંત : "પણ આ છેલ્લી વાર હતું મિશા .નેક્સ્ટ ટાઈમ યાદ રાખજે."
મિશા : "હા મારી પેલા તને કહીશ બસ."
ધ્વનિ : "હવે તો બોલ તમને કેમ ખબર પડી ?"
નિશાંત : "જ્યારે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોયાં ત્યારે ચોરનાં હાથનું ટેટૂ જોયું હતું તે સેમ ખુશ્બુ પેહલા દિવસે તારા ઘરે આવી ત્યારે તેના હાથમાં જોયું તેવું હતું. અમને તો ત્યારે જ ખબર પડી ગઈ હતી એટલે અમે તારું એકાઉન્ટ જ અગાવથી બંધ કરાવી દીધું. તેના કીધું એટલે અમે પણના કીધું હિસાબ બરાબર થોડાં હેરાન થવાના મજા તને પણ આપવાં પડેને !"
મિશા : "હાર્ટ એટેક લાવી દઈશ તું ક્યારેક"
થોડી વારમાં નાસ્તો આવી ગયો બધાંનાસ્તો કરી રહ્યાં હતાં, ક્યારનો ચૂપ બેસેલો આકાશ કંઈક અવલોકન કરી રહ્યો હતો ધ્યાનથી !
આકાશ પોતાનાં ગહન વિચારોમાં ખોવાયેલો હતો
ધ્વનિ : "આકાશ શું થયું ?"
નિશાંત : "હા, તને ભૂખ નથી લાગી હવે ક્યારનો તો ઉતાવળો થતો હતો ?"
આકાશ : "ના મને એક કામ યાદ આવી ગયું તારા મમ્મી ક્યાં હશે ?"
નિશાંત : "નીચેના રૂમ માં હશે."
આકાશ : "ઓકે મિશા સોરી પણ તારા સારા માટે જ છે જ !"
મિશા : "અરે, પણ થયું શું એ તો બોલ ?"
આકાશ ફટાફટ ત્યાંથીનીકળે છે અને લગભગ અડધો કલાક સુધી નિશાંતના મમ્મી ગીતાબેન સાથે ચર્ચા કરીને બહાર આવે છે પણ બીજા કોઈને કંઈ જ કહેતો નથી . બધાં પોતાનાં ઘરે જાય છે .
***
( આદિત્યના ઘરે )
આદિત્યના પપ્પા બે વર્ષ બાદ ન્યૂયોર્ક થી પોતાનાં ઘરે આવે છે
આદિત્ય : "કેમ છો પપ્પા ?"
દિનેશભાઈ : "તારા કારનામાં જાણ્યાં પછી કેવો હોવ ?"
આદિત્ય : "પપ્પા એ વાતને બે વર્ષ થઈ ગયાં .અને હવે તમે આવી જ ગયાં છો."
ખુશ્બુ : "અંકલ, તમારી જ રાહ હતી .તમે આવી ગયાં એટલે હવે હું અને આદિત્ય લગ્ન કરી લઈશું.!"
હેમાબેન : "મે પેહલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું.ખુશ્બુ આપડી સાથે નહિ રહે."
આદિત્ય : "પણ, મમ્મી."
દિનેશભાઈ : "તારી મમ્મી સાચું કહે છે તમે બન્ને અહીં નહિ રહી શકો."
આદિત્ય : "ઠીક છે અને બીજે રહેવા જતાં રેહશું."
આદિત્ય ત્યાંથીનીકળે છે ખુશ્બુ પણ તેની પાછળ જાય છે .
દિનેશભાઈ : "શું થયું હેમા ? કેમ ટેન્શન માં છો ?"
હેમાબેન : "મિશા અહીં સામેના ઘરમાં જ રહે છે.અને હું મિશા સિવાય આ ઘરમાં બીજા કોઈને નહિ લાવું."
દિનેશભાઈ : "હા, મને ખબર છે મિશા અહીં રહે છે.અને તું ચિંતા કર આ ઘરમાં
મિશા સિવાય કોઈ નહીં આવે, મે બધું જ નક્કી કરી લીધું છે
હેમાબેન : "પણ ખુશ્બુ ?"
દિનેશભાઈ : "ખુશ્બુની ગોઠવણ મે કરી દીધી છે અને આદિત્ય પરથી તેનુ ભૂત પણ જલ્દી ઉતરી જશે."
હેમાબેન : "જે કરો તે વિચારીને કરજો."
***
રાત્રે નિશાંત મિશાને કોલ કરે છે
નિશાંત : "મિશા આ આકાશે કંઈ કીધું ?"
મિશા : "ના, આકાશે તો કંઈ નથી કીધું.તું આંટીને પૂછને તેમને ખબર હશે."
નિશાંત : "સો વાર પૂછ્યું તો પણ નથી કેહતાં .સમય આવશે ત્યારે કેશે એવું કહી દીધું છે."
મિશા : "તો પછી છોડને.! જરૂર પડશે ત્યારે કહી દેશે તું આજ કાલ પંચાયત વધુ કરે એવું નથી લાગતું ?"
નિશાંત : "એમાં શાની પંચાયત.! મારા ઘરમાં, મારા મમ્મી સાથે પ્લેન બનાવે અને મને જ નથી ખબર ?"
મિશા : "આંટી એ કીધુંને સમય આવશે ત્યારે કહેશે તો પછી અને આમ પણ તારો બર્થ ડે તો આવતો નથી કે સરપ્રાઈઝ હશે."
નિશાંત : "તને નથી ખબર મમ્મીનાં મગજની અને એ પણ હવે આકાશ સાથે તેનો અર્થ સાફ છે કે કંઈ તોફાન આવશે.!"
મિશા : "કેવી બકવાસ કરે છે સૂઈ જા અને મને પણ સૂવા દે હવે."
નિશાંત : "હા, અત્યારે બકવાસ લાગે છે વાવાઝોડું આવે ત્યારે કહેજે મને, સારું ગુડનાઈટ."
મિશા : "ગુડનાઈટ."
સવારમાં ચાર વાગ્યે કોઈ મિશાના ઘરનો દરવાજો ખખડાવે છે
મિશા : "હજું તો ચાર વાગ્યા. અત્યારમાં કોણ આવ્યું ?"
મિશા પૂછે છે કોણ છે.એક જાણીતો આવાજ આવે છે પરંતુ મિશાને લાગે છે તેઓ અહીંયા ક્યાંથી આવવાના છતાંપણ તે દરવાજો ખોલે છે .
મિશા : "મમ્મી, પપ્પા તમે અહીંયા.! આમ અચાનક ?"
મિશાના પપ્પા : "બધાં સવાલ અહીંયા જ પૂછીશ ? અંદર તો આવવાં દે."
મિશા : "હા.આવો આવો."
મમ્મી : "મિશા કેમ તને કહ્યા વિનાના અવાય અમારે ?"
મિશા : "અરે મમ્મી આ તો તમે અચાનક આવ્યાને એટલે. બધું ઠીક તો છેને.!"
મમ્મી : "હા હા બધું ઠીક છે હવે સૂઈ જા ટેન્શન લીધાં વિના."
મિશા : "તમે પણ થોડો આરામ કરી લ્યો."
ક્રમશ:

