Ishita Raithatha

Drama

4.8  

Ishita Raithatha

Drama

મયુરીનું આશાકિરણ-૩

મયુરીનું આશાકિરણ-૩

2 mins
275


  "હવે વાર્તા વર્તમાનમાં આવે છે."

વરુણભાઈ અને તેમના પત્ની સુધાબહેન મયુરીની રાહ જોતા હોય છે.

વરુણભાઈ: કિંજલબેટા(વરુણભાઈની નાની દીકરી), તારી 

મયુરીદીદીને ફોન કરીને પૂછને વાર શું કામ લાગી?

કિંજલ : હા, પપ્પા કરું છું. (કિંજલ ફોન કરે છે પરંતુ ફોન નથી

લાગતો.) પપ્પા હું ફૉન કરું છું પણ બંધ આવે છે.

વરૂણભાઈ: બેટા, આશાકિરણમાં ફોન કરીને પુછને!

કિંજલ : હા પપ્પા, (કિંજલ આશાકિરણમાં ફોન કરે છે)

હેલ્લો, હું કિંજલ બોલું છું, મયુરીની નાની બહેન.

વસુધા : હું, વસુધા બોલું છું, તમારી શું સેવા કરી શકું છું?

કિંજલ : વસુધાબહેન દીદી ત્યાં છે? કે પછી નીકળી ગઈ?

વસુધા : મયુરીબહેન તો બપોરે ત્રણ વાગ્યે જ નીકળી ગયા છે.

કિંજલ : સારું, હું ફોન રાખું છું.

પપ્પા, દીદી તો ત્યાંથી બપોરે જ નીકળી ગઈ છે.

વરુણભાઈ: તો હજુ સુધી કેમ નથી આવી? ક્યાં હશે!

( ત્યાં ઘરની ડોર બેલ વાગે છે)

કિંજલ : પપ્પા, લાગે છે દીદી આવી ગઈ. હું ખોલું છું.

(કિંજલ બારણું ખોલીને જોવે છે તો મયુરી નથી હોતી,

પરંતુ કૃણાલ હોઈ છે, મયુરીનો મંગેતર.)

અરે જીજુ! તમે?

કૃણાલ : હા હું, કેમ કોઈ બીજાની રાહ જોતા હતા?

કિંજલ : હા, દીદી હજુ ઘરે નથી આવી માટે એની જ રાહ જોતા

હતા, પરંતુ તમે તો બે દિવસ પછી આવવાના હતા ને?

વરુણભાઈ: કોણ છે બેટા?

કિંજલ : પપ્પા, કૃણાલ જીજુ છે.

વરુણભાઈ: અરે બેટા એમને અંદર લઈ આવ.

કિંજલ : હા પપ્પા, આવો જીજુ અંદર આવો.

કૃણાલ : જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છો?

વરુણભાઈ : આવ આવ બેટા, તું કેમ છે? અને બે દિવસ વહેલો?

કૃણાલ : હા, પપ્પા રજા વહેલી મળી ગઈ તો થયું કે તમને લોકોને સરપ્રાઈઝ આપુ, માટે આવી ગયો.

સુધાબહેન: (પાણી લઈને આવે છે) કેમ છો કૃણાલકુમાર?

કૃણાલ : હું મજામાં છું, તમે કેમ છો? મયુરી ક્યારે આવશે?

સુધાબહેન: બેટા, અમે પણ મયુરીની જ રાહ જોઈ રહ્યા છીએ.

  આશાકિરણ પરથી પણ બપોરની ત્રણ વાગ્યાની 

  નીકળી ગઈ છે, અત્યારે નવ વાગ્યા પણ હજુ નથી આવી!

કૃણાલ : તમે ચિંતા ના કરો એ આવી જશે. તમારે લોકોને એની સાથે સવારે કંઈ વાત થઈ હતી, જ્યારે તે ઘરેથી નીકળી ત્યારે?

વરુણભાઈ: ના, બેટા કંઈ ખાસ વાત નહોતી થઈ, બસ એમ જ કહીને નીકળી કે હું આજે વહેલી આવી જઈશ.

પછી એને પાર્લર પર પણ જવાનું હતું.

કિંજલ : જીજુ આ ગિફ્ટ મારા માટે છે ને?

કૃણાલ : ના, આ તારા દીદી માટે છે, હું આવીને પહેલાં મયુરી 

માટે ગિફ્ટ લેવા ગયો હતો, મોલ.

કિંજલ : શું વાત કરો છો જીજુ! આજે સાંજે દીદી પણ ક્રિસ્ટલ મોલ જવાની હતી તમારા માટે ગિફ્ટ લેવા.

કૃણાલ : શું કીધું તે કિંજલ! મયુરી પણ સાંજે ક્રિસ્ટલ મોલ જવાની હતી? 

કિંજલ : સાંજે છ વાગ્યા આસપાસ જવાની હતી.

કૃણાલ : એટલે સાંજે મોલના પાર્કિગમાં મારી કાર પાસે હું ગયો ત્યારે ત્યાં કારના કાચમાં મને મયુરી દેખાણી પણ ખરી, પરંતુ હું જેવો પાછળ ફર્યો કે ત્યાં કોઈ 

પણ નહોતું.

( એટલામાં ત્યાં લાઈટ જતી રહે છે, અને તરત જ ઘરની 

  બેલ પણ વાગે છે.)

ક્રમશ....


Rate this content
Log in

Similar gujarati story from Drama