ન કહેવાયેલી વાતો - 3
ન કહેવાયેલી વાતો - 3
( ગતાંકથી શરૂ.... )
કોઈ શાંતિથી હવે ચા પણ નથી પીવા દેતું....
મિશા એ દરવાજો ખોલ્યો હજું દરવાજો ખૂલે તે પહેલા જ બહાર આવેલી વ્યક્તિ બોલવા લાગી...
" અમે અહીં સામે રહેવાં આવ્યાં છીએ...થોડું પીવાનું પાણી મળશે...?
આટલું તો એ બોલી ગઈ પરંતુ મિશાનો ચેહરો જોઈને એકદમ ચૂપ જ થઈ ગઈ.
મિશા : " હા, હું પાણી આપી છું..."
તે વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ ધરતી હતી જે મિશા ઓળખી ગઈ...તેને પાણી લઈને આપ્યું.
ધરતી : " સોરી, મને નોહતી ખબર કે તમે અહીં રહો છો.. આરુષિ ભા.."
મિશા : " મારું નામ મિશા છે...અને કોઈ વાંધો નહિ.. આ પાણી.."
ધરતી પાણી લઈને જતી રહી...મિશા એ દરવાજો બંધ કર્યો અને સોફા પર માથું પકડીને બેસી ગઈ.
મિશા : " હે ભગવાન...! ધરતી અહીંયા મતલબ આદિત્ય અહીં રહેવાં આવ્યો હતો..એટલે એ હવે મને રોજ મળશે...જે માણસ માટે મે શહેર છોડ્યું એ જ મારી સામેનાં મકાનમાં રહેશે...!!
ત્યાં જ મારાં ફોનમાં રીંગ વાગી.
ધ્વનિ : " હેલ્લો, મિશા ચાલ ને શોપિંગ કરવાં વીઆર માં જઈએ...?"
મિશા : " તું જઈ આવ, મારે નથી આવવું.."
ધ્વનિ : " તારા અવાજ ને શું થયું..? તબિયત તો બરાબર છે ને...?"
મિશા : " હા, બરાબર જ છે.."
આકાશ : " કેટલાં દિવસથી લોહી પીતી હતી કે મારી ગર્લ ફ્રેન્ડ ને તમારી સાથે મોકલું આજે એ આવે છે તો તું ના પાડે છે..."
મિશા : " સોરી..પણ આજે મારે નથી આવવું...તમે લોકો જઈ આવો.."
આકાશ : " હા, તો અમે જઈએ.."
મિશા : " સારું.."
મિશાએ ફોન મૂક્યો. આ આદિત્ય ને આખા સુરતમાં આજ જગ્યાં મળી રહેવાં માટે..! પછી મિશા પોતાને જ સમજાવવા લાગી.
"મિશા તું કંઈ ડરે છે એનાથી...શું ફર્ક પડે એ સામે રહે તો..? તું તારું કામ કરજે એનામાં ધ્યાન ના આપતી સિમ્પલ તો વાત છે ..!
એક તો અંજારના સાત દિવસનો થાક અને ઉપરથી આ ટેન્શન હવે મમ્મી પપ્પા ને ખબર પડશે તો અહીં રહેવાં જ નહિ દે... પછી મારાં કામ નું શું થશે...?
આ બધાં વિચારો માં જ રાતે મિશા ને સખત તાવ આવી ગયો...બીજો આખો દિવસ તે ઘરે જ રહી...ફોન ચાર્જ કરવા જેટલી પણ તાકાત ન રહી...સ્ટુડિયોમાં આખરે તેને બે દિવસ ની રજા મૂકી દીધી ...ધ્વનિ અને આકાશ ફોન કરી કરી ને કંટાળી ગયાં છેવટે તેઓ રાતે મિશાના ઘરે આવ્યા...
ધ્વનિ : " મિશા, કહેવાય તો ખરું ને...?"
આકાશ : " હા, આ તો તારા પપ્પાનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે તું બીમાર છે..!"
ત્યાં જ આદિત્ય ઘરમાં આવ્યો તેની સાથે કોઈ બીજું પણ હતું.
આદિત્ય : " મિશા, આ લ્યો મીઠાઈ.... અમારાં નવા ઘરની ખુશીમાં..અને આ મારી વાઈફ છે ખુશ્બુ.." છેલ્લું વાક્ય તે થોડું વધારે જ ભાર દઈને બોલ્યો...
મિશા : " કોન્ગ્રેટ્સ..."
આદિત્ય મીઠાઈ ત્યાં મૂકીને જતો રહ્યો..
આકાશ : " આ તો એ જ છે ને હોટેલમાં હતો એ...?
મિશા : " હા.."
ધ્વનિ : " આ છે કોણ આવી રીતે ઘરમાં પૂછયા વિના આવી જાય છે....!"
મિશા : " છોડ ને તું એને..."
આકાશ : " એ જેવી રીતે તારી સામું જોઈ રહ્યો હતો ને એ પરથી એક વાત તો સાફ છે કે તું એને સારી રીતે ઓળખે છે...તો બોલ કોણ છે આ જે અંજારમાં હતો અને અહીં પણ છે..!"
ધ્વનિ : " હા, મિશા બોલને નહીંતર હું અંકલ ને કોલ કરું.." આકાશ મારી ડાયરી લઈ આવ્યો...
આકાશ : " હવે તું કહીશ કે હું આ વાંચું મને ખબર છે આમાં બધું જ હશે..." મિશા નોહતી ઈચ્છતી કે પોતાની ડાયરી બીજું કોઈ વાંચે એટલે તેને...
મિશા : " ના, ડાયરી મૂકી આવ ...હું કહું છું.."
ધ્વનિ : " ઠીક છે ચાલ બોલ...."
આકાશ : " તો આ મૂકી તારી ડાયરી.. ચલ બોલ.."
ધ્વનિ : " હા, મિશા.."
મિશા : " એ આદિત્ય છે...આદિત્ય નાયક.."
ધ્વનિ : " આદિત્ય નાયક !!! એ કેપીટલ કંપની ના ચેરમેન એ જ....!"
મિશા : " હા.."
આકાશ : " આટલી મોટી કંપનીના ચેરમેન સાથે તારે શું લેવાદવા...?"
મિશા : " હી વોઝ માય હસબન્ડ.... અમારાં બે વર્ષ પહેલા ડિવોર્સ થયા હતાં."
ધ્વનિ : " શું....??"
આકાશ : " શું....પણ તમારાં ડિવોર્સ કેમ થયાં....?"
મિશા : " એના અફેર ના લીધે...ખુશ્બુ તેની ગર્લફ્રેન્ડ હતી.."
ધ્વનિ : " ઓહ્...!! "
આકાશ : " સાંભળો, અત્યારે બાર વાગી ગયાં છે..ધ્વનિ તું અહીંયા રોકાઈ જા સવારે સાથે આવી જજો સ્ટુડિયો..કાલે વાત કરીશું.."
ધ્વનિ : " સારું..ગુડ નાઈટ.."
આકાશ : " ગુડ નાઈટ.."
સવારે મિશા અને ધ્વનિ સ્ટુડિયો જવાં નીકળ્યાં. દાદરમાં તેમને હેમાબેન મળી ગયાં..
હેમાબેન : " જયશ્રી કૃષ્ણ, આશી..."
મિશા : " જયશ્રી કૃષ્ણ મમ્મી...સોરી આંટી.."
હેમાબેન : " ના દીકરા..મમ્મી જ કહે.."
મિશા : " ઠીક છે..."
હેમાબેન : " કાલે ધરતીએ કીધું કે તું અહીંયા રહે છે..સારું થયું બે વર્ષ પછી તને જોવાં તો મળ્યું..."
મિશા : " હા, મમ્મી હું અહીં જ રહું છું અને મારું નામ આશી નહિ મિશા છે, હું રેડિયોમાં કામ કરું છું.."
હેમાબેન : " પણ આશી નામ તો...."
મિશા : " આદિત્યની પસંદનું હતું પણ હવે તેની પસંદ જ બદલાઈ ગઈ તો પછી નામ નું શું છે...!"
હેમાબેન : " હા જ્યારે મારો જ સિક્કો ખોટો હતો તો પછી કોને દોષ દેવો..!"
ધ્વનિ : " મિશા, આપડે મોડું થાય છે..."
મિશા : " મમ્મી હું પછી મળીશ અત્યારે હું નીકળું..."
હેમાબેન : " હા, સારું.."
સ્ટુડિયો આવ્યાં પછી બધાં એ પોતાનાં શો પૂરાં કર્યા... ત્યાર બાદ બધાં એક સાથે બેઠાં ..
નિશાંત : " મિશા, આકાશે વાત કરી આદિત્ય વિશે....વાહ્ કીધું પણ નઈ તું મેરીડ હતી .?"
મિશા : " આ કોઈ મજાક નો ટાઇમ નથી ..."
નિશાંત : " ઓકે..સોરી..તો બોલો શું કરીશું...?"
આકાશ : " બે વર્ષ પછી આ માણસ તારી જ બિલ્ડિંગમાં રહેવા આવ્યો અજીબ નથી લાગતું થોડું..."
ધ્વનિ : " અજીબ તો છે પણ આપણે થોડાં ના પાડી શકીએ કોઈને ત્યાં રહેવાની.."
આકાશ : " તો પછી મિશા તું એક કામ કર..ઘર બદલી લે...એટલે પ્રોબ્લેમ પૂરો..!"
મિશા : " મને કંઈ ડર થોડો લાગે છે એનાથી તે હું ઘર ચેન્જ કરું...!"
આકાશ : " વાત ડર ની નથી....તું ત્યાં રહીશ તો રોજ તેની અને તેના ફેમિલી સાથે મળવાનું થશે..અને જેવું તારું મગજ છે ને એટલે સીન જ ક્રિએટ થશે..!"
મિશા : " શું મગજ...!! મને એની ફેમિલીથી કોઈ પ્રોબ્લેમ નથી....પ્રોબ્લેમ મને આદિત્યથી છે...અને એનાં માટે થી હું મારું ઘર શું કામ બદલું...?"
નિશાંત : " આ ઝાંસીની રાણી બનવાનું રહેવા દે... એ આટલી મોટી કંપનીનો ચેરમેન અને પાર્ટનર, તેની પાસે પાવર્સ પણ એટલી હશે.....હવે જો એ બે વર્ષ પછી આખા સુરતમાં તારી જ સામે રહેવા આવ્યો એટલે કંઈક તો વાત છે જ....!!!"
આકાશ : " હા, તેની પાસે પાવર્સ તો હશે જ....!!"
ધ્વનિ : " તો હવે...?"
મિશા : " જો એ કંપનીનો ચેરમેન છે તો હું પણ.........."
વાતાવરણ માં એક મિનિટ માટે નીરવ શાંતિ છવાઈ રહી.....
મિશા : " જો એ કંપનીનો ચેરમેન છે તો હું પણ એ કંપનીની 50% શેરહોલ્ડર અને પાર્ટનર છું...."
નિશાંત : " સિરિયસલી...?"
મિશા : " હા..."
આકાશ : " તો પછી મતલબ સાફ છે ને કે એ આનાં માટે જ આવ્યો છે... ?"
મિશા : " ના...કારણકે ડિવોર્સ વખતે આ નક્કી થયું હતું કે આ કંપનીની પાર્ટનરશીપ મારી જ રહેશે.. "
નિશાંત : " શું વાત છે...? તો પછી આ આદિત્ય નું શું...?"
મિશા : " આદિત્ય નું કંઈ નહિ. જે થશે એ જોયું જશે... ચાલો કામ પર લાગો...!"
આકાશ : " હા, આપણે જ કદાચ વધારે વિચારતાં હોઈએ. આ શહેર છે યાર...કોઈ પણ રહેવા આવી શકે ને...?"
ધ્વનિ : " હા, એ પણ સાચું છે...!! ચાલો બેક ટુ વર્ક..."
બધાં ફરી પોતાનાં કામમાં જોડાયાં......
રાત્રે મિશા પોતાનાં ઘરે આવી. નવ વાગ્યાં હતાં, આજે થોડું મોડું થઈ ગઈ હતું રોજ કરતાં એટલે તે બધાં સાથે બહાર જમીને જ આવી હતી....ઘરમાં આવી બધું વ્યવસ્થિત મૂક્યું...બાલ્કનીની બ્લ્યુ મિર્ચી લાઈટ ઓન કરી અને અને તેનાં મનપસંદ ઝૂલામાં બેઠી...મગજ ચકરાવે ચડી ગયું હતું...થોડીવાર મિશા આંખો બંધ કરીને બેઠી ત્યાં જ ફોનમાં મેસેજની ટોન વાગી....મિશા એ જોયું તો વોટ્સ એપ માં મેસેજ હતો નંબર હજું પણ સેવ હતો...ધરતી, મિશા એ મેસેજ જોઈને કોલ કર્યો..
મિશા : " હેલ્લો, ધરતી.."
ધરતી : " હેલ્લો, મિશા....."
મિશા : " તું મને દીદી કહી શકે ધરતી...!"
ધરતી : " ઓકે દીદી.... આ ટાઈમ પર ફોન કર્યો સોરી...!"
મિશા : " કંઈ વાંધો નહિ..બોલ શું કામ હતું..?"
ધરતી : " કામ તો હું અત્યારે નહિ કહી શકું... આપણે મળીયે...?"
મિશા : " હા, પણ એવું તો શું થઈ ગયું કે તું ફોન પર નથી કહી શકતી..?"
ધરતી : " એ વાત ખૂબ જરૂરી છે, તમારી જાણ માટે ..."
મિશા : " ઠીક છે, એક કામ કાલે તું 4 વાગ્યે સ્ટુડિયો જ આવી જા. હું એડ્રેસ
મોકલું..."
ધરતી : " ઓકે દીદી..ગુડ નાઈટ.."
મિશા : " ગુડ નાઈટ..."
********
( બીજા દિવસે..)
મિશા : " આકાશ આજે 4 વાગ્યે ધરતી આવવાની છે..."
આકાશ : " કોણ ધરતી...?"
મિશા : " આદિત્યની નાની બેન ..."
નિશાંત : " એનું અહીં શું કામ...?"
મિશા : " કાલે એનો કોલ આવ્યો હતો તેને કંઈ અર્જન્ટ વાત કરવી છે..."
ધ્વનિ : " સારું, ભલે આવે પણ જરા સંભાળીને એ આદિત્યની બહેન છે...!"
મિશા : " ટેન્શન ના લે ! "
નિશાંત : " ચાલો, જોઈએ હવે ધરતી શું નવું લાવે છે તે...!!"
આકાશ ( હસીને ) : " આરજે ની જોબ કરીને તારા આવાજ ની ટોન પણ બદલાઈ ગઈ.."
નિશાંત : " ક્યાં ટોન ની વાત કરે તું..? જે માણસ આપણી સાથે બે વર્ષથી રહે તેનો ભવ્ય ભૂતકાળ બહાર આવ્યો...એટલે થોડું માનસિક સંતુલન હલી ગયું. શું કહેવું ધ્વનિ...?"
ધ્વનિ : " 100% સાચી વાત..."
મિશા : " થઈ ગયું બધાનું કે બાકી છે હજું...? કોઈની સાસુ આટલાં ટોન્ટ ના મારે જેટલાં તમે મારો છો ....!!"
નિશાંત : " હા, જો સાસુ થી યાદ આવ્યું એ તો કે તારા લવ મેરેજ હતાં કે અરેંજ....?"
આકાશ : " કેટલાં વર્ષ ચાલ્યાં એ પણ..!"
મિશા : " એરેંજ મેરેજ હતાં..અને ચાર વર્ષ ચાલ્યાં પછી થોડાં ઝગડા અને આખરે આવી ગઈ ખુશ્બુ...!"
ધ્વનિ : " ખુશ્બુ છે કોણ એ તો કહે...?"
મિશા : " ખુશ્બુ, એ................"
મિશા : " ખુશ્બુ...... ખુશ્બુ સાથે અમારી મુલાકાત લગ્નના ત્રણ વર્ષ બાદ અમે બિઝનેસ ટ્રીપ માટે બેંગલોર ગયાં હતાં ત્યારે થઈ હતી...તે અમારી રોકાણકાર કંપનીની હેડ હતી....જો તે અમારી કંપનીમાં રોકાણ કરે તો માર્કેટમાં બંને કંપનીની વેલ્યુ વધે તેમ હતી....અને તે અમારી પ્રતિસ્પર્ધી હતી...."
નિશાંત : " તો પછી તેણે રોકાણ કર્યું...?"
મિશા : " ના... રોકાણ ના કર્યું, તેથી અમારે પણ થોડી ખોટ સહન કરવી પડી પછી થોડાં સમય પછી અચાનક ખુશ્બુની કંપની ફડચામાં ગઈ... એ પછી શું થયું એ મને નથી ખબર..."
ધ્વનિ : " કેમ ..? આદિત્યે કશું કીધું નઈ..?"
આકાશ : " ડિવોર્સ માટે કંઇક તો કારણ આપ્યું હશે ને...!!"
મિશા : " થોડાં ટાઈમ અમારાં ઝગડા ચાલ્યાં, આદિત્ય ઘરે ઓછું અને બહાર વધુ રહેતો...એક દિવસ તેણે જ કહી દીધું કે તે અને ખુશ્બુ લિવ- ઈન માં રહે છે અને તેને મારાથી ડિવોર્સ જોઈએ છે..."
ધ્વનિ : " મતલબ દાળમાં કાળું તો જરૂર છે....!"
નિશાંત : " કદાચ ધરતી કંઈ કહે આના વિશે આજે...!"
મિશા : " હોય શકે..."
સાંજે ચાર વાગ્યે ધરતી સ્ટુડિયો આવી.
ધરતી : " દીદી......"
મિશા : " અરે, ધરતી આવી ગઈ..બેસ..."
મિશા : " ધરતી આ છે નિશાંત, ધ્વનિ અને આકાશ મારી સાથે જ કામ કરે છે. અને ફેમિલી જેવાં જ છે..."
ધરતી : " હેલ્લો...હું ધરતી આદિત્યની બેન..."
ધ્વનિ : " હા, મિશા એ કહ્યું હતું તારા વિશે..."
મિશા : " બોલ ધરતી, શું વાત હતી...?"
ધરતી : " દીદી, આદિત્ય ભાઈ આમ અચાનક જ તમારી સામે રહેવા આવી ગયાં તમને અજીબ ના લાગ્યું...!"
મિશા : " કદાચ સંજોગ હશે ...!"
ધરતી : " ના, ભાઈએ છેલ્લાં ત્રણ મહિનામાં તમે ક્યાં રહો છો, શું કરો છો એ બધી જ માહિતી મેળવી હતી...તમારી સામેનો ફ્લેટ તો વેચાઈ પણ ગયો હતો પરંતુ ભાઈએ તેના ડબલ રૂપિયા આપીને ખરીદ્યો છે..."
મિશા : " પણ શું કામ...? ડિવોર્સ પછી તો અંજારમાં હું તેને પહેલી વાર મળી હતી...!!"
ધરતી : " એ બધી તો મને ખબર...પણ હજુ એક વાત ભાઈએ તમને ખોટી કીધી છે...!"
મિશા : " શું....?"
ધરતી : " ભાઈ એ હજું પણ ખુશ્બુ સાથે લગ્ન નથી કર્યાં..."
મિશા : " પણ તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો..... આ આદિત્ય કરે છે શું આખરે..?"
ધરતી : " મને કંઈ જ ખબર નથી.. આ વાતો તમને જણાવી જરૂરી લાગી એટલે મે કહી દીધું. હવે હું નીકળું..પછી મળીયે..બાય ."
મિશા : " બાય.."
ધરતી ત્યાંથી નીકળે છે......
નિશાંત : " આદિત્ય કોઈ માસ્ટર પ્લેન સાથે આવ્યો છે એ વાત હવે કન્ફોમૅ..."
આકાશ : " આ બધું થઈ શું રહ્યું છે.. એ તો જાણવું પડશે."
મિશા : " ત્યારે જ તો ખબર પડશે કે આખરે વાત શું છે..!"
ધ્વનિ : " મારાં મત મુજબ તારે હમણાં ત્યાં ન રહેવું જોઈએ..."
મિશા : " ધ્વનિ, ઘર છે મારું તો ત્યાં જ રહીશ ને..અને કંઈ જરૂર પડી તો તમે છો જ ને..!"
નિશાંત : " સારું, પણ એક વાતનું ધ્યાન રાખજે ફોન હમેશાં ચાલુ રાખજે અને કંઇક અજીબ લાગે તો તરત જ ફોન કરજે ..."
મિશા : " આટલું ટેન્શન ના લો.. એ આદિત્ય છે ક્રિમીનલ નહિ.."
આકાશ : " હા, પણ સાવચેતી રાખવામાં શું વાંધો....?"
મિશા : " હા, ઠીક છે....."
મિશા ઘરે આવી...આદિત્યના ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી કોઈ ઝગડો કરી રહ્યું હોય એવો અવાજ આવતો હતો....એકવાર તો મિશાને થયું કે ત્યાં જઈ આવે, પણ આદિત્યનો અવાજ સાંભળીને એ પછી પોતાનાં ઘરે આવી.
ઘરનો લોક ખોલતાં જ મિશા ના પગ સાથે એક કવર અથડાયું કદાચ કોઈ બારણાંની તિરાડમાંથી સરકાવી ગયું હતું. મિશાએ કવર હાથમાં કીધું અને લાઈટ ઓન કરી....કવર પર એ કેપિટલ લખેલું હતું ... એ વાંચ્યું તો ખબર પડી કે કાલે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિટિંગ હતું અને 50% શેર હોલ્ડર અને પાર્ટનર હોવાનાં લીધે તેનું જવું જરૂરી હતું.
મિશા : " આમ અચાનક મિટિંગ...? હજું તો નાણાંકીય વર્ષ પણ પૂરું નથી થયું. તેણે કંપનીનાં મેનેજર તુષારને ફોન કર્યો ...
મિશા : " હેલ્લો, તુષાર...મિશા બોલું છું.."
તુષાર : " હા, મેમ, બોલો શું કામ હતું..?"
મિશા : " તુષાર આમ વર્ષના વચ્ચેનાં દિવસે આચનક મિટિંગ...?"
તુષાર : " મેમ અમને પણ ખબર નથી, પણ આદિત્ય સરે કંઈક મહત્વનો પ્રસ્તાવ મૂકવાં માટે આ મિટિંગ બોલાવી છે..!"
મિશા : " ઓહકે..."
મિશા ફોન મૂકે છે....હવે વિચારવાની વાત તો એ હતી કે ક્યો પ્રસ્તાવ આદિત્ય મૂકવાનો હતો..! કંપની શહેરથી થોડાં દૂર વિસ્તારમાં હતી એટલે આવવા જવામાં પણ ખાસ્સો સમય લાગે એમ હતો....મિશા એ બધી વાત ધ્વનિને કરી અને કાલે સવારે આકાશ અને નિશાંત ને કહી દેવા જણાવ્યું કારણ કે તે વહેલી સવારે જ નીકળી જવાની હતી કંપની માટે.
**********
( સ્ટુડિયો..)
આકાશ : " કેમ ધ્વનિ આજે એકલાં...મિશા ક્યાં...?"
ધ્વનિ : " એ કંપનીની મિટિંગ માટે ગઈ છે અને સવારે વહેલાં જ નીકળી ગઈ હતી."
નિશાંત : " શું..? અચાનક કેમ પણ..?"
ધ્વનિ : " કંઇક બોર્ડ ઓફ ડિરક્ટર્સની મિટિંગ હતી એટલે..."
આકાશ : " પણ કોઈને સાથે લઈને ગઈ હોત તો...!"
નિશાંત : " હા, એક તો એ કંપની શહેરના બહારના વિસ્તારમાં છે અને રસ્તો પણ સારો નથી..... એ વહેલા નીકળી ગઈ મતલબ અત્યારે 10 વાગ્યાં તો પહોંચી જ ગઈ હશે ને..!"
ધ્વનિ : " હા, હું કોલ કરું......તેનો ફોન નથી લાગતો, સ્વીચ ઓફ આવે છે..."
આકાશ : " હવે, શું કરીશું..?"
નિશાંત : " થોડી વાર રાહ જોઈએ ... જો મિશા નો ફોન ન લાગે તો આપણે જ જવું પડશે ખરેખર કોઈ મિટિંગ છે કે પછી......."
ધ્વનિ : " તેને લેટર આવ્યો હતો..!"
નિશાંત : " લેટર બનાવટી પણ હોય શકે..."
આકાશ : " પણ મિશાને શું જરૂર હતી આ રીતે જવાની..."
ધ્વનિ : " આપણે ધરતીને પૂછીએ કદાચ એને કંઈ ખબર હોય...?"
નિશાંત : " પણ એનો નંબર...."
ધ્વનિ : " મારી પાસે છે.."
આકાશ : " તો કોલ કર અને પૂછ...જલ્દી..."
ધ્વનિ : " હા ."
ધ્વનિ ધરતીને કોલ કરે છે....પણ ધરતી ને કંઈ જ ખબર નથી હોતી આ વિશે અને આદિત્ય ખુશ્બુ પણ ઘરે નથી હોતાં..!
નિશાંત : " હવે, આપણે જ જવું પડશે ..ચાલો . "
આકાશ : " હા. "
ત્રણેય ત્યાંથી નીકળે છે. એ કેપિટલ જવાં માટે.....નિશાંત, ધ્વનિ અને આકાશ નીકળ્યાં.
આકાશ : " આપણે જઈએ તો છીએ પણ એડ્રેસ...?"
નિશાંત : " આકાશ...! આટલી મોટી કંપની છે..."
ધ્વનિ : " હા, ગૂગલ પરથી મળી જશે એડ્રેસ....તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને તેની જેવું જ થઈ ગયું છે...!"
આકાશ : " આ મજાક નો ટાઇમ નથી અને રોઝી પર તો બિલકુલ નહિ.."
ધ્વનિ : " ઓહો...રોઝી.."
નિશાંત : " અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ.."
આકાશ : " હા, આગળથી રાઈટ લેજે..." આખરે તેઓ કંપની પહોંચે છે..... ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે.
તુષાર : " એક્સક્યૂઝ મી, શું હું જાણી શકું તમારે કોનું કામ છે...?"
નિશાંત : " મિશા ને મળવું છે અમારે શું તે અહીં છે...?"
તુષાર : " હા, મિશા મેમ અહી જ છે પણ હમણાં મિટિંગ શરૂ થશે એ પૂરી થાય પછી જ તમે એમને મળી શકશો..!"
આકાશ : " હા, વાંધો નહીં અમે વેઇટ કરીએ છીએ.."
તુષાર : " ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ રૂમ છે તમે બેસી શકો.."
નિશાંત : " થેન્ક યૂ..!"
તુષાર : " મોસ્ટ વેલકમ સર.."
ત્રણેય ત્યાં જઈને બેસે છે...
***
( મિટિંગ રૂમ માં..)
મિશા : " સો મી. ગુપ્તા આમ અચાનક બોલાવવાનું કારણ..?"
આદિત્ય : " હા, કારણ તો છે જ .."
મિશા : " તો પછી રાહ શેની જુઓ છો કહો..!"
આદિત્ય : " બજાજ લિમિટેડ..આપની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાં ઈચ્છે છે..
અને જો આમ થયું તો કંપની ને બહુ મોટી નાણાંકીય મદદ થશે, એટલે આ માટે બધાને અહીં બોલાવાયા છે..!"
મી.ગુપ્તા : " પણ આપણી પાસે હાલ શેર જ કયાં છે...?"
આદિત્ય : " શેર તો છે જ ને...મિસ.મિશા પાસે 50% શેર છે, 30% મારી પાસે
છે અને 20% મારાં ફાધરના છે જો એમાંથી થોડાં થોડાં શેર વહેચી
દઈએ તો...!"
મિશા : " મી.આદિત્ય હું મારાં શેર વહેંચવા નથી માંગતી અને તમારી ઈચ્છા હોય તો તમે તમારાં શેર આપી શકો....અને આ રહી વાર્ષિક ઓડિટની ફાઈલ. જે મુજબ હાલ આપણને કોઈ જ નાણાંકીય મદદની જરૂર નથી."
મી.ગુપ્તા : " મિસ.મિશા સાચું કહે છે, હાલ આપણે કોઈ મદદની જરૂર નથી.અને કોઈની મરજી વિરુદ્ધ તો ના જ કહી શકીએ."
મિશા : " હા, તો બસ ફાઈનલ આપણે કોઈ શેર નથી વહેંચી રહ્યાં.."
આદિત્ય : " પણ આ જરૂરી છે...!!"
મી.ગુપ્તા : " જુઓ આદિત્ય તેઓ 50% ના હિસ્સેદાર છે તો આખરી નિર્ણય તો એમનો જ રહેશે.."
મિશા : " તો અહીંયા આ મિટિંગ પૂરી થાય છે.."
બધાં કોન્ફરન્સ રૂમમાંથી બહાર નીકળ્યાં. આદિત્ય ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો.. ત્યાં જ તુષારે આવી ને કહ્યું કે કોઈ મિશા ને મળવાં આવ્યું છે અને મિશા ત્યાં જાય છે.
મિશા : " અરે, તમે લોકો અહીંયા..?"
ધ્વનિ : " હા, તારો ફોન જ બંધ હતો તો...!"
મિશા : " હા, એ બેટરી નથી એટલે.."
નિશાંત : " અમને થયું કે આ આદિત્યનું કોઈ કારનામું તો નથી ને..?"
મિશા : " આટલું બધું ના વિચારો આદિત્ય વિશે, સારો માણસ છે એ.."
આકાશ : " જોયાંમાં તો નથી લાગતો...ચલ મૂક એ બધું જઈએ હવે..?"
મિશા : " હા, હું પણ ગાડી લઈને જ આવી છું તો હું અને ધ્વનિ તેમાં આવીએ.."
નિશાંત : " સારું ચાલો..."
નિશાંત અને આકાશ ત્યાંથી નીકળે છે....ધ્વનિ અને મિશા પણ ગાડીમાં બેસે છે ત્યાં મિશાના ફોન પર કોઈનો ફોન આવે છે તેની વાત સાંભળીને મિશા ચોંકી જાય છે.......!
ક્રમશ:

